મુંબઈ મેડીકલ કોલેજોમાં એડમિશન અપાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગનાં આરોપીને પકડી પાડતી ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ

મુંબઈ મેડીકલ કોલેજોમાં એડમિશન અપાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગનાં આરોપીને પકડી પાડતી ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ 

 ✍️ મનિષ કંસારા

ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીનાબેન પાટીલ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચ નાઓ ની સુચના અને માર્ગદર્શન આધારે.

  ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. પાર્ટ-એ ૧૧૧૯૯૦૧૨૨૧૦૧૭૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી) મુજબનાં કામનાં આરોપી સતીષ ઉર્ફે વિશાલ s/o ભુપતભાઈ કાનાણી રહે.- પ્લોટ નંબર-રર, શિવનગર સોસાયટી, સુદામા ચોક મોટા વરાછા સુરત તથા અન્ય આરોપીઓએ ફરીયાદીના દિકરા મોહસીન પટેલને મુંબઈ સાયન ખાતે આવેલ લોકમાન્ય તિલક હોસ્પિટલમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા-૪૩,૦૦,૦૦૦/- (તેતાલીસ લાખ) ની છેતરપિંડી કરેલ. જે ઉપરોક્ત આરોપીને શોધી કાઢવા ટેકનીકલ સર્વેલન્સની મદદના આધારે માહિતી મળેલ કે ઉપરોક્ત આરોપી બેંગલોર કર્ણાટક ખાતે છુપાયેલ હોય જેથી તેમને પકડી લાવી ભરૂચ શહેર "બી" ડિવિઝન પોલીસ સ્ટેશન લાવેલ છે. જે આરોપીને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. 


 આરોપીઓની એમ.ઓ.: આ કામના આરોપીઓ જે વિદ્યાર્થીઓને મેડીકલ કોલેજમાં એડમિશન લેવાનું હોય પરંતું તેમનુ મેરીટ નીચું હોય અને સિલેક્શન થાય તેમ ના હોય તેવા વિદ્યાર્થીઓનો સંપર્ક કરી વિદ્યાર્થીઓને મેડીકલ કોલેજના ડેપ્યુટી ડિન સાથે મુલાકાત કરાવી ડેપ્યુટી ડિન વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ મેડીકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પડાવી બાદ એડમિશન ના આપી ગુનાને અંજામ આપેલ 


કબ્જે કરેલ મુદ્દામાલઃ (૧) મોબાઇલ ફોન-૦૪ કિં.રૂ.- ૨૦,૦૦૦/- (૨) ACER કંપનીનુ લેપટોપ: ૦૧ કિં.રૂ.૧૫,૦૦૦/- 


કુલ મુદ્દામાલ કિં.રૂ.૩૫,૦૦૦/- 


ઉપરોક્ત કામગીરી ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એ. બી. ચૌધરી, અ.હે.કો. ધર્મેન્દ્રકુમાર બાબુલાલ બ.નં.૯૧૩, પો.કો. સુહેલ ગુલામભાઈ બ.નં.૭૭૭ સાયબર ક્રાઇમ પો.સ્ટે. ભરૂચ  તથા પો.કો. વિપીનભાઈ કનુભાઈ બ.નં.૨૭૮ કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ પો.સ્ટે.ભરૂચ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"