Posts

Showing posts from November, 2022

ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ

Image
ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ   GUJARAT NI VAACHA #gujaratnivacha 🔸 એસ.એસ.ટી, એફ.એસ.ટી, વી.એસ.ટી, વી.વી.ટી. વગેરે ટીમો દ્વારા ક્ષેત્રીય કામગીરી 🔸ભરૂચ જિલ્લામાં ૭૦ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત #gujaratnivacha  ✍️ મનિષ કંસારા  ભરૂચ: વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ માટે  ચૂંટણી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ૭૦ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ, રોકડની હેરફેર, હથિયારો, લીકર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર બાજ નજર રાખવા સહિત વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી થઈ રહી છે.         નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ભરૂચના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.    આ માટે ભરૂચના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં  SST-સ્ટેટીક સર્વેલન્સ ૨૧ ટીમ, FST-ફલાઇંગ સ્કવોડની

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ

Image
હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ ' ચાલો ઉજવીએ અવસર લોકશાહીનો - વિધાનસભા ચૂંટણી ૨૦૨૨' 'હું મતદાન અવશ્ય કરીશ' ✍️ મનિષ કંસારા  ભરૂચ: જિલ્લાભરમાં મતદાન જાગૃત્તિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે રંગોળી તૈયાર કરવામાં આવી  હતી.            વિધાનસભાના ચૂંટણીમાં વધુને વધુ મતદારોને મતદાન કરે તેવો અનુરોધ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયો છે. ભરૂચ ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 અંતર્ગત ભરૂચ જિલ્લાની વિધાનસભા બેઠક પર તા.1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે.     'ચાલો ઉજવીએ અવસર લોકશાહીનો- વિધાનસભા ચૂંટણી ૨૦૨૨' - 'હું મતદાન અવશ્ય કરીશ'ના સૂત્રો સાથેની કલાત્મક રંગોળી કરી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો.  આપની માહિતી આપવા સંપર્ક કરો મનિષ કંસારા #manishkansara   6352918965 kansaramanish4@gmail.com   #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

જિલ્લા ચૂંટણી અધિકારી તુષારભાઈ સુમેરા તથા જિલ્લા પોલીસ વડા ડો. લીનાબેન પાટીલે જિલ્લાનાં મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી

Image
જિલ્લા ચૂંટણી અધિકારી તુષારભાઈ સુમેરા તથા જિલ્લા પોલીસ વડા ડો. લીનાબેન પાટીલે જિલ્લાનાં મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી ✍️ મનિષ કંસારા ભરૂચ: જિલ્લા ચૂંટણી અધિકારી તુષારભાઈ સુમેરા તથા જિલ્લા પોલીસ વડા ડો. લીનાબેન પાટીલે જિલ્લાનાં મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી.     આ વેળાએ  દરેક મતદાન મથક ખાતે યોગ્ય ઢાળ (Proper gradient) વાળો Ramp હોવો જોઇએ તથા અન્ય તમામ ખાતરીપૂર્વક ની લઘુત્તમ સુવિધાઓની (AMF) ચકાસણી કરવામાં આવી હતી. મતદાન મથક સ્થળ કે જ્યાં ચાર કે ચારથી વધુ મતદાન મથકો આવેલ છે તેવા સ્થળનાં પ્રાંગણમાં શક્ય હોય ત્યાં સુધી આવવા (Entry) અને જવા (Exit) માટેના દરવાજા (Gate) અલગ રાખવામાં આવે તેની ખાતરી કરવામાં આવી હતી. કોઇ મતદાન મથક ભીડભાડ વાળી જગ્યાએ આવેલ હોય તો મતદાનનાં દિવસે વાહનનાં પાર્કીંગની તથા Queue Managementની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તથા મતદારોને તે મતદાન મથક સ્થળ સુધી પહોંચવામાં કોઇ અગવડતા ન પડે તેની ચોકસાઇ કરવામાં આવી હતી. જોખમી મતદાન મથકો ખાતે પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે અને લોકો નિર્ભય રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી ખાતરી કરી હતી.            

કોર્નીઅલ અંધત્વ મુક્ત ભારત અભિયાન ને સફળ બનાવવા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને જૈન સોશિયલ ગ્રુપના સહયોગ થી બે ચક્ષુદાન

Image
કોર્નીઅલ અંધત્વ મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા  સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને જૈન સોશિયલ ગ્રુપના સહયોગ થી બે ચક્ષુદાન  ✍️ મનિષ કંસારા  ભરૂચ: સદગત મણીલાલ મગનલાલ જાદવ ઉંમર 92 વર્ષ ૪૯ આમ્રપાલી સોસાયટી લિંક રોડ ભરૂચ તારીખ 6/11/2022 ના રોજ દેવલોક થતાં પરિવારજનોએ ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો હતો.      સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને જૈન સોશિયલ ગ્રુપના ગીરીશભાઈ પટેલ અને સંજયભાઈ તલાટી અને અરુણભાઈ નો સંપર્ક કર્યો હતો. નાહર આઈ બેંક જયાબેન મોદી હોસ્પિટલના શ્રીજાબેન, ડોક્ટર અંજનાબેન, ડોનેટ લાઇફ ના ગૌતમભાઈ મહેતા નાં સાથ સહકારથી ચક્ષુદાન મેળવવામાં આવ્યું હતું. જાદવ પરિવારનાં ઉમદા નિર્ણય માટે સમાજ હંમેશા પરિવારનાં આભારી રહેશે. આપની માહિતી આપવા સંપર્ક કરો મનિષ કંસારા #manishkansara  📱 63529 18965 Mail Adress: kansaramanish4@gmail.com #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ 3 નવેમ્બરે સાંજે 5:00 વાગ્યે થશે

Image
શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ 3 નવેમ્બરે સાંજે 5:00 વાગ્યે થશે ૧૯૫૫ થી યોજાય છે લોક સંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો મુલાકાતીઓ માટે સુરક્ષા અને સુલભતા સાથે ઊભી કરાય છે સાત્વિક આનંદની તમામ વ્યવસ્થાઓ ✍️ મનિષ કંસારા   ૧૯૫૫ થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે ૦૩ નવેમ્બરે સાંજે ૦૫:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક નાં વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.     છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.     મેળામાં મનોરંજનનાં સાધનો, ખાણીપીણીનાં સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગનાં હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયા નો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, તેમજ પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોનાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.     કાર્તિકી પૂર્ણિમાના મેળાનાં ૦૫ દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થી

અંગત જીવન ની ડાયરી ના વિચારો અંતર્ગત નુતન વર્ષ માં એક નવો વિચાર...Share with?!

Image
અંગત જીવન ની ડાયરી ના વિચારો અંતર્ગત  નુતન વર્ષ માં એક નવો વિચાર... Share with?!   ✍️ ગૌતમ દવે (શિક્ષક)    આપણે એક એવા યુગમાં, એક એવી સદીમાં આગળ વધી રહ્યા છીએ જ્યાં સતત વ્યક્તિગત અને સામાજિક વિચારધારા માં પરિવર્તન આવી રહ્યું છે... મોબાઇલ અને ઈન્ટરનેટ ની એ દુનિયા છે આ જ્યાં દરેક બાબતો હાથવગી છે... જેને આજની યુવાપેઢી મોર્ડન લાઈફ સ્ટાઈલ કહી રહી છે અને એ મોર્ડન લાઈફ સ્ટાઈલ ને અનુરૂપ પોતાની જાતને ફિટ કરવા સતત પ્રયત્નશીલ છે, સંઘર્ષ કરી રહી છે... જેની અસર વ્યક્તિગત જીવન , કૌટુંબિક વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા પર થાય છે.... આ સમયે share with ? એક નવા પોઈન્ટ નો ઉદભવ થયો...     આપણે દરેક એક સભ્ય સમાજમાં ઘરનાં સભ્યો થી લઈને સમાજ વ્યવસ્થાનાં ભાગ રૂપે વિવિધ વર્ગનાં, વિવિધ ક્ષેત્રનાં અલગ-અલગ માનસિક્તા ધરાવતા માનસપટલ સાથે જોડાયેલા છીએ... જેમાં ઘણાંબધાં વિચારો નું આદાન પ્રદાન, વસ્તુઓની આપ લે, એકબીજાનાં કપડાં થી લઈને ઘણું બધું share (આપ લે) કરતાં હોઈએ છીએ... આ દરેક પરિસ્થિતિમાં ક્યારેક સંબંધો માં એવા પ્રશ્ર્નો ઉદભવે છે કે મારી જોડે share (આપ લે) કરવું...  હવે હાલની સ્વતંત્ર વિચારધારા યુગમાં આ એક પક્ક

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

Image
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો   રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એટલે પ્રાકૃતિક કૃષિ:  મહામહિમ રાજ્યપાલ  -: મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત : - 🔸 પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશના ખેડૂતો અને ખેતી આત્મનિર્ભર બનશે 🔸એક સાથે અનેક પાકનું ઉત્પાદન મેળવવું તે પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત છે 🔸પ્રાકૃતિક કૃષિથી ઓછા ખર્ચે પૂરતું ઉત્પાદન મળે છે : જળ જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળે છે 🔸 ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનાં પ્રારંભે મોરબીની દુર્ઘટનામાં ભોગ બનેલા દિવંગતોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ  ✍️ મનિષ કંસારા  ભરૂચ: ગુજરાતનાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે... પરિસંવાદમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે. મહામહિમ રાજ્યપાલે