Posts

Showing posts from February, 2022

તા.૧૨/૦૩/૨૦૨૨ ના રોજ યોજાના૨ નેશનલ લોક અદાલત

Image
તા.૧૨/૦૩/૨૦૨૨ ના રોજ યોજાના૨ નેશનલ લોક અદાલત   🔸તા.૧૨/૦૩/૨૦૨૨ ના રોજ યોજાના૨ નેશનલ લોક અદાલત ✍️ મનિષ કંસારા  ભરૂચ: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જણાવવાનું કે, ભરૂચ મુકામે કાર્યરત જીલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને જીલ્લાની તમામ તાલુકા કોર્ટો દ્વારા પ્રત્યક્ષરૂપે હાજર રહી શકાય તેવી નેશનલ લોકઅદાલતનું આયોજન કરેલ છે.      સદ૨ નેશનલ લોક અદાલતનું આયોજન તા. ૧૨/૦૩/૨૦૨૨ ને શનિવારના રોજ ક૨વામાં આવનાર છે. આ નેશનલ લોકઅદાલતમાં ફોજદા૨ી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ એકટ મુજબનાં કેસો, ફક્ત નાણાંની વસુલાતનાં કેસો, વાહન અકસ્માતના વળતરનાં કેસો, લેબર તકરારનાં કેસો, ઈલેક્ટ્રીસીટી તથા વોટરબીલને લગતાં કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનનાં કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થાં અને નિવૃત્તિનાં લાભોને લગતાં કેસો, મહેસુલને લગતાં કેસો, અન્ય સીવીલ કેસો જેવાં કે, (ભાડાં, સુખાધિકારનાં અધિકાર, મનાઈ હુકમ, વિશિષ્ટ પાલનનાં દાવાં વિગેરેનાં કેસો) તથા પ્રિ-લીટીગેશન ઉપ૨ાંત ખોરાકીના કેસો મુકવામાં આવનાર છે. આ નેશનલ લોકઅદાલતમાં પક્ષકારોએ તથા વિ. વકીલશ્રીઓએ સોશીયલ ડીસ્ટન્સીંગનાં સિધ્ધાંતનું પાલન