Posts

Showing posts from April, 2022

“કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ અંતર્ગત પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે:ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

Image
 “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ અંતર્ગત પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ ✍️ મનિષ કંસારા ભરૂચ: સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જેના ભાગરૂપે “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પી.એમ.કિસાન યોજનાના વંચિત લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે. જે સંદર્ભે કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં કલેક્ટર તુષારભાઈ સુમેરાના અધ્યક્ષસ્થાને બેન્કોના, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.              આ બેઠકમાં લીડ બેંકના મેનેજર જીગ્નેશ પરમારે યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના પી.એમ.કિસાનના જે લાભાર્થીઓએ લોન માટેની કેસીસી (કિસાન ક્રેડીટ કાર્ડ)ની યોજનાનો લાભ લીધેલ ના હોય તેના માટે છે. કેસીસીની લોનનો લાભ ખાતાદીઠ મળવાપાત્ર છે તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે. પાક ધિરાણરૂા.૧.૬૦ લાખ સુધીની લોન માટે જમીન ઉપર બોજો

અંક્લેશ્વર શહેરમાં “બાપુનગર ઓવરબ્રીજ” પાસેથી આઇસર ટેમ્પામાં ભરી લઇ જવાતા શંકાસ્પદ પ્લાસ્ટીક, પતરાના બેરલો તથા નાના ડ્રમો મળી કુલ નંગ-૧૯૫ તથા આઇસર ટેમ્પા સહીત કુલ કિં. રૂ.૩,૧૭,૩૭૫/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Image
અંક્લેશ્વર શહેરમાં “બાપુનગર ઓવરબ્રીજ” પાસેથી આઇસર ટેમ્પામાં ભરી લઇ જવાતા શંકાસ્પદ પ્લાસ્ટીક, પતરાના બેરલો તથા નાના ડ્રમો મળી કુલ નંગ-૧૯૫ તથા આઇસર ટેમ્પા સહીત કુલ કિં. રૂ.૩,૧૭,૩૭૫/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ    અંક્લેશ્વર શહેરમાં “બાપુનગર ઓવરબ્રીજ” પાસેથી આઇસર ટેમ્પામાં ભરી લઇ જવાતા શંકાસ્પદ પ્લાસ્ટીક, પતરાના બેરલો તથા નાના ડ્રમો મળી કુલ નંગ-૧૯૫ તથા આઇસર ટેમ્પા સહીત કુલ કિં. રૂ.૩,૧૭,૩૭૫/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ  ✍️ મનિષ કંસારા ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સારૂ તથા મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવાના ઉદ્દેશથી જીલ્લામાં ભંગારના ગોડાઉન ચલાવતા તથા ભંગારની લે-વેચ કરતા ઇસમો ચેક કરી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે      ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી. એન. સગર ભરૂચ એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી. ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન અંક્લેશ્વર જુન

અંક્લેશ્વર તાલુકાના અંદાડા ગામે તાલુકા કક્ષાનો બ્લોક આરોગ્ય મેળો ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો

Image
અંક્લેશ્વર તાલુકાના અંદાડા ગામે તાલુકા કક્ષાનો બ્લોક આરોગ્ય મેળો ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો   આરોગ્ય મેળાઓ થકી ઘરઆંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ આપીને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ મેળાઓ  ખૂબ જ આર્શિવાદરૂપ-: ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ  આરોગ્ય મેળામાં નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ અને  સારવાર અપાઈ  તેમજ લાભાર્થીઓએ જુદી જુદી યોજનાના લાભ અપાયા ✍️ મનિષ કંસારા ભરૂચઃ અંક્લેશ્વર તાલુકાના અંદાડા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલના પટાંગણ ખાતે તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળાનું ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય મેળામાં નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ અને  સારવાર અપાઈ હતી, તેમજ લાભાર્થીઓએ જુદી જુદી યોજનાના લાભ લીધા હતા.   ગુજરાતભરમાં તા.૧૮મી થી ૨૨ એપ્રિલ દરમિયાન દરેક તાલુકા સ્થળે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવાનાં  ભાગરૂપે અંક્લેશ્વર ના અંદાડા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલના પટાંગણ ખાતે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ અંક્લેશ્વર તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળો  યોજાયો હતો. આ આરોગ્ય મેળાનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.  

હાંસોટ તાલુકાના ઉતરાજ ગામે ઉતરાજ અને ધમરાડ ગામની સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કરતા જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી

Image
હાંસોટ તાલુકાના ઉતરાજ ગામે  ઉતરાજ અને ધમરાડ ગામની સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કરતા જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી 🔶 નવીનીકરણ પામેલી આંગણવાડીઓ નાના બાળકો અને કિશોરીઓ માટે સલામત અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરશે-:જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી ✍️ મનિષ કંસારા ભરૂચઃ બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને સ્માર્ટ શિક્ષણ થકી બાળક સ્માર્ટ બને એ માટે આજરોજ  હાંસોટ તાલુકાના ઉતરાજ ગામે ઉતરાજ અને ધમરાડ ગામની રાજ્ય સરકારના સહયોગથી પ્રોજેક્ટ  'સાહસ' (સ્ટ્રેન્થનિંગ એક્સેસ એન્ડ અવેરનેસ ઓફ હેલ્થ ઈન હાંસોટ) અંતર્ગત  બે સ્માર્ટ આંગણવાડીઓનું લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.    કાર્યક્રમનું દિપ પ્રગટાવી અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સહયોગથી પ્રોજેક્ટ સાહસ (સ્ટ્રેન્થનિંગ એક્સેસ એન્ડ અવેરનેસ ઓફ હેલ્થ ઈન હાંસોટ) અંતર્ગત આંગણવાડીઓમાં આઇસીડીએસ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે પોષક આહાર આપી સુપોષિત બનાવવા માટે પહેલ કરવામાં આવી છે. આ પ્રોજેકટ હેઠળ શાળાઓમાં બ

નબીપુર પો.સ્ટે.ના પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચ

Image
નબીપુર પો.સ્ટે.ના પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચ  ✍️ મનિષ કંસારા ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત ગાંધીનગરનાઓ તરફથી નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય તેમજ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીનાબેન પાટીલ નાઓ ની સુચના અનુસંધાને જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ.  ડી. આર. વસાવા નાં માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ ની ટીમ નાં માણસો જીલ્લાનાં બનેલ ગુનાઓમાં નાસતા-ફરતા તથા વૉન્ટેડ આરોપીઓ પકડવા સારૂ ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન બાતમી આધારે નબીપુર પો.સ્ટે. પાર્ટ સી-11199038220329 પ્રોહિ કલમ 65 એઈ 81 મુજબનાં ગુનાનો નાસતો-ફરતો એક આરોપી રોહીતભાઈ રણજીતભાઈ વસાવા ઉં.વ.21 ધંધો મજુરી રહે.લીમોદરા ગામ સુકવણા ફળીયા તા.ઝઘડીયા જી.ભરૂચનાને આજરોજ તા.15/04/2022 ના રોજ હસ્તગત કરવામાં આવેલ છે અને હાલની કોરોના વાઈરસ (covid-19) મહામારીની પરિસ્થિતિના કારણે સંક્રમણ અટકાવવા સારૂ ત

દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કારતૂસ નંગ-૪ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ

Image
દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કારતૂસ નંગ-૪ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ ✍️ મનિષ કંસારા ભરૂચ:  ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા , વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ડૉ. લીનાબેન પાટીલ ભરૂચના ઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર નો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા તેમજ ATS ચાર્ટર મુજબની કામગીરી અન્વયે પો.ઇન્સ. કે. ડી. મંડોરા નાઓએ ટીમને કાર્યરત કરતાં એસ.ઓ.જી. ટીમના પોલીસ અધિકારી/પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન હે.કો. હરેશ રામકૃષ્ણ નાઓને મળેલ સચોટ બાતમી આધારે વિલાયત ચોકડી ઉપરથી આ કામના આરોપીઓ લાયસન્સ પરવાના વગરની દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૦૧ કિં.રૂ.૨૫,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ-૦૪ કિં.રૂ.૪૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા સદર ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ભરૂચ નાઓ કરી રહેલ છે.   પકડાયેલ આરોપીઓ: (૧) મન્ટુકુમાર સિપાહી રાય રહે.જખુઆ, થાન

મુંબઈ મેડીકલ કોલેજોમાં એડમિશન અપાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગનાં આરોપીને પકડી પાડતી ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ

Image
મુંબઈ મેડીકલ કોલેજોમાં એડમિશન અપાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગનાં આરોપીને પકડી પાડતી ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ   ✍️ મનિષ કંસારા ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીનાબેન પાટીલ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચ નાઓ ની સુચના અને માર્ગદર્શન આધારે.   ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. પાર્ટ-એ ૧૧૧૯૯૦૧૨૨૧૦૧૭૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી) મુજબનાં કામનાં આરોપી સતીષ ઉર્ફે વિશાલ s/o ભુપતભાઈ કાનાણી રહે.- પ્લોટ નંબર-રર, શિવનગર સોસાયટી, સુદામા ચોક મોટા વરાછા સુરત તથા અન્ય આરોપીઓએ ફરીયાદીના દિકરા મોહસીન પટેલને મુંબઈ સાયન ખાતે આવેલ લોકમાન્ય તિલક હોસ્પિટલમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા-૪૩,૦૦,૦૦૦/- (તેતાલીસ લાખ) ની છેતરપિંડી કરેલ. જે ઉપરોક્ત આરોપીને શોધી કાઢવા ટેકનીકલ સર્વેલન્સની મદદના આધારે માહિતી મળેલ કે ઉપરોક્ત આરોપી બેંગલોર કર્ણાટક ખાતે છુપાયેલ હોય જેથી તેમને પકડી લાવી ભરૂચ શહેર "બી" ડિવિઝન પોલીસ સ્ટેશન લાવેલ છે. જે આરોપીને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.    આરોપી

નવા વરાયેલા નર્મદાના એસપી પ્રશાંત ઝુંબેનો સપાટો IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા સટોડીયો ઝડપાયો

Image
નવા વરાયેલા નર્મદાના એસ.પી. પ્રશાંત ઝુંબેનો સપાટો  IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા સટોડીયો ઝડપાયો  રૂ.૭૫,૪૮૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા  રાજપીપલા: હાલ IPL ક્રિકેટ મેચ ચાલી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ હવે ઓનલાઇન સટ્ટો રમાતો હોવાની ચોકાવનારી વિગત બહાર આવી છે. નવા વરાયેલા નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત ઝુંબેએ IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટા રમતા ઈસમો સામે લાલ આંખ કરી છે. IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટા રમતા સટોડીયાને ઝડપ્યો છે.    પોલીસ સૂત્રોના અહેવાલ અનુસાર IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટા રમતા સટોડીયાને રૂ.૭૫,૪૮૦/-ના મુદ્દામાલ સાથે  એલ.સી.બી. નર્મદા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.    પ્રશાંત ઝુંબે, પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામી દેવા તેમજ હાલમાં ચાલતી IPL ક્રિકેટ મેચમાં ઓનલાઇન ચાલતા સટ્ટા-બેટીંગનો ધંધો કરતા ઈસમોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની સુચના આપતાં  એ. એમ. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો વોચમાં હતા. એ દરમ્યાન મળેલ  બાતમીને આધારે હજરપુરા ગામે પટેલ

કેવીકે નર્મદા દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત ફાર્મર્સ સાયન્ટિસ્ટ ઇંટ્રેકસન કાર્યક્રમ યોજાયો

Image
કેવીકે નર્મદા દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત ફાર્મર્સ સાયન્ટિસ્ટ ઇંટ્રેક્સન કાર્યક્રમ યોજાયો આઠ ગામોમાંથી ૧૨૪ ખેડૂત ભાઈ બહેનોનોએ ભાગ લીધો રિપોર્ટ: દીપક જગતાપ, રાજપીપલા  રાજપીપલા: કેવીકે નર્મદા ધ્વારા જળશક્તિ અભિયાન અંતર્ગત ફાર્મર્સ સાયન્ટિસ્ટ ઇંટ્રેક્સન કાર્યક્રમ આયોજિત થયો હતો. જેનો મુખ્ય ઉદેશ ખેડૂતના મંતવ્યો જાણીને વિષય અનુરૂપ વૈજ્ઞાનિકો ચર્ચા કરે. કુલ આઠ ગામોમાંથી ૧૨૪ ખેડૂત ભાઈ બહેનોનોએ ભાગ લીધો હતો.    કાર્યક્રમની શરૂઆતમાં કેવીકે નર્મદાના ડૉ.પી. ડી. વર્મા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ સર્વે આમંત્રિત મહેમાનો તેમજ ખેડૂત ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત કરીને જણાવ્યું કે જળ હી જીવન છે. પાણી નું મહત્વ જાણો. પાણી નો બચાવ કરો. ખેતી માટે ખાસ ટપક સિચાઈનો ઉપયોગ કરો. મુખ્ય જુવાર સશોધન કેન્દ્ર, સુરતથી પધારેલ ડૉ. બી. કે. દાવડા,  સશોધન વૈજ્ઞાનિકે ઓછા પાણીથી પાકે તેવા પાકોની ખેતી કરવાની સલાહ આપીને જણાવ્યું હતું કે જુવાર, શણ, મગ જેવા પાકોની સુધારેલી જાતો વાપરીને વધૂ ઉપજ લઈ શકાય છે.    કામધેનુ યુનિવર્સિટિથી આવેલ ડૉ. ઈશમિથે મત્સ્ય પાલન કરીને  ખેડૂતોની આવક બમણી  કરવાના જુદા જુદા નવીન વિચારો રજૂ કર્યા. એક્વ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચર ફેકલ્ટીના ૧૯૮૪ ની બેચના વિદ્યાર્થીઓનું ૩૭ વર્ષે રીયુનિયન

Image
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચર ફેકલ્ટીના ૧૯૮૪ ની બેચના વિદ્યાર્થીઓનું ૩૭ વર્ષે રીયુનિયન  ✍️ નરેન્દ્રભાઈ દવે   જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે એગ્રીકલ્ચર ફેકલ્ટીના ૧૯૮૪ ની બેચના વિદ્યાર્થીઓનું ૩૭ વર્ષ પછી રીયુનિયન તા. ૨૬ તથા ૨૭ માર્ચ, ૨૦૨૨ દરમ્યાન યોજાયું હતું. આ રીયુનિયનમાં અંદાજે ૬૦ મિત્રોએ કપલમાં આવીને કોલેજના સંસ્મરણો વાગોળ્યા હતાં.     આ કાર્યક્રમ દરમ્યાન ૧૯૮૪ ની બેચના વિદ્યાર્થીઓ પૈકી કેટલાક સચિવ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ, પ્રોફેસર, એસીએફ, બેન્ક મેનેજર, જી. એસ. એફ. સી- જી. એન. એફ. સી. માં ડેપો મેનેજર, ફૂડ ઇન્સ્પક્ટર, સમાજ કલ્યાણ અધિકારી, કૃષિ તેમજ તેને સંલગ્ન કચેરીઓમે સારા હોદ્દાઑ પર  બિઝનેસમેન સાથે, મલ્ટિનેશનલ કંપનીઓમાં સારા હોદ્દા પર કાર્ય કરી રહ્યા છે તેમજ વિદેશમાં પણ સ્થાઈ થયેલ છે. જેઓ તેમનો કીંમતી સામય કાઢી જૂની યાદો તાજી કરવા તેમના પરિવાર સાથે તેમની માતૃ સંસ્થા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ૧૯૮૪ બેચના વિદ્યાર્થી અને યુ.એસ.એ. માં સ્થાઈ થઈ બિઝનેસ કરતાં મહેશભાઈ ત્રિવેદીએ ગોલ્

કોમી એકતા નાં પ્રતીક સમી ઉપલા દાતાર ની ધાર્મિક જ્ગ્યા માં ચાલી રહેલી દાતારી

Image
કોમી એકતા નાં પ્રતીક સમી ઉપલા દાતાર ની ધાર્મિક જ્ગ્યા માં ચાલી રહેલી દાતારી  ✍️ નરેન્દ્રભાઈ દવે   જુનાગઢ કોમી એકતા નાં પ્રતીક સમી ઉપલા દાતાર ની ધાર્મિક જ્ગ્યા માં ચાલી રહેલી દાતારી ભાગવત કથા માં આજરોજ જુનાગઢ કોર્પોરેશન નાં મેયર ગીતાબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા, હરિશભાઈ  પરશાણા, યોગીભાઈ પઢિયાર, ભરત ભાઈ શિઁગાળા, સંજયભાઈ મણવર, કિરીટ ભાઈ ભીંભા સહિત નાં મહાનુભાવો એ કથા શ્રવણ કરી હતી તેમજ ભાગવતજી ની આરતી ઉતારી હતી, અને દાતાર બાપુ નાં દર્શન કર્યા હતા, મહંત ભીમબાપુ એ પધારેલા તમામ મહાનુભાવો નુ શાલ ઓઢાડી સન્માન કરી રૂડાં આશીર્વાદ આપ્યા હતા અને પધારેલા મહાનુભાવો એ દાતાર બાપુ નો પ્રસાદ પણ લીધો હતૉ, તેઓ જ્ગ્યા ની સેવાકીય  પ્રવૃત્તિ અને બાપુ દ્બારા થઇ રહેલા જ્ગ્યા નાં વિકાસ કાર્યો થી પ્રભાવિત થયા હતા. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

7April એપ્રિલ: વિશ્વ આરોગ્ય દિવસ - 2022ની થીમ : ‘Our Planet Our Health’ – ‘આપણો ગ્રહ આપણું સ્વાસ્થ્ય.’ રખાયું છે

Image
7April એપ્રિલ: વિશ્વ આરોગ્ય દિવસ 2022ની થીમ : ‘ Our Planet Our Health’ – ‘આપણો ગ્રહ આપણું સ્વાસ્થ્ય.’ રખાયું છે વિશ્વના  60 ટકાથી વધું લોકો સ્વાસ્થ્ય સેવાના અભાવ સાથે જીવી રહ્યા છે       પ્રાસંગિક લેખ   લેખક✍️ :દીપક જગતાપ 7April એપ્રિલનો દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વના કેટલાય દેશો એવા છે કે જ્યા 60 ટકાથી વધું લોકો સ્વાસ્થ્ય સેવાના અભાવ સાથે જીવી રહ્યા છે.   આજના વ્યસ્ત જીવનમાં આપણે આપણું સ્વાસ્થ્ય પણ સાચવી નથી રહ્યાં. આપણે પોતે જ સ્વાસ્થ્ય પ્રત્યે એટલાં બેદરકાર બની ગયાં છીએ કે જેથી આપણું શરીર અનેક રોગોનું ઘર બનવા માંડ્યું છે. અરે, સ્વાસ્થ્ય તો આપણી સાચી સંપત્તિ છે. જો આપણે એને સાચવીશું નહીં, એની કાળજી નહીં રાખીએ તો સારી રીતે કામ પણ કેવી રીતે કરી શકીશું? તંદુરસ્ત શરીર માટે ફિટ રહેવું પણ બહુ જરૂરી છે. એટલે જ સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આખા વિશ્વમાં આ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે.   આ વખતની થીમ ‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન’ દર વર્ષે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ માટે એક થીમ પસંદ કરે છે. આ વખતની એટલે કે 2022ની થીમ છે ‘Our Planet Our Health’ – ‘આપણો ગ્રહ આપણ

નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસે અનોખી વિદાય આપી

Image
નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસે અનોખી વિદાય આપી   નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસે અનોખી વિદાય આપી ફૂલોથી શણગારેલી કારને દોરડા વડે પોલીસ કર્મીઑએ રથની જેમ ખેંચી કારયાત્રા કાઢી. નર્મદા જિલ્લામાં સેવા, સુરક્ષા અને શાંતિ જાળવવામાં મારા તરફથી સંનિષ્ઠ પ્રયાસો રહ્યા છે. રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા  રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકર સિંહતથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસ કર્મીઓ દ્વારા આ બન્ને પોલીસ અધિકારીને અનોખી અને ઐતિહાસિક ભાવભીની વિદાયઆપી હતી.ફૂલોથી શણગારેલ કારને દોરડું બાંધી તમામ પોલીસ કર્મીઓએ રથની જેમ દોરડાથી કારને ખેંચી કારયાત્રા કાઢીહતી     નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહની  અમરેલી ખાતે  બદલી કરાઈ છે જ્યારે નાયબ પોલીસવડા રાજેશ પરમારને પ્રમોશન આપીને રેલવે વિભાગ વડોદરા ખાતે બદલી કરતા આ બંને પોલીસ અધિકારીઓને નર્મદા પોલીસના જવાનોએ અનોખી અને ઐતિહાસિક રીતે ભાવભીની વિદાય આપી હતી.    સામાન્ય રીતે રથયાત્રાના દિવસે રથને દોરડું બાંધીને ભક્તો રથન

૬ઠ્ઠી એપ્રિલ : ભાજ૫ સ્થાપના દિવસ

Image
૬ઠ્ઠી એપ્રિલ : ભાજ૫ સ્થાપના દિવસ ભાજપાનું અધ્યક્ષપદ કોઈ અલંકારની વસ્તુ નથી. આ પદ નહિ, જવાબદારીછે. પ્રતિષ્ઠા નહિ, પરીક્ષા છે,અધિકાર નહિ, અવસર છે-અટલ બિહારી બાજપાઈ   ✍️પ્રાસંગિક લેખક: દીપક જગતાપ  ૬ઠ્ઠી એપ્રિલ ના રોજ ભાજ૫ સ્થાપના દિન દેશભરમા ભાજપા દ્વારા ભારે ગૌરવ ભેર ઉજવાઈ રહ્યોછે. દરેક ભારતીય જનતા પાર્ટીના સૈનિક સમા કાર્યકરો માટે આ દિવસ ગૌરવપ્રદ એટલા માટે છે કે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમની વિચારધારાને વરેલી ભાજપા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ છે. આંકડા જોતા  દેશના ૧૮ કરોડ નાગરિકો ભાજપના નોંધાયેલા સભ્યો છે. આમ દેશના ૧૪ ટકા નાગરિકોભાજપના સભ્યો છે. આ વર્ષમાં ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશમાં ભાજપના ૧૮ કરોડથી સભ્ય સંખ્યા વધીને ૨૫કરોડને પાર પહોંચશે એવું અનુમાન છે.    દેશમાં ભાજપના ૧૮ કરોડથી વધુપ્રાથમિક સભ્યો નોંધાયેલા છે. દરેક ક્ષેત્રના કાર્યકર્તાઓ પક્ષમાં કાર્યરત. ખેડૂતો, વ્યાપારીઓ, મજદૂરો, ડૉક્ટરો, વકીલો, ઉદ્યોગપતિઓ, મહિલાઓ તથા વિવિધ ક્ષેત્રના બુદ્ધિજીવીઓ આજે પક્ષમાં સક્રિયછે. વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં સરમુખત્યારી જેવી પકડ ધરાવતી જિનપીંગની ચાઈનીઝ કોમ્યુ

આજે ૫મી એપ્રિલ: નર્મદા ડેમ નો 62 મો જન્મદિવસ

Image
આજે ૫મી એપ્રિલ: નર્મદા ડેમ નો 62 મો જન્મદિવસ   આજે ૫મી એપ્રિલ: નર્મદા ડેમ નો 62 મો જન્મદિવસ હેપી બર્થડે ટુ નર્મદાડેમ ..  નર્મદા ડેમના છ દાયકાપૂરા થયા સાચા અર્થમાં બની ગુજરાતની જીવાદોરી.  સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પછી નર્મદા ડેમનો મહત્વ જરા પણ ઘટ્યું નથી.  નર્મદા ડેમ ગુજરાતની સાચા અર્થમાં કાયમી ધોરણે ગુજરાતની જીવાદોરી સમાન બની રહેશે.  પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુથી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વખત સુધી ની નર્મદા ડેમની વણથંભી સફર. નર્મદા ડેમનો પાયો નાખનાર પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ ખાતમુહુર્ત કર્યું અને છેલ્લા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખતમાં ડેમની કામગીરી પૂર્ણ થઇ.  62 વર્ષમાં ડેમના કામકાજમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા.  રિપોર્ટ: દિપક જગતાપ, રાજપીપળા રાજપીપળા: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનુ ખાતમુહર્ત 5 એપ્રિલ 1960ના રોજ ભારત ના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુ એ ખાતમુહુર્ત કર્યુ હતુ. આજે નર્મદા ડેમ 62વર્ષ નો થયો છે, આજે તેનો 62મો  જન્મ દિવસ છે.     નર્મદા ડેમ થી માત્ર 3 કિ.મી. દૂર સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું વડાપ્રધાને લોકાર્પણ કર્યાં પછી પ્રવા

સરકારની વાહવાહી અને ચાટુકારીતા માટે ખેસ પહેર્યા વગરના કાર્યકર્તા જેમ વર્તતા અધિકારીઓ કર્મચારીઓ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

Image
સરકારની વાહવાહી અને ચાટુકારીતા માટે ખેસ પહેર્યા વગરના કાર્યકર્તા જેમ વર્તતા અધિકારીઓ કર્મચારીઓ અંગે  ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા  ડૉ. મનિષ દોશી ✍️ મનિષ કંસારા   સરકારની વાહવાહી અને ચાટુકારીતા માટે ખેસ પહેર્યા વગરના કાર્યકર્તા જેમ વર્તતા અધિકારીઓ કર્મચારીઓ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સુરત વોર્ડ નંબર-19 અને 22 માં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પક્ષીય કાર્યક્રમમાં હાજરીની ટ્વિટને સુરત ગ્રામ્ય પોલીસના વડાના ઓફીસીયલ ટ્વિટર હેન્ડલ ‘એસ.પી. સુરત રૂરલ’ પરથી રીટ્વિટ કરવામાં આવ્યું.    રાજકીય પક્ષના આશ્રય અને ખેસ વગરના કાર્યકર્તાની જેમ વહીવટી પાંખના અધિકારી અને કર્મચારીઓની વધુ એક ઘટના સામે આવી છે. અગાઉ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની પણ આ પ્રકારની કામગીરી સામે આવી હતી.     એક બાજુ ગુજરાત કોંગ્રેસના ઓફિસની અંદર પોલીસ ગેરકાયદેસર રીતે પ્રવેશી સર્ચ કરે, મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરે અને ભાજપના એજન્ટ બનીને વર્તે, બીજી બાજુ સત્તા પક્ષના નેતાઓની રીટ્વિટ કરી ચાટુકારીત

ભરૂચ પોલીસ હેડ કવાર્ટર ખાતે બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનીસ ગ્રાઉન્ડનુ લોકાર્પણ

Image
ભરૂચ પોલીસ હેડ કવાર્ટર ખાતે બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનીસ ગ્રાઉન્ડનુ લોકાર્પણ   ✍️ મનિષ કંસારા ભરૂચ: ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનીસ ગ્રાઉન્ડનુ લોકાર્પણ કરવામાં આવેલ હતુ. જેમાં ભરૂચ જીલ્લા કલેક્ટર તુષારભાઈ ડી. સુમેરા, પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જીલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી તથા ભરૂચ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા તથા કંપનીઓના હોદ્દેદારો હાજર રહ્યા હતાં. બેડમીન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનીસ ગ્રાઉન્ડનુ લોકાર્પણ કલેક્ટર તથા પોલીસ અધિક્ષકના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.    ભરૂચ પોલીસ હેડ કવાર્ટર ખાતે ભરૂચ જીલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોના CSR ફંડમાંથી રૂપિયા એક કરોડ પાંચ લાખનું અનુદાન બિરલાગ્રેસીમ સાયખા, ઓપેલ કંપની દહેજ, એમ. આર. એફ. કંપની દહેજ તરફથી તેમજ જીલ્લાના અન્ય ઔદ્યોગિક એકમો તરફથી ફાળવવામાં આવ્યુ હતું. સદર ગ્રાઉન્ડ પોલીસ પરિવાર તથા ભરૂચ જીલ્લાના બાળકો અને આશાસ્પદ યુવાનોની કારકિર્દીને પ્રોત્સાહન તેમજ પ્રેક્ટીસ મળી રહે તે હેતુસર તેઓના ઉજ્જવળ ભવિષ્ય સારૂ તૈયાર કરવામાં આવેલ છે. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા મતદાન કંમ્પેઈન

Image
જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા મતદાન કંમ્પેઈન.        ✍️ નરેન્દ્રભાઈ દવે જૂનાગઢ માં ગિરનાર પર્વત ઉપર આવેલ માં અંબાજી નાં મંદિરે ચિત્ર માસ ની શરૂઆતે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી રચિત રાજ અને સાધુ સંતો એ માં અંબાજી નાં દશૅન કરી મતદાન કંમ્પેઈન નો પ્રારંભ કરેલ અને જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં વધુ માં વધુ મતદાન થાય તે જરૂરી છે, મતદાન લોકશાહી ની ધરોહર છે, જ્યારે સાધુ સંતો એ જણાવ્યું કે મતદાન લોકતંત્ર ને મજબુત બનાવવા અને આપણી સમસ્યા ઓ હલ કરવા તથા વિકાસ કરવા જરૂરી છે મતદાન એ મહાપર્વ છે. તો દરેક મતદાર એ પોતાની નૈતિક ફરજ સમજીને અવશ્ય મતદાન કરી લોકશાહી મજબૂત કરવામાં સહભાગી બનવા વિનંતી છે. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

મંત્રી પ્રદિપભાઇ પરમાર સહિત સંકલ્પભૂમિ સ્મારક વડોદરાની તજજ્ઞ સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Image
મંત્રી પ્રદિપભાઇ પરમાર સહિત સંકલ્પભૂમિ સ્મારક વડોદરાની તજજ્ઞ સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી તસવીર-રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપળા  રાજપીપલા: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમાર અને સંકલ્પભૂમિ સ્મારક વડોદરાની તજજ્ઞ સમિતિએ આજે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.       મંત્રી પરમાર અને વડોદરાની તજજ્ઞ ટીમે  ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી  અદ્ભૂત નજારો પણ માણ્યો હતો અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું.    તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર  વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે  નિહાળ્યું  હતું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ સંતોષ પાનસેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તકનીકી જાણકારી પુરી પાડી હતી.     મંત્રી પરમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં નોધ્યું કે, આજે મે સામાજિક ન્યાય અને અધિકારીતા  વિભાગના  મંત્રી તરીકે મારા વિભાગના અધિકારીઓ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુ

રાજપીપળામાં મહારાષ્ટ્રીયનોએ નવ વર્ષ તરીકે ગુડી પડવા પર્વની ઉજવણી કરી

Image
રાજપીપળામાં મહારાષ્ટ્રીયનોએ નવ વર્ષ તરીકે ગુડી પડવા પર્વની ઉજવણી કરી   ઘરના ઉંબરે ગુડી ઉભારી ગુડી નું પૂંજન કર્યું ભગવાન બ્રહ્માએ આજના દિવસે સુષ્ટિનું સર્જન કર્યું હતું તસવીર-રિપોર્ટ: દીપક જગતાપ, રાજપીપળા રાજપીપળા: ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાને ગુડી પડવા કે વર્ષ પ્રતિપદા  કહેવામાં આવે છે. આ દિવસે હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. ભગવાન બ્રહ્માએ આજના દિવસે સુષ્ટિનું સર્જન કર્યું હતું. ભગવાને આ દિવસે પ્રતિપદા તિથિને સર્વોત્તમ તિથિ કહી હતી. તેથી તેને સુષ્ટિનો પ્રથમ દિવસ પણ કહે છે. સુષ્ટિના પ્રથમ દિવસને ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે.      આજે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયનોએ આજે ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ગુડી પડવા પર્વની ઉજવણી કરી હતી. મહારાષ્ટ્રીયનોએ નવા વસ્ત્રો પરિધાન કરી ઘરના ઉંબરે ગુડીને શણગારી પૂજન કર્યુંહતું. મહારાષ્ટ્રીયન સ્ત્રીઓએ પોતાની પારંપારિક પોશાક નવવારી સાડી પરિધાન કરી પુરુષોએ કુર્તા પાયજામા પહેરી ગુડી પૂજન કર્યું હતું.    ગુડી પડવાના દિવસે અભ્યંગ સ્નાન કરવામાં આવે છે.     રાજપીપળાનાં મહારાષ્ટ્રીયન મહિલા જ્યોતિબેન જગતાપે જણાવ્યું હતું કે આજે ગુડી