૬ઠ્ઠી એપ્રિલ : ભાજ૫ સ્થાપના દિવસ

૬ઠ્ઠી એપ્રિલ : ભાજ૫ સ્થાપના દિવસ

ભાજપાનું અધ્યક્ષપદ કોઈ અલંકારની વસ્તુ નથી. આ પદ નહિ, જવાબદારીછે. પ્રતિષ્ઠા નહિ, પરીક્ષા છે,અધિકાર નહિ, અવસર છે-અટલ બિહારી બાજપાઈ 

 ✍️પ્રાસંગિક લેખક: દીપક જગતાપ 

૬ઠ્ઠી એપ્રિલ ના રોજ ભાજ૫ સ્થાપના દિન દેશભરમા ભાજપા દ્વારા ભારે ગૌરવ ભેર ઉજવાઈ રહ્યોછે. દરેક ભારતીય જનતા પાર્ટીના સૈનિક સમા કાર્યકરો માટે આ દિવસ ગૌરવપ્રદ એટલા માટે છે કે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમની વિચારધારાને વરેલી ભાજપા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ છે. આંકડા જોતા  દેશના ૧૮ કરોડ
નાગરિકો ભાજપના નોંધાયેલા સભ્યો છે. આમ દેશના ૧૪ ટકા નાગરિકોભાજપના સભ્યો છે. આ વર્ષમાં ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશમાં ભાજપના ૧૮ કરોડથી સભ્ય સંખ્યા વધીને ૨૫કરોડને પાર પહોંચશે એવું અનુમાન છે. 
  દેશમાં ભાજપના ૧૮ કરોડથી વધુપ્રાથમિક સભ્યો નોંધાયેલા છે. દરેક ક્ષેત્રના કાર્યકર્તાઓ પક્ષમાં કાર્યરત. ખેડૂતો, વ્યાપારીઓ, મજદૂરો, ડૉક્ટરો, વકીલો, ઉદ્યોગપતિઓ, મહિલાઓ તથા વિવિધ ક્ષેત્રના બુદ્ધિજીવીઓ આજે પક્ષમાં સક્રિયછે. વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં સરમુખત્યારી જેવી પકડ ધરાવતી જિનપીંગની ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના ૯ કરોડ આસપાસ સભ્યો છે. ચાઈનીઝ કોમ્યુનિટી પક્ષ ૧૦૦ વર્ષ જૂનોપક્ષ છે. અમેરિકામાં હાલમાં જેનું શાસનછે તેવા ડેમોક્રેટિક પક્ષની સંખ્યા ૫ કરોડ આસપાસ છે. બીજા સામા પક્ષે રિપબ્લિકન પાર્ટીનાં સભ્ય સંખ્યા ૩.૫ કરોડ આસપાસ છે. ડેમોક્રેટિક પક્ષ ૧૯૫ વર્ષ જૂનો છે, જ્યારે રિપબ્લિક પક્ષ ૧૬૮ વર્ષ જૂનો પક્ષ છે. ભારતમાં કોંગ્રેસની સ્થાપના ૧૮૮૫ની સાલમાં થઈ હતી. જ્યારે ભાજપની સ્થાપના ૧૯૮૦ની સાલમાં થઈ હતી. તોપણ ભાજપની લોકપ્રિયતા અને દેશની સોચ બદલવાની હરણફાળ અકલ્પનીય છે. બ્રિટનના મુખ્ય બે પક્ષો પૈકી કન્ઝરવેટિવ પક્ષ ૧૮૮ વર્ષ અને લેબર પાર્ટી ૧૨૨ વર્ષ જૂનો પક્ષ હોવા છતાં ભાજપ જેટલી લોકપ્રિયતા તેમને મળી નથી. કર્મઠ કાર્યકતાઓ દેશમાં જ નહિ પણ, દુનિયામાંએકમાત્ર ભાજપ જ કાર્યકર્તાઓનો પક્ષ ગણાય છે. ભાજપની આન, બાન અને શાનનું પ્રતીક તેના કાર્યકર્તાઓ છે. કાર્યકર્તાઓ ભાજપની મૂડી ગણાય છે. કાર્યકર્તાઓ સક્ષમ, ત્યાગી, નિષ્ઠાવાન અને કર્તવ્યવાન છે. કાર્યકર્તાઓની તાકાત અનેતપસ્યાના કારણે પાર્ટીની તાકાત ઊભી થઈ છે. કાર્યકર્તાઓમાં પ્રબળ પારિવારિક ભાવના છે.રાજનીતિમાં હોવા છતાં નિઃસ્વાર્થભાવે સામાજિક કાર્યોમાં સેવારત રહે છે. રચનાત્મક આંદોલનો જનસંઘથી લઈ ભાજપા સુધી પક્ષના વિકાસ વિસ્તારના કાર્યકતાઓએ ચલાવેલાં રચનાત્મક આંદોલનો અને કાર્યક્રમોનો મોટો ફાળો રહ્યો છે. 
  ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને દેશમાં હિન્દુત્વવાદી રાજકીય પાર્ટીની જરૂરિયાત જણાતાં ૨૧ઑક્ટોબર, ૧૯૫૧ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના
કરી હતી પાર્ટી માટે એમનું બલિદાન વિસરી શકાય એમ નથી. ભાજપાની સ્થાપના ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૮૦માં થઈ હતી. ભાજપાનું પ્રથમ અધિવેશન મુંબઈના બાન્દ્રાપાસે, ૨૮ ડિસેમ્બર ૧૯૮૦માં યોજાયું હતું. ભાજપના સ્થાપક અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીજીએ તેમના સવા કલાકના અધ્યક્ષીય પ્રવચનમાં કાર્યકર્તાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રવચન દરમિયાન ૨૨ વખત તાળીઓ પડીહતી. અટલજીના પ્રવચનની શરૂઆતના શબ્દો હતા “ભાજપાનું અધ્યક્ષપદ કોઈ અલંકારની વસ્તુનથી. આ પદ નહિ, જવાબદારીછે, પ્રતિષ્ઠા નહિ, પરીક્ષા છે, અધિકાર નહિ, અવસર છે. ભાજપની પંચનિષ્ઠાઓ સૌને આકર્ષી ગઈ. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્રમાં વિશ્વાસ, એકાત્મ માનવ દર્શન, હકારાત્મક બિનસાંપ્રદાયિકતા અર્થાત્ સર્વધર્મ સમભાવ અને મૂલ્યનિષ્ઠ રાજનીતિ છે. 
  ભાજપ સ્થાપના દિને સંકલ્પ આજે દરેક કાર્યકર્તા લેશે અને લેવડાવશે કે - પક્ષની રાષ્ટ્રવાદી, રાજકીય, સંગઠનાત્મક વિકાસયાત્રાને આગળ ધપાવવા હું સતત પ્રયતશીલ અને કર્તવ્ય શીલ રહીશ, ભાજપા દેશની વધુ શક્તિશાળીઅને સફળ પાર્ટી બને તેવા તમામ પ્રયાસ કરીશ. ભાજપાના કલ્યાણલક્ષી અને
વિકાસલક્ષી નીતિઓ અને કાર્યોનો પ્રજામાં પ્રસાર કરીશ. સમાજ અને સત્તા વચ્ચે સેતુની ભૂમિકા નિભાવીશ. હકારાત્મક, રચનાત્મક અને વિચારાત્મક સંગઠનની પ્રવૃત્તિને વેગ આપીશ. હું રાષ્ટ્રની અને ગુજરાતનીઅસ્મિતાનું જતન કરીશ. હું આધુનિક, સદાચારી અને સ્વાભિમાની ભારતના નિર્માણના કાર્યને મારું જીવન ધ્યેય બનાવીશ.  
   ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ  સી. આર. પાટીલે પોતાના જન્મદિને ફરી કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં
આપણે તમામ ૧૮૨ બેઠકો પર વિજય મેળવવાનો છે. અધ્યક્ષના આ આહવાહનને આપણે સ્વીકારી સંકલ્પબદ્ધ બનીએ કે તમામ ૧૮૨ બેઠકો પર ભાજપાને વિજયી બનાવવા હું માંરી તમામ શક્તિ કામે લગાડીશ. 
  ખરેખર ભાજ૫, સક્ષમ નેતૃત્વ અને સમર્પિત કાર્યકર્તાઓના સંકલ્પબળ દ્વારા વિચાર, વિકાસ અને વિશ્વાસનું રાષ્ટ્ર નિર્માણકરવામાં આગેકૂચ કરી રહી છે, જે ભાજપાના દરેક કાર્યકર્તાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે. આ દીવસ ભાજપા માટે સાચા અર્થમાં ગૌરવરૂપ બન્યો છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ