અંક્લેશ્વર શહેરમાં “બાપુનગર ઓવરબ્રીજ” પાસેથી આઇસર ટેમ્પામાં ભરી લઇ જવાતા શંકાસ્પદ પ્લાસ્ટીક, પતરાના બેરલો તથા નાના ડ્રમો મળી કુલ નંગ-૧૯૫ તથા આઇસર ટેમ્પા સહીત કુલ કિં. રૂ.૩,૧૭,૩૭૫/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

✍️મનિષ કંસારા

ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓ તરફથી જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સારૂ તથા મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવાના ઉદ્દેશથી જીલ્લામાં ભંગારના ગોડાઉન ચલાવતા તથા ભંગારની લે-વેચ કરતા ઇસમો ચેક કરી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે 

   ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી. એન. સગર ભરૂચ એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી. ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન અંક્લેશ્વર જુના ને.હા.નં-૦૮ ઉપર આવેલ બાપુનગર ઓવરબ્રીજ પાસે એક શંકાસ્પદ આઇસર ટેમ્પાને રોકી લઇ તપાસ કરતા પ્લાસ્ટીકના તથા પતરાના બેરલો નંગ-૫૬ તથા પ્લાસ્ટીકના નાના ડ્રમ નંગ-૧૩૯ નો મુદ્દામાલ અંગેના બિલ તથા આધાર પુરાવા વગરનો મળી આવતા બેરલો તથા ડ્રમ ગુનાહીત પ્રવૃત્તિથી મેળવેલ હોવાનું જણાઇ આવતા પ્લાસ્ટીકના બેરલો તથા પતરાના બેરલો તેમજ પ્લાસ્ટીકના નાના ડ્રમ તથા આઇસર ટેમ્પો મળી કુલ કિં.રૂ. ૩,૧૭,૩૭૫/- નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પા ચાલકની અટકાયત કરી ક્રિમીનલ પ્રોસીજર કોડની સલંગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર શહેર પો.સ્ટે.મા સોંપવામાં આવેલ છે. 

અટકાયત કરેલ ઇસમ: વિષ્ણુભાઈ ગોમાનભાઈ વસાવા રહે.-સીલુડી તા.-વાલીયા જી.-ભરૂચ 

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ: (૧) શંકાસ્પદ પ્લાસ્ટીકના બેરલો તથા પતરાના બેરલો તેમજ પ્લાસ્ટીકનાં નાના બેરલો ફુલ નંગ-૧૯૫ કિં. રૂ.૧૭,૩૭૫/- (૨) આઇસર ટેમ્પા નંબર-GJ-16-AU-2564 કિં. રૂ.૩,૦૦,૦૦૦/- 

કુલ મુદ્દામાલ:  કિં.રૂ.૩,૧૭,૩૭૫/-

 કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનાં નામ: પો.સ.ઇ. જે. એન. ભરવાડ તથા હે.કો. અજયભાઈ, હે.કો. દિલીપકુમાર, હે.કો. વર્ષાબેન એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા ટીમવર્કથી કામગીરી કરવામાં આવેલ છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"