દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કારતૂસ નંગ-૪ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ
✍️ મનિષ કંસારા
ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા , વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ડૉ. લીનાબેન પાટીલ ભરૂચના ઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર નો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા તેમજ ATS ચાર્ટર મુજબની કામગીરી અન્વયે પો.ઇન્સ. કે. ડી. મંડોરા નાઓએ ટીમને કાર્યરત કરતાં એસ.ઓ.જી. ટીમના પોલીસ અધિકારી/પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન હે.કો. હરેશ રામકૃષ્ણ નાઓને મળેલ સચોટ બાતમી આધારે વિલાયત ચોકડી ઉપરથી આ કામના આરોપીઓ લાયસન્સ પરવાના વગરની દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૦૧ કિં.રૂ.૨૫,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ-૦૪ કિં.રૂ.૪૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા સદર ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ભરૂચ નાઓ કરી રહેલ છે.
પકડાયેલ આરોપીઓ: (૧) મન્ટુકુમાર સિપાહી રાય રહે.જખુઆ, થાના-રીવીગંજ જી.છપરા(બિહાર) (૨) કમલરાય બાલચંદરાય રહે.કટરા નેવાજી ટોલા થાના-રીવીગંજ જી.છપરા(બિહાર)
પકડાયેલ મુદ્દામાલ: (૧) લાયસન્સ પરવાના વગરનુ અગ્નિશસ્ત્ર પિસ્તોલ નંગ-૦૧, કિં.રૂ.૨૫,૦૦૦/- (૨) કારતુસ નંગ-૦૪, કિં.રૂ.૪૦૦/- (૩) રોકડા રૂ. ૧૬૦/- (૪) મોબાઇલ ફોન નંગ-૧, કિં.રૂ. ૫૦૦/- મુદ્દામાલ કુલ કિં.રૂ. ૨૬,૦૬૦/-
ઉપરોક્ત કામગીરી પો.ઈન્સ. કે. ડી. મંડોરા, પો.સ.ઇ. પી. એમ. વાળા, પો.સ.ઇ. એમ. આર. શકોરીયા, હે.કો. હરેશ રામકૃષ્ણ, હે.કો. ગોવિંદરાવ લક્ષ્મણરાવ, હે.કો. શૈલેષભાઈ ઈશ્વરભાઈ, હે.કો. વરસનભાઈ શંકરભાઈ, હે.કો. અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ, પો.કો. મેહુલભાઈ અરવિંદભાઈ નાઓએ ટીમવર્કથી કરેલ છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment