Posts

Showing posts from April, 2023

ભરૂચ પોલીસ દ્વારા "પોલીસ પ્રજાનો મિત્ર છે" સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

Image
  ભરૂચ પોલીસ દ્વારા "પોલીસ પ્રજાનો મિત્ર છે" સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું નબીપુર હાઇવે પર રઝળતા ૬૦ જેટલા મુસાફરોને પોતાના વતન(ઉત્તરપ્રદેશ) પહોંચાડવાની વ્યવસ્થા કરી આપતી ભરૂચ પોલીસ ✍️ મનિષ કંસારા  ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી પોલીસ પ્રજાનો મિત્ર છે જે અભિગમ લોકોમાં કેળવાય તેવા કાર્યો કરવા સુચના મળેલ જેથી નાયબ પોલીસ અધિક્ષક સી. કે. પટેલ ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે.  રસ્તે રઝળતા મુસાફરો     પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એમ. ચૌધરી નબીપુર પો.સ્ટે. નાઓ દ્વારા ઉપરોક્ત સુચનાઓ બાબતે આજરોજ સુરતથી ખાનગી લક્ઝરી બસ દ્વારા પોતાના વતન પ્રતાપગઢ(ઉત્તરપ્રદેશ) જઇ રહેલા ૬૦ જેટલા મુસાફરોને ને.હા.નં.૪૮ હાઇવે ઉપર નબીપુર પાસે આવેલી પ્રિન્સ હોટેલ ઉપર બસનાં ડ્રાઇવર અને કંડક્ટરે મુસાફરોને જણાવેલ કે અહીંથી તમને લેવા માટે બીજી બસ આવે છે તેમ કહી મુસાફરોને બસમાંથી નીચે ઉતારીને જતાં રહેલ જેથી બધા મુસાફરો રસ્તે રઝળતા થઇ ગયેલ જેની જાણ ભરૂચ પોલીસ કંટ્રોલ મારફતે નબીપુર પોલીસ સ્ટેશને થ

સોમનાથ મંદિર ખાતે 73' મા સ્થાપના તિથિ દિવસની વિશેષ ઉજવણી

Image
સોમનાથ મંદિર ખાતે 73' મા સ્થાપના તિથિ દિવસની વિશેષ ઉજવણી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, સરદાર વંદના, દિપમાળા, મહાપૂજા, પાઘપૂજા સાથે વિશેષ શૃંગાર સહિતનાં વિશેષ આયોજન ✍️ મનિષ કંસારા સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા તિથિ વૈશાખ સુદ પાંચમના રોજ વર્ષ ૧૯૫૧ માં અખંડ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ નાં હસ્તે સવારે ૯ કલાક અને ૪૬ મિનિટે કરવામાં આવેલ હતી. દેશ વિદેશમાં વસતા શિવભક્તો ની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રનાં રત્નાકર સમુદ્રતટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ  સોમનાથ મહાદેવ મંદિર નો આજે વૈશાખ સુદ પાંચમના રોજ તિથિ પ્રમાણે આજરોજ 73' મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. ૧૧' મે ૧૯૫૧, ના વૈશાખ માસની શુકલ પંચમી શુક્રવારે સવારે ૯ કલાક ૪૬ મીનીટે ભારતનાં મહામહિમ પ્રથમ રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્ર પ્રસાદ નાં શુભ હસ્તે હાલનાં જ્યોતિર્લિંગ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. આ દિવ્ય પ્રસંગ ની વિશેષ ઉજવણી એવી હતી કે "પ્રતિષ્ઠા સમયે તત્કાલિન રાષ્ટ્રપતિએ શિવલિંગનાં તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. આ સમયે પવિત્ર ૧૦૮ તીર્થસ્થાનો નાં અને સાત સ

રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન અને પૂજન કર્યા

Image
રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન અને પૂજન કર્યા 🔶તેલંગાણાના રાજ્યપાલ તમિલીસાઈ સૌંદરરાજન પણ સોમનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં જોડાયા 🔶રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષીકેશભાઈ પટેલ, અને વનમંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા 🔶મહાનુભવોએ શ્રી સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો ✍️ મનિષ કંસારા પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તામિલ સંગમ નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર તામિલ સંગમના પ્રારંભિક કાર્યક્રમમાં જોડાવા દેશનાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમનાથ પહોંચ્યા હતાં. સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી જે. ડી. પરમાર, ટ્રસ્ટી પી. કે. લેહરી તથા સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તામિલ સંગમના શુભ અવસર પર સોમનાથ પધારેલ તેલંગાણાના રાજ્યપાલ મહામહિમ શ્રી તમિલીસાઈ સૌંદરરાજન, ગુજરાત રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, વન મંત્રી મુળુભાઈ બેરા પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સોમનાથ મહાદેવનાં દર્શન માટે પધાર્યા હતાં.      રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ તેલંગાણાના રાજ્યપા

પ્રભારીમંત્રી કુંવરજીભાઈ હળપતીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

Image
પ્રભારીમંત્રી કુંવરજીભાઈ હળપતીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ 🔶પ્રભારીમંત્રી એ ભરૂચ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક કાર્યવાહી નોંધની સમીક્ષા સંદર્ભે માર્ગદર્શન પુરુ પાડીને રચનાત્મક સૂચનો આપ્યા ✍️ મનિષ કંસારા દ્વારા ભરૂચ: આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ અને ભરૂચ જિલ્લાનાં પ્રભારીમંત્રી કુંવરજીભાઈ હળપતીની અધ્યક્ષતામાં આજરોજ જિલ્લા આયોજન મંડળની કચેરીનાં સભાખંડમાં વર્ષ ૨૦૨૩ -૨૪ અન્વયે ભરૂચ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધની સમીક્ષા સંદર્ભે બેઠક યોજાઈ હતી.     આયોજનના ભાગરૂપે સૌ અધિકારી-કર્મચારીઓ સાથે ઝીણવટપૂર્વક ચર્ચા-વિચારણા કરીને આયોજનને વધુ સુદ્રઢ બનાવવા માટે સબંધિત અધિકારીઓને પ્રભારીમંત્રી કુંવરજીભાઈ હળપતીએ માર્ગદર્શન પુરુ પાડીને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતાં. ભરૂચ જિલ્લાની આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી સાથે ગુજરાતનાં કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.     આ બેઠકમાં જિલ્લા પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લાનાં સમાહર્તા તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લાનાં ધારાસભ્યો, ભરૂચ જિલ્લા તાલુકા પંચાયતોનાં પ્રમુ