રાજપીપળામાં મહારાષ્ટ્રીયનોએ નવ વર્ષ તરીકે ગુડી પડવા પર્વની ઉજવણી કરી

રાજપીપળામાં મહારાષ્ટ્રીયનોએ નવ વર્ષ તરીકે ગુડી પડવા પર્વની ઉજવણી કરી

 ઘરના ઉંબરે ગુડી ઉભારી ગુડી નું પૂંજન કર્યું


ભગવાન બ્રહ્માએ આજના દિવસે સુષ્ટિનું સર્જન કર્યું હતું


તસવીર-રિપોર્ટ: દીપક જગતાપ, રાજપીપળા

રાજપીપળા: ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાને ગુડી પડવા કે વર્ષ પ્રતિપદા  કહેવામાં આવે છે. આ દિવસે હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. ભગવાન બ્રહ્માએ આજના દિવસે સુષ્ટિનું સર્જન કર્યું હતું. ભગવાને આ દિવસે પ્રતિપદા તિથિને સર્વોત્તમ તિથિ કહી હતી. તેથી તેને સુષ્ટિનો પ્રથમ દિવસ પણ કહે છે. સુષ્ટિના પ્રથમ દિવસને ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે.  


  આજે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયનોએ આજે ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ગુડી પડવા પર્વની ઉજવણી કરી હતી. મહારાષ્ટ્રીયનોએ નવા વસ્ત્રો પરિધાન કરી ઘરના ઉંબરે ગુડીને શણગારી પૂજન કર્યુંહતું. મહારાષ્ટ્રીયન સ્ત્રીઓએ પોતાની પારંપારિક પોશાક નવવારી સાડી પરિધાન કરી પુરુષોએ કુર્તા પાયજામા પહેરી ગુડી પૂજન કર્યું હતું. 

  ગુડી પડવાના દિવસે અભ્યંગ સ્નાન કરવામાં આવે છે.  

  રાજપીપળાનાં મહારાષ્ટ્રીયન મહિલા જ્યોતિબેન જગતાપે જણાવ્યું હતું કે આજે ગુડી પડવો એ અમારા મહારાષ્ટ્રીયનોનું નવું વર્ષ ગણાય છે. આજથી અમારું નવું વર્ષ શરૂ થતું હોઈ આજના દિવસ થી શુભ કાર્યોનો પ્રારંભ થાય છે. ગુડી પડવાનો દિવસ આ સાડાત્રણ મુહૂર્ત પૈકીનો એક છે. નવા ઘરમાં રહેવા જવું. કીંમતી વસ્તુઓની ખરીદી કરવી. વગેરે બાબતો માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે, અને નવું પંચાંગ પણ શરૂ થાય છે. શાલિવાહન શકની શરૂઆત (હિંદુ કાળગણના પ્રમાણે) જ આ દિવસે થઇ હતી.  

  આ દિવસે મહારાષ્ટ્રીયનો ઘરના આંગણામાં પાંચ પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાંઓમાં આંગણામાં ગાયના છાણથી લીંપીને તેની પર આ રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી (લાકડી) ઊભી કરવામાં આવે છે. ગુડીની ષોડશોપચાર પૂજા કરવામાં આવે છે. ગુડી ઊભી કરતાં પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવામાં આવે છે. તેને હળદર-કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડી, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હારડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર  સાડી પહેરાવાય છે.  

  આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતિકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઉભી કર્યા પછી તેના પર હળદર-કંકુ ચડાવવામાં આવે છે. ઘરના પ્રવેશ દ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે.

#gujaratnivau

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ