Posts

Showing posts from July, 2021

નર્મદા જિલ્લાની દિશા મીટીંગ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષ સ્થાને મળી

Image
નર્મદા જિલ્લાની દિશા મીટીંગ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષ સ્થાને મળી   આજ રોજ સવારે ૧૧ કલાકે નર્મદા જિલ્લાની દિશા મીટીંગ   મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં હાજર રહી જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં જુદા જુદા વિભાગનાં પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.  (૧) જેમાં તાપી આધારિત શુદ્ધ પીવાનું પાણીના પ્રોજેક્ટ અંતર્ગત સાગબારા તાલુકા તથા ડેડીયાપાડા તાલુકાના બધા જ ગ્રામજનોના ઘરે ઘર-ઘર નળ યોજના દ્વારા પાણી પહોંચતું નથી, તે બાબતે તેઓનું ધ્યાન દોરવામાં આવ્યું.  (૨) તદુપરાંત નરેગા યોજના બાબતે સરપંચોશ્રીઓની  રજૂઆતો હતી કે જીલ્લાની સ્થાનિક એજન્સીઓને કામ મળે, તે માટે ચર્ચા થઈ હતી. (૩) તેમજ મોવી ચોકડી થી ડેડીયાપાડાને જોડતો નવો રસ્તો બન્યા પછી બે મહિનાની અંદર જ તુટી જવા પામ્યો છે. તે કોન્ટ્રાક્ટરને તેના જ ખર્ચે અને તેના જ જોખમે આ રસ્તો બનાવવામાં આવે, તે અંગે ધ્યાન દોર્યું હતું. આમ જિલ્લાના ગ્રામ વિકાસને લગતા જેવા કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના,અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, વોટર શેડ, પાણી પુરવઠા, વાસ્

કોરોનાકાળમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય અપાશે

Image
કોરોનાકાળમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય અપાશે પ્રતિકાત્મક તસવીર  🔸 મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેવા અનુરોધ      ભરૂચઃ કોરોના કાળ માર્ચ-૨૦૨૦ થી આજ દિન સુધીમાં માતા અને પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય આપતી “મુખ્યમંત્રીશ્રી બાળ સેવા યોજના” અમલમાં છે. કોરોના કાળ માર્ચ-૨૦૨૦ થી આજ દિન સુધીમાં એક વાલી(માતા કે પિતા) ગુમાવનાર બાળકોને પણ સરકારશ્રી દ્વારા સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ યોજનાઓ માટે કોઈ પણ આવક મર્યાદા નથી. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જુની કલેક્ટર કચેરી, કણબીવગા ભરૂચનો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. મનિષ કંસારા, ભરૂચ. 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

જેતપુરપાવી તાલુકાનાં સાલોજ ગામે ઉચ્છ નદી પરના નીચા છલીયાથી ગ્રામજનો તકલીફમાં

Image
જેતપુરપાવી તાલુકાનાં સાલોજ ગામે ઉચ્છ નદી પરના નીચા છલીયાથી ગ્રામજનો તકલીફમાં ચોમાસા દરમિયાન છલીયા પરથી પાણી જતું હોઈ ગ્રામજનો તકલીફમાં છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાનાં જેતપુરપાવી તાલુકાનાં સાલોજ ગામ નજીક ઉચ્છ નદી પર વર્ષોથી છલીયુ બનાવવામાં આવેલ છે. આ છલીયા(નાળા) પરથી ગ્રામજનો આવ-જા કરે છે. છલીયુ નીચું હોવાથી ચોમાસામાં ઘણીવાર તેની ઉપરથી પાણી જાય છે. છલીયા પરથી પાણી જતું હોય ત્યારે ગ્રામજનોને ધરોલીયા ભીંડોલ થઈને કલારાણી તરફ જવામાં હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોએ પાણી ઓસરવા સુધી રાહ જોવી પડે છે.    સાલોજ ગામે ઉચ્છ નદી પર આ છલીયા નજીક નવો પુલ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ પુલ પરથી સાલોજ ગામમાં આવવાનાં રસ્તા અંગે કોઈ આયોજન થયેલું નથી. તેથી ગ્રામજનો માટે નદી ઓળંગવા છલીયુ જ ઉપયોગી છે. ચોમાસા દરમિયાન છલીયા પરથી પાણી વહેતું હોય ત્યારે એમ્બ્યુલન્સને પણ ગામમાં આવવામાં મુશ્કેલી પડે તેમ હોવાથી આ બાબતે કોઈ યોગ્ય આયોજન કરીને ગ્રામજનોને પડતી હાલાકી નિવારાય તે જરુરી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને આજે ઉચ્છ નદીમાં પાણી આવતાં છલીયા પરથી પાણી વહેતું જોવાં મળ્યું હતું.  ફૈજાન ખત્રી, કલારાણી, જિ.છોટાઉદ

ઝઘડીયા નાં નવી તરસાલી ગામે જુગાર રમતાં પાંચ ઈસમો ઝડપાયાં

Image
ઝઘડીયા નાં નવી તરસાલી ગામે જુગાર રમતાં પાંચ ઈસમો  ઝડપાયાં રાજપારડી:  ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં નવીતરસાલી ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં હતાં. મળતી વિગતો મુજબ રાજપારડી  પીએસઆઇ જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે નવી તરસાલી ગામની પ્રાથમિક શાળાની પાછળની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે મળેલ બાતમીનાં આધારે  છાપો મારતાં કેટલાક ઈસમો કુંડાળું કરી જાહેરમાં જુગાર રમતાં જણાયાં હતાં. પોલીસે જુગારીયાઓને કોર્ડન કરીને પાંચ ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. જુગારીઓ પાસેથી કુલ રૂપિયા ૫૧૩૦ રોકડા પોલીસે કબજે કર્યાં હતાં.   રાજપારડી પોલીસે મુસ્તાક ગુલામભાઈ શેખ, મોહંમદભાઇ  હુસેનભાઈ મલેક, ગુલામ મહંમદ જમીરમીયા ગરાસીયા, મકદુમ  હુશેનભાઈ શેખ તમામ રહેવાસી તરસાલી તા. ઝઘડિયા અને  શનુ મગનભાઈ માછી રહે. ટોથીદરા તા. ઝઘડિયા વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.  ગુલામહુશેન ખત્રી, રાજપારડી, જિ.ભરૂચ . 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

ઝઘડિયા ખાતે વાહન ચેકિંગ દરમિયાન ચોરીની મોટરસાયકલ સાથે બે ઈસમો ઝડપાયાં

Image
ઝઘડિયા ખાતે વાહન ચેકિંગ દરમિયાન ચોરીની મોટરસાયકલ સાથે બે ઈસમો ઝડપાયાં   રાજપારડી: ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે ચોરીની મોટરસાયકલ સાથે બે ઈસમો ઝડપાયા હતા. મળતી વિગત મુજબ આજે ઝઘડિયા પી.આઇ. વસાવા અને પોલીસ ટીમ ઝઘડીયા નાં  વાલીયા ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગમાં હતાં. ગુજરાત સરકાર દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત આપેલ મોબાઇલ પોકેટ કોપમાં વાહન સર્ચ કરતા હતાં, તે દરમિયાન એક મોટરસાઇકલ પર બે ઈસમો અંક્લેશ્વર તરફથી ઝઘડીયા તરફ આવતાં તેઓ શંકાસ્પદ જણાતાંં, તેમની તપાસ કરવામાં આવતાં તેમની પાસે આરટીઓને લગતાં જરૂરી કાગળો તથા અન્ય આધાર પુરાવા મળ્યાં નહતા.    તપાસ કરતા મોટરસાયકલ સુરત જિલ્લાનાં અન્ય ઈસમની હોવાનું જણાયું  હતું અને તેના વિરુદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ હોવાની પણ જાણ થઈ હતી. પોલીસે મોટરસાયકલ સવાર આ  બે ઈસમો પાસેથી રોકડા રૂપિયા, ત્રણ મોબાઇલ તથા અન્ય સામાન મળી કુલ  ૪૫,૧૬૦ રૂ.નો મુદ્દામાલ  કબજે કર્યો હતો અને શેતાન નાથુભાઈ સંગાડા તેમજ પરેશ શેતાનભાઈ સંગાડા મૂળ રહેવાસી દેવકા, ખાંદલા જીલ્લો જામ્બુવા મધ્યપ્રદેશની વિરુધ્ધ ગુનો નોંધી  કાયદેસર  કાર્યવાહી હાથ ધરી હતી. ગુલામહુશેન ખત્રી, રાજપારડી,

ઝઘડિયા તાલુકાનાં સરસાડ ગામે કેળનો ઉભો પાક કાપી નુક્શાન કરાયું

Image
ઝઘડિયા તાલુકાનાં સરસાડ ગામે કેળનો ઉભો પાક કાપી નુક્શાન  કરાયું   🔶કોઈ અજાણ્યા વિઘ્નસંતોષી ઈસમોએ ૧૨૨ જેટલી કેળાની લુમો  કાપી નાંખી   રાજપારડી: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરસાડ ગામે રહેતા વિક્રમસિંહ પ્રતાપ સિંહ મહિડાની  સરસાડ ગામની સીમમાં ૧૫ એકર જેટલી જમીન આવેલી છે.તેમણે ચાલુ સાલે છ એકર જેટલી જમીનમાં કેળનું વાવેતર કરેલુ છે. ગતરોજ વિક્રમસિંહ મહિડા તેમના ખેતરે જતા હતા તે દરમિયાન તેમના ભત્રીજાએ તેમને  ફોન કરીને જણાવ્યું હતું કે આપણા ખેતરમાં કોઈએ કેળની લુમો કાપી નાખેલ છે.આ સાંભળીને તેઓ  ખેતરે ગયા હતા. ખેતરમાં  જઇને જોતા તેમના ખેતરમાં કેળના કાપેલા કાચા લુમ  જમીન ઉપર પડેલા હતા. ખેતરમાં  તપાસ કરતાં કુલ ૧૨૨ નંગ જેટલા કેળના લૂમ કપાયેલા હતા, જેમાં ૮૦ જેટલી કેળની લૂમો થડ સાથે કપાયેલી હતી.    કોઈ અજાણ્યા વિઘ્નસંતોષી ઈસમોએ ખેતરમાં ૧૨૨ જેટલી કેળની લુમો કાપી નાખીને આ  ખેડૂતને રુ. ૪૦ હજાર  જેટલું નુકસાન કર્યુ હતુ.આ ઘટના અંગે  વિક્રમસિંહ પ્રતાપસિંહ મહિડા રહેવાસી સરસાડ તા.ઝઘડિયાએ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ઝઘડીયા તાલુકામાં કેળનુ વાવેતર વિપુલ પ્રમાણમાં થાયછે.ઘણ

જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિની કલેક્ટરશ્રી નાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

Image
જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિની કલેક્ટરશ્રી નાં  અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ  ભરૂચઃ ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાના અધ્યક્ષસ્થાને ફરીયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.  કોરોના નાં કારણે ઘણાં લાંબા સમયબાદ યોજાયેલી આ બેઠકમાં જિલ્લાનાં જિલ્લાનાં શહેર-તાલુકાઓના જમીનની માપણી, જમીન, સર્વે, મકાનને લગતાં વધારાનાં બાંધકામ, બૌડાના પ્રશ્નો, પોલીસને લગતા પ્રશ્નો વિગેરે લગતી સમસ્યાઓ અંગેનાં સમાહર્તાશ્રીને પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. જેનો કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાએ નિકાલ કર્યો હતો.  આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલ, પ્રોબેશન ડીવાયએસપી, પ્રાંત અધિકારીશ્રી એન.આર. પ્રજાપતિ, સબંધિત અધિકારીશ્રીઓ, વિગેરે ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મનિષ કંસારા, ભરૂચ. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

શિક્ષકોનાં પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતનાં શિક્ષકો બીજા તબક્કાનાં આંદોલનનાં માર્ગે

Image
શિક્ષકોનાં પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતનાં શિક્ષકો બીજા તબક્કાનાં  આંદોલનનાં માર્ગે 7મી ઓગષ્ટના રોજ નર્મદાનાં શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી "મૌન ધરણા" નાં કાર્યક્રમમાં જોડાશે રાજપીપલા:  ગુજરાતનાં માધ્યમિક અને ઉ.મા. શિક્ષકોનાં પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતનાં શિક્ષકો હવે બીજા તબક્કાનાં આંદોલનનાં માર્ગે વળ્યાં છે. જેમાં 7મી ઓગષ્ટના રોજ નર્મદાનાં શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી "મૌન ધરણાં" નાં કાર્યક્રમમાં જોડાશે.   ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષક સંઘ મહામંડલના આદેશઅનુસાર આદેશ કરતાં જણાવ્યું છે કે આથી અનુદાનિત માધ્યમિક અને ઉ.મા. જિલ્લા શહેર ઘટક સંઘોના પ્રમુખ-મહામંત્રી અને હોદ્દેદારો તથા કારોબારી સભ્યો અને શિક્ષક ભાઈઓ અને બહેનોને આદેશ આપવામાં આવે છે કે, આપણા અગત્યનાં મુખ્ય ચાર પડતર પ્રશ્નો: (૧) પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવા બાબત. (૨) સાતમાં પગાર પંચનું એરિયર્સ પાંચ હપ્તામાં ચુકવવા સંદર્ભ–૨ થી જાહેરાત કરેલ આમ છતાં અમોને છેલ્લાં ત્રણ વર્ષનાં હપ્તા રોકડમાં ચુકવાયેલા નથી. જે તાત્કાલિક ચુકવવા રજૂઆત કરી છે. (૩)બિનશરતી

વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરતાં ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો પકડી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

Image
વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરતાં ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો પકડી પાડતી ભરૂચ એસ.ઓ.જી. ભરૂચ:  ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે.   એસ.ઓ.જી. ભરૂચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.ડી. મંડોરા નાઓની સુચના આધારે પો.સ.ઇ. શ્રી એમ.આર. શકોરીયા તથા પો.સ.ઈ. શ્રી એન.જે. ટાપરીયા તથા એસ.ઓ.જી. સ્ટાફનાં માણસો એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી કરવાં સારૂ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એ.એસ.આઈ. પ્રદિપભાઈ રમેશભાઈના ઓને બાતમીદાર થી બાતમી મળેલ કે અંદાડા ગામ નજીક નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ હોટલ શિવકૃપાની સામે ગેરકાયદેસર બાયોડિઝલ ભરેલ ટેન્કર નંબર-GJ-12-BV-9446 નું ઉભેલ છે. જેથી આ અંગે મામલતદાર શ્રી અંક્લેશ્વરના ઓને સાથે રાખી કાર્યવાહી કરતાં ટેન્કર નંબર-GJ-12-BV-9446 માં ગેરકાયદેસર બાયોડિઝલ મળી આવેલ, જે અંગે કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ એસ.ઓ.જી. ભરૂચ ચલાવી રહેલ છે.  પકડાયેલ આરોપી:- (૧) GJ-12-BV-9446 ટેન્કરના ડ્ર

પાણીની આવક/ સિઝનમાં પહેલી વખત ઓરસંગનો જોજવા આડબંધ ઓવરફ્લો થયો.

Image
પાણીની આવક/ સિઝનમાં પહેલી વખત ઓરસંગનો જોજવા આડબંધ ઓવરફ્લો થયો   છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા ગણાતી ઓરસંગ નદીમાં પાણીની સારી આવક થતાં જોજવા ગામ પાસે આવેલો આડબંધ આ સિઝનમાં પહેલી વખત જ ઓવરફ્લો થયો હતો. ઓરસંગ છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા ગણાય છે. જોજવા પાસે ઓરસંગ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી અને સંખેડા વચ્ચે જોજવા ગામ આવેલું છે. જોજવા ગામ પાસે ગાયકવાડી સ્ટેટ વખતનો આ બંધ ઓરસંગ નદી ઉપર બનેલો છે. આ આડબંધ થકી પાણી કેનાલ મારફતે વઢવાણા તળાવ સુધી પહોંચે છે.    વઢવાણા ફિડર કેનાલ દ્વારા વઢવાણા તળાવ સુધી પહોંચતાં પાણીથી વઢવાણા તળાવ ભરાય છે. આ તળાવનાં પાણી ડભોઇ અને સંખેડા તાલુકાનાં ગામોને મળે છે. વિતેલા 24 કલાક દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ ઓરસંગ નદીનાં કેચમેંટ વિસ્તારમાં પડવાનાં કારણે મંગળવારથી જ પાણીની સારી આવક શરૂ થઇ હતી.   પાણીની આવક થવાનાં કારણે જોજવા ગામ પાસે બંધાવેલ આડબંધ સિઝનમાં પહેલી વખત જ ઓવરફ્લો થયો છે. અહિંયા જોજવા પાસે ઓરસંગ નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળે છે. ઓરસંગ નદીની રેતી બાંધકામ મ

ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યાનો મામલો

Image
ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યાનો મામલો   ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યાનો મામલો અમદાવાદ: સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈને ફટકારી આજીવન કેદની સજા 25 હજારનો દંડ અને IPC કલમ 404 મુજબ 3 મહિનાની સજા અને 2 હાર રૂપિયા દંડ આરોપી જીવે ત્યાં સુધી કેદની સજાની માંગણી કરવામાં આવી હતી #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

દૈનિક ભાસ્કર જૂથ પર આઈટી દરોડા

Image
દૈનિક ભાસ્કર જૂથ પર આઈટી દરોડા  BIG BREKING NEWS દૈનિક ભાસ્કર જૂથ પર આઈટી દરોડા    મધ્યપ્રદેશનાં ભોપાલ અને ઈન્દોર, રાજસ્થાનનાં જયપુર, ગુજરાતમાં અમદાવાદ અને મહારાષ્ટ્રનાં કેટલાક સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલુ છે.   આવકવેરા વિભાગ દેશનાં સૌથી મોટા મીડિયા હાઉસ દૈનિક ભાસ્કર ગ્રુપના ઘણાં સ્થળો પર દરોડા પાડી રહ્યું છે.   આઇટી સૂત્રો કહે છે કે જૂથ દ્વારા કરચોરીની માહિતી બાદ દરોડા પાડવામાં આવી રહ્યાં છે. #gujaratnivacha

ભરૂચ જિલ્લામાં ફળ, શાકભાજી, ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતાં વેચાણકારો/ખેડૂતો માટે સંદેશો

Image
ભરૂચ જિલ્લામાં ફળ, શાકભાજી, ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતાં વેચાણકારો/ખેડૂતો માટે સંદેશો   ભરૂચઃ ભરૂચ જિલ્લામાં ફળ અને શાકભાજીના નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રીના વિતરણ માટે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન બાગાયત માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૧૫/૦૮/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકાયેલ છે. જે વેચાણકર્તા મિત્રો ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન બાગાયત ખાતાની યોજના મારફત આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય, તેઓએ https://ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર પોતાનાં ગામનાં ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઈન્ટરનેટ ઉપરથી અથવા અંત્રેની કચેરીમાં સવારનાં ૧૧:૦૦ કલાકથી સાંજનાં ૦૫:૦૦ કલાક દરમ્યાન કરી શકશો. જે માટે આધારકાર્ડ, રેશનકાર્ડ તથા ગ્રામસેવજ/તલાટીશ્રીનો વેચાણ કરતાં હોવાં  અંગેનો દાખલો (ગ્રામ્ય વિસ્તાર માટે) તેમજ ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન દ્વારા ઈશ્યુ કરેલ ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનું ઓળખપત્ર (શહેરી વિસ્તારો માટે) અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ ઉપર જણાવેલ સાધનિક કાગળો સાથે દિન-૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, ગુજરાત ગેસ કંપનીની સામે, સોન તલાવડી – ભોલાવ ભરૂચ ફોન

ભરૂચ જિલ્લામાં રહેતાં ટ્રાન્સજેન્ડર વ્યકિતઓ પોતાની ઓળખ જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકશે

Image
ભરૂચ જિલ્લામાં રહેતાં ટ્રાન્સજેન્ડર વ્યકિતઓ પોતાની ઓળખ જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકશે   ભરૂચઃ ભરૂચ જિલ્લામાં રહેતા ધ ટ્રાન્સજેન્ડર વ્યકિતઓને જણાવવાનું કે, ભારત સરકારનાં રાજ પત્ર નંબર -૬૪ ધ ટ્રાન્સજેન્ડર વ્યકિતઓ (અધિકારોનું રક્ષણ) અધિનિયમ ૨૦૧૯ તથા નિયમો,૨૦૨૦ અમલમાં છે. જેની કલમ ૫,૬,૭, માં ટ્રાન્સજેન્ડર વ્યકિતઓ તેની ઓળખ માટે પ્રમાણપત્ર મેળવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી ભરૂચને ભારત સરકારશ્રીના નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર (NATIONAL PROTAL FOR TRANSGENDER PERSONS) પર્સન્સમાં નિયત કરેલ નમૂનામાં ટ્રાન્સજેન્ડર વ્યકિત તરીકેની જાતિ અંગેનું ઓળખનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી  https://transgender.dosje.gov.in/ ની વેબસાઇટ પર કરી શકે છે. જેમાં અરજદારે પોતાની ઓળખ માટે  પુરાવા તરીકે રૂપિયા  ૫૦/- નોન જયુડીશીયલ સ્ટેમ્પ, આધાર કાર્ડ,ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ વગેરે પ્રમાણપત્ર રજુ કરવાનાં રહેશે. તેમજ વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી,બહુમાળી બિલ્ડીંગ ભોયતળીયે, કણબી વગા ભરૂચ ઓફિસ, ફોન નંબર ૦૨૬૪૨-૨૬૩૮૨૩ પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકાર

જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા કરાતી રજૂઆતોને વ્યાજબી, સમયસર અને ઝડપી ઉકેલ દ્વારા પ્રજાભિમૂખ વહિવટની પ્રતિતિ કરાવવાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાનો અનુરોધ

Image
જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા કરાતી રજૂઆતોને વ્યાજબી, સમયસર અને ઝડપી ઉકેલ દ્વારા પ્રજાભિમૂખ વહિવટની પ્રતિતિ કરાવવાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાનો અનુરોધ 🔸ભરૂચ ખાતે જિલ્લા સંકલન-સહ ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠક Advertisements ભરૂચઃ ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી. મોડિયાએ જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા લોક પ્રશ્નોની કરાતી રજૂઆતોની જિલ્લા પ્રસાશન નાં વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ સુધી પહોંચતાં આવા પ્રશ્નો-રજૂઆતો સંદર્ભે સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરાયેલી જરૂરી કાર્યવાહી અને તેના ઉકેલ અંગેની સચોટ જાણકારી સંબંધિત જનપ્રતિનિધિશ્રીઓ-પદાધિકારીશ્રીઓને સાચી વિગતોથી તેઓ અવગત થાય તેવી કાર્યપ્રણાલી વિકસાવવા ખાસ અનુરોધ કર્યો છે. આમ કરવાથી સાચી સમજણ, પૂરતી જાણકારી કે કોમ્યુનીકેશન ગેપનાં અભાવે ઉભી થતી નકારાત્મક-ગેરસમજની બાબત ચોક્કસ ટાળી શકાશે, તેવો દ્રઢ વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.   જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, ધારાસભ્યોસર્વશ્રી દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણા, સંજયસિંહ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચૌધરી, જિલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચૂડાસમા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે