નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસે અનોખી વિદાય આપી

નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસે અનોખી વિદાય આપી

 નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસે અનોખી વિદાય આપી


ફૂલોથી શણગારેલી કારને દોરડા વડે પોલીસ કર્મીઑએ રથની જેમ ખેંચી કારયાત્રા કાઢી.

નર્મદા જિલ્લામાં સેવા, સુરક્ષા અને શાંતિ જાળવવામાં મારા તરફથી સંનિષ્ઠ પ્રયાસો રહ્યા છે.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા 
રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકર સિંહતથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસ કર્મીઓ દ્વારા આ બન્ને પોલીસ અધિકારીને અનોખી અને ઐતિહાસિક ભાવભીની વિદાયઆપી હતી.ફૂલોથી શણગારેલ કારને દોરડું બાંધી તમામ પોલીસ કર્મીઓએ રથની જેમ દોરડાથી કારને ખેંચી કારયાત્રા કાઢીહતી  
  નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહની  અમરેલી ખાતે  બદલી કરાઈ છે જ્યારે નાયબ પોલીસવડા રાજેશ પરમારને પ્રમોશન આપીને રેલવે વિભાગ વડોદરા ખાતે બદલી કરતા આ બંને પોલીસ અધિકારીઓને નર્મદા પોલીસના જવાનોએ અનોખી અને ઐતિહાસિક રીતે ભાવભીની વિદાય આપી હતી. 
  સામાન્ય રીતે રથયાત્રાના દિવસે રથને દોરડું બાંધીને ભક્તો રથને ખેંચીને રથયાત્રા કરતા હોય છે. એવું જ કંઈક નર્મદા પોલીસની કારને ફૂલોથી શણગારેલી કારને બંને સાઈડથી દોરડુ બાંધીને નર્મદા પોલીસના તમામ કર્મચારીઓએ દોરડું ખેંચીને જાહેરમાં રેલી સ્વરૂપ કારયાત્રા કાઢી જીતનગર હેડકવાર્ટર કચેરીએ લઇ આવવામાં આવ્યા હતા. જ્યાં જિલ્લા કલેકટર ડી એશાહ, જંગલ સફારીના વન અધિકારી ડો. રામ રતન નાલા, ડીડીઓ અંકિત પન્નુ સહિતના અધિકારીઑ તથા સમગ્ર પોલીસ અધિકારીઑ કર્મચારીઓ ઉપસ્થિત રહી તેમની કામગીરીને બિરદાવી  ભારોભાર પ્રશંસા કરી ભાવભીની વિદાય આપી હતી. 
  આ પ્રસંગે તેમને એક સારા અધિકારી ગુમાવવાનો અફસોસ સૌએ વ્યક્ત કર્યો હતો.અધિકારીઓ લાંબા સમય સુધી યાદ રહેતા હોય છે.તમે પણ એમાંના એક છોએમ જણાવી હિમકરસિંહને નર્મદા જિલ્લાના બાહોશ,યુવાન અને ટેલેન્ટેડ અધિકારી હોવા ઉપરાંત માનવતાવાદી અને સહ પોલીસ કર્મચારીઓની કદર કરનારા અધિકારીતરીકે વર્ણવ્યા હતા. એ ઉપરાંત દેશના સૌથી મોટા બોગસ ડિગ્રી સર્ટિફિકેટ કૌભાંડ બહાર પાડી તેના ગુનેગારોને પકડવામાં સૌથી મોટો ફાળો રહ્યો હતો.રાજેશ પરમારનો માનવતા વાદી સ્વભાવ અને સારી કામગીરીની પણ ભારોભાર પ્રશંશા કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી.  
  આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હિંમકર સિંહે સૌ આગેવાનો ,પત્રકારો અધિકારી ગણ, કર્મચારી ગણ અને પ્રજાજનો જાહેર આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯નાં રોજ નર્મદા જિલ્લામાં ફરજ પર હાજર થયો. એક નવી દુનિયા,નવા લોકો અને અપાર અપેક્ષાઓ.સામે સમુદ્ર જેવુ સ્વાગત અને સહયોગ આપ સૌ તરફથી પ્રાપ્ત થયો.
  નર્મદા જિલ્લાની 1138 દિવસની સેવાયાત્રામાં સેંકડો અપેક્ષાઓ પર લોકસહયોગથી પાર ઉતરી શકયા છે. આજ સમય દરમ્યાન પ્રધાનમંત્રી થી લઈને રાષ્ટ્રપતિનું આગમન અનેકવાર થયું પ્રત્યેક જિલ્લાવાસીના સહયોગ આ એ સહકારથી આ પ્રસંગ પણ દિપી ઉઠ્યો.નર્મદા જિલ્લામાં સેવા,સુરક્ષા અને શાંતિ જાળવવામાં મારા તરફથી સંનિષ્ઠ પ્રયાસો રહ્યા છે. 
  નર્મદા શબ્દનો અર્થ જ આનંદ આપનાર છે અને મારા માટે નર્મદા એટલે સાચા અર્થમાં આનંદ આપનાર બની રહ્યું.આ આ પવિત્ર ભૂમિ પર સેવાનો મોકો મળ્યો એ મારા માટે માં નર્મદા ના આશીર્વાદ સમાન છે.
  નર્મદા જિલ્લો આકાંક્ષી જિલ્લો છે અને  આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા આપણે સૌ સહિયારા પ્રયત્નો કર્યા અને તેના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે.આ જિલ્લામાંથી મળેલ અનુભવો અને બોધપાઠ ભવિષ્યમાં મને ચોક્કસ ઉપયોગી થશે એ નિશ્ચિત છે.એમ જણાવ્યું હતું.

#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"