Posts

Showing posts from June, 2023

ત્રીજા તબક્કામાં “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત “ગ્રામ જાગૃત કિશોરીઓ”એ ભરૂચની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી

Image
ત્રીજા તબક્કામાં “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત  “ગ્રામ જાગૃત કિશોરીઓ”એ ભરૂચની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી કલેક્ટર કચેરી, ચૂંટણી શાખા, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત લીધી મનિષ કંસારા દ્વારા ભરૂચ: આપણાં જીવનનાં કુલ દસ તબક્કામાંથી કિશોરાવસ્થાનો તબક્કો જ્યારે શારીરિક, માનસિક અને વર્તણકીય ફેરફારો જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે ત્યારે કિશોરાવસ્થામાં કિશોરીઓની શારીરિક, માનસિક,આરોગ્ય અને સર્વાંગી વિકાસ લક્ષી જરૂરિયાતો પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરાવવું અત્યંત જરૂરી હોય છે. આપણાં સમાજનાં સર્વાંગી વિકાસમાં કિશોરીઓનું યોગદાન નમૂનારૂપ રહ્યું છે. આમ, કોઈપણ ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અથવા દેશને પ્રગતિશીલ બનાવવા માટે કિશોરીઓનો નિરંતર સર્વાંગી વિકાસ ખૂબ જ અનિવાર્ય છે.     આ પહેલ અંતર્ગત ૨૮ જૂન ૨૦૨૩ના રોજ તૃતીય તબક્કામાં આ ૪૦ ગ્રામ જાગૃત કિશોરીઓને કલેક્ટર કચેરી, ચૂંટણી શાખા, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા સંચાલિત ચિલ્ડ્રનહોમ ફોર ગર્લ્સ અને પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત કરાવી હતી. ૧) કલેક્ટર કચેરી, ભરૂચ: સ્વ-જાગૃતતા અને સ્વ-નિર્ભર અંગેનાં દ્રષ્ટાંતો આપી “ગ્રામ જાગૃત કિશ

“INTERNATIONAL DRUG DAY“૨૬ જુન અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ જનજાગૃતિ કાર્યક્રમો

Image
 “INTERNATIONAL DRUG DAY“૨૬ જુન અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ જનજાગૃતિ કાર્યક્રમો મનિષ કંસારા દ્વારા ભરૂચ: ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ જનજાગૃતિ કાર્યક્રમો (૧)તા.૦૧/૦૬/૨૦૨૩ ના રોજ ક.૧૮/૦૦ વાગે નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એસ.ઓ.જી. પોલીસ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઝાડેશ્વર સંચાલકોના સહયોગથી શાંતિ હોલ ખાતે વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વ્યસન મુક્તિ બાબતે જાગૃતિ લાવવા માટે બેનરો બાંધી તથા વક્તવ્ય દ્વારા ડ્રગ્સ નાં કારણે થતી હાનિ વિશે લોકોને જાણકારી આપી માહિતગાર કરેલ.  પ્રજાપિતા બ્રહ્માકુમારી (૨) તા.૨૪/૦૬/૨૦૨૩ નાં રોજ ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ “જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ" ભોલાવ, ભરૂચ ખાતે માદક દ્રવ્યોના સેવનથી થતી આડ અસરો બાબતે જાગૃતિ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં પો.ઇન્સ. એ. એ. ચૌધરી તથા એસ.ઓ.જી. ટીમ નાં પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા મકતમપુર, PHC નાં ડૉ. સેજલ મેકવાન તેમજ સ્કુલનાં શિક્ષક સ્ટાફ હાજર રહી સ્કૂલનાં હોલમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સથી થતા નુકસાન સબંધે વક્તવ્ય આપવામાં આવેલ તથા બેનેરો તેમજ માદક પદાર્થના ઉપયોગથી થતી આડ અસર

૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે શારદા ગ્રામ સંસ્થા દ્વારા જનજાગૃતિ લાવવા યોગ દિવસ ઉજવવામાં આવ્યો

Image
૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે  શારદા ગ્રામ સંસ્થા દ્વારા જનજાગૃતિ લાવવા યોગ દિવસ ઉજવવામાં આવ્યો જીતુ પરમાર, માંગરોળ દ્વારા માંગરોળ: શારદા ગ્રામ સંસ્થા દ્વારા ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે આમ લોકો અને બાળકોમાં યોગથી શું ફાયદા થાય તે વિષયમાં જાગૃતિ લાવવા યોગ દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં જુનાગઢ જિલ્લાનાં લોકસભાનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, માંગરોળ વિધાનસભાનાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, તાલુકા ભાજપ મંડલ પ્રભારી ચંદુભાઈ મકવાણા, જિલ્લા કિસાન મોરચાનાં મહામંત્રી માનસિંગભાઈ ડોડીયા, હાજર રહેલ.    આ પ્રસંગે કાર્યક્રમ હાજર રહેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છ સ્વાગત કર્યું હતું;  બાદ  દીપ પ્રજલિત કરી યોગ ટ્રેનર ગોવિંદભાઈ અઘેરા અને બાળકો થી યોગની પ્રેક્ટિસ ની શરુઆત કરવામાં આવી હતી. સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા ઉદબોધનમાં યોગથી થતાં ફાયદા અને વિશ્વમાં યોગની સાથે દેશનો ડંકો આ ધ્યાનથી વાગે છે તે વિષય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં શાસન ને પોતાની અનોખી શૈલીમાં બિરદાવવામાં આવેલ, ધારાસભ્ય ભગવાનજીભાઈ દ્વારા સફળ આયોજન કરવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ શારદા ગ્રામ સંસ્થાનાં નિયામક ભાવિનભાઈ ભટ્ટ દ્વારા યોગ દિવસ

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

Image
બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા  ઘટના સ્થળે કરૂણ મોત જીતુ પરમાર, માંગરોળ દ્વારા માંગરોળ: માંગરોળ તાલુકાનાં મક્તુપુર ગામે અગાસીમાં બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું. બનાવને પગલે ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.      બનાવ અંગે મળતી વિગતો મુજબ; મક્તુપુર ગામે પી.ડી.શાહ હાઈસ્કુલ પાછળ નવા પ્લોટ વિસ્તારમાં આજે બપોરે અલ્પેશ માલદેભાઈ સોલંકી (ઉં.વ.૨૭) ઘરની અગાસીમાં બાજરો સુકવતો હતો. એ દરમ્યાન ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી ભયંકર શોક લાગતા તે ભડથું થઈ ગયો હતો. મૃતક યુવાન માંગરોળમાં લાકડાનો ધંધો કરતો હતો અને બે વર્ષ પહેલાં તેના લગ્ન થયા હોવાનું જાણવા મળેલ છે.   હોસ્પિટલે એકત્રીત ગ્રામજનોએ લોકોની સલામતીને ધ્યાને લઈ ગામનાં રહેણાંક વિસ્તાર પરથી ૧૧ કે.વી.ની લાઈનને દુર કરવા અનેક રજુઆતો કરવામાં આવી હોવાનું જણાવી બનાવ અંગે પીજીવીસીએલની બેદરકારી કારણભૂત હોવાનો આક્ષેપ કર્યો હતો. યુવાનનાં અકાળે મોતથી પરિવાર પર આભ તુટી પડ્યું હતું. #gujaratnivacha ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 9માં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

Image
સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 9માં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો યોગ અભ્યાસુઓને લીંબુ શરબત પીવડાવવવામાં આવ્યું સોમનાથ: સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ અને દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. પર્યટન વિભાગ દ્વારા આઇકોનિક પ્લેસ તરીકે ઘોષિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પ્રતિ વર્ષ વિશ્વ યોગ દિવસ પર હજારો યોગ અભ્યાસુ યોગાસનો કરે છે.     શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સહયોગમાં રહીને વિશ્વ યોગ દિવસ પર વધુને વધુ લોકો યોગ સાથે જોડાઈ તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આજરોજ જ્યારે હજારોની માત્રામાં યોગ અભ્યાસુઓએ યોગ અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા અનુસાર પ્રત્યેક યોગ અભ્યાસુઓ ને ઠંડું લીંબુ શરબત પીવડાવવામાં આવ્યું હતું. જેનાંથી યોગ અભ્યાસુઓ માં પુનઃ ઊર્જાનો સંચાર થયો હતો. #gujaratnivacha

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ શહેરમાં વાહન વ્યવહાર માટેનાં રૂટમાં ફેરફાર કરાયા

Image
અષાઢી બીજ નિમિત્તે ભરૂચ શહેરમાં વાહન વ્યવહાર માટેનાં રૂટમાં ફેરફાર કરાયા ભરૂચ:અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ભરૂચ શહેરમાં તા. ૨૦ જુન ૨૦૨૩ના રોજ અષાઢી બીજ નિમિત્તે નીચે જણાવેલ વિસ્તારોમાં તા.૨૦ જુન ૨૦૨૩નાં રોજ ૧૫:૦૦ કલાકથી ૨૧:૦૦ કલાક સુધી નીચેનાં રૂટ વાહન વ્યવહાર માટે બંધ રાખવા તથા તેના ડાયવર્જન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.    આ હુકમ અંતર્ગત પોલીસ કે અન્ય અધિકારીઓ કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈ ફરતા હશે તેને બંધનકર્તા રહેશે નહીં; તદ્ઉપરાંત આ હુકમનો ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ પણ જાહેરનામાં માં જણાવ્યું છે.    

ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષ પદે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ યોગ સ્પર્ધા યોજાઇ

Image
ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષ પદે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ યોગ સ્પર્ધા યોજાઇ 🔸 તંદુરસ્ત સમાજનાં નિમાર્ણ થકી જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિમાર્ણ શક્ય બનશે: સાંસદ મનસુખભાઈ વસાવા મનિષ કંસારા દ્વારા ભરૂચ: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સયુંકત ઉપક્રમે જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા વિશ્વ યોગ દિવસ-૨૦૨૩ નિમિત્તે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે   સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.     કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.     આ પ્રસંગે અધ્યક્ષ પદેથી સાંસદ મનસુખભાઈ વસાસાએ પ્રાસંગિક ઉદ્બોધન માં જણાવ્યું હતું કે, રમત-ગમત અને યોગ બાબતે લોકજાગૃતિ તથા તેમાં પણ યોગને વિશ્વફલક પર પ્રસ્થાપિત કરવાનો સાચો યશ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તંદુરસ્ત સમાજનાં નિમાર્ણ થકી જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિમાર્ણ શક્ય બનશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તંદુરસ્ત રાષ્ટ્ર થકી જ આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરી શકાશે. તેમ સાંસદે ઉમેરતા જણાવ્

ગીર-સોમનાથમાં ભારે પવનનાં કારણે જિલ્લામાં ધરાશાયી વૃક્ષોને ત્વરિત ખસેડી, વીજળીની ઝડપે કામ કરતું જિલ્લા પોલીસ તંત્ર

Image
ગીર-સોમનાથમાં ભારે પવનનાં કારણે જિલ્લામાં ધરાશાયી વૃક્ષોને ત્વરિત ખસેડી  વીજળીની ઝડપે કામ કરતું જિલ્લા પોલીસ તંત્ર 🔸 અનેક જગ્યાએ વરસતા વરસાદમાં કામગીરી કરી, લોકોની મુશ્કેલીનો ઉકેલ લાવતા પોલીસકર્મીઓ #gujaratnivacha   ગીર સોમનાથ :   અરબસાગરમાં બિપોરજોય ચક્રવાતની અસર હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થવાનાં લીધે ઠેર ઠેર રસ્તો બંધ થવાની સ્થિતિમાં જિલ્લા પોલીસ તંત્રએ ત્વરિત કામગીરી દાખવી હતી. જિલ્લાનાં પિખોર, મૂળ દ્વારકા, શાંતિપરા પાટિયા, ગીરગઢડા, ગાંગેથા ફાટક વગેરે જગ્યાઓએ પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વૃક્ષો ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.     ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ દ્વારા વાવાઝોડાને અનુસંધાને એલર્ટ રહી ત્વરિત કામગીરીની સૂચના અપાઈ છે ત્યારે જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પર વીજળીની ઝડપે કામગીરી થઈ રહી છે. જિલ્લામાં ભીડિયાથી સોમનાથ મરિન પોલીસ સ્ટે. જતાં રોડ પર વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બ્લોક થયો હતો. પ્ર.પાટણ પોલીસ દ્વારા આ વૃક્ષને ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. જ્યારે ગાંગેથા ફાટક, પ્રાંચી કોડીના