ભરૂચ પોલીસ હેડ કવાર્ટર ખાતે બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનીસ ગ્રાઉન્ડનુ લોકાર્પણ
✍️મનિષ કંસારા
ભરૂચ: ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનીસ ગ્રાઉન્ડનુ લોકાર્પણ કરવામાં આવેલ હતુ. જેમાં ભરૂચ જીલ્લા કલેક્ટર તુષારભાઈ ડી. સુમેરા, પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જીલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી તથા ભરૂચ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા તથા કંપનીઓના હોદ્દેદારો હાજર રહ્યા હતાં. બેડમીન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનીસ ગ્રાઉન્ડનુ લોકાર્પણ કલેક્ટર તથા પોલીસ અધિક્ષકના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ પોલીસ હેડ કવાર્ટર ખાતે ભરૂચ જીલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોના CSR ફંડમાંથી રૂપિયા એક કરોડ પાંચ લાખનું અનુદાન બિરલાગ્રેસીમ સાયખા, ઓપેલ કંપની દહેજ, એમ. આર. એફ. કંપની દહેજ તરફથી તેમજ જીલ્લાના અન્ય ઔદ્યોગિક એકમો તરફથી ફાળવવામાં આવ્યુ હતું. સદર ગ્રાઉન્ડ પોલીસ પરિવાર તથા ભરૂચ જીલ્લાના બાળકો અને આશાસ્પદ યુવાનોની કારકિર્દીને પ્રોત્સાહન તેમજ પ્રેક્ટીસ મળી રહે તે હેતુસર તેઓના ઉજ્જવળ ભવિષ્ય સારૂ તૈયાર કરવામાં આવેલ છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment