કેવીકે નર્મદા દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત ફાર્મર્સ સાયન્ટિસ્ટ ઇંટ્રેકસન કાર્યક્રમ યોજાયો
કેવીકે નર્મદા દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત ફાર્મર્સ સાયન્ટિસ્ટ ઇંટ્રેક્સન કાર્યક્રમ યોજાયો
આઠ ગામોમાંથી ૧૨૪ ખેડૂત ભાઈ બહેનોનોએ ભાગ લીધો
રિપોર્ટ: દીપક જગતાપ, રાજપીપલા
રાજપીપલા: કેવીકે નર્મદા ધ્વારા જળશક્તિ અભિયાન અંતર્ગત ફાર્મર્સ સાયન્ટિસ્ટ ઇંટ્રેક્સન કાર્યક્રમ આયોજિત થયો હતો. જેનો મુખ્ય ઉદેશ ખેડૂતના મંતવ્યો જાણીને વિષય અનુરૂપ વૈજ્ઞાનિકો ચર્ચા કરે. કુલ આઠ ગામોમાંથી ૧૨૪ ખેડૂત ભાઈ બહેનોનોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કેવીકે નર્મદાના ડૉ.પી. ડી. વર્મા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ સર્વે આમંત્રિત મહેમાનો તેમજ ખેડૂત ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત કરીને જણાવ્યું કે જળ હી જીવન છે. પાણી નું મહત્વ જાણો. પાણી નો બચાવ કરો. ખેતી માટે ખાસ ટપક સિચાઈનો ઉપયોગ કરો. મુખ્ય જુવાર સશોધન કેન્દ્ર, સુરતથી પધારેલ ડૉ. બી. કે. દાવડા, સશોધન વૈજ્ઞાનિકે ઓછા પાણીથી પાકે તેવા પાકોની ખેતી કરવાની સલાહ આપીને જણાવ્યું હતું કે જુવાર, શણ, મગ જેવા પાકોની સુધારેલી જાતો વાપરીને વધૂ ઉપજ લઈ શકાય છે.
કામધેનુ યુનિવર્સિટિથી આવેલ ડૉ. ઈશમિથે મત્સ્ય પાલન કરીને ખેડૂતોની આવક બમણી કરવાના જુદા જુદા નવીન વિચારો રજૂ કર્યા. એક્વેરિયમની રંગબેરંગી માછલીઓ નો ઉછેર, વેલ્યુ એડીસનથી વેપાર, ખેતરમાં પોંડ બનાવીને મત્સ્ય પાલન વિગેરે વાતો વિગતવાર કરી.
કેવીકે નર્મદાના ડૉ.એચ. આર. જાદવ (વૈજ્ઞાનિક-પાક સંરક્ષણ) ઉનાળુ પાકોમાં આવતા રોગો-જીવાતોની ચર્ચા કરી તેના નિયંત્રણ વિષે માર્ગદર્શન આપેલ. કાર્યક્રમના અંતમાં કેવીકે ફાર્મની વિઝિટ કરવામાં આવી હતી.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment