Posts

Showing posts from June, 2022

ઝઘડિયા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્રણ વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું

Image
ઝઘડિયા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્રણ વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું  ✍️ ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ  🔸 બે દાયકા દરમિયાન ગુજરાતે ઉર્જા ક્ષેત્રે મોટી પ્રગતિ કરી છે-:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભરૂચ:   ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત  મિશન ગ્રાઉન્ડ ખાતે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં  ઝઘડિયા તાલુકાના વણાકપોર ૬૬ કેવી સબ સ્ટેશન સહિત અન્ય ત્રણ સબ સ્ટેશનોનો ઇ લોકાર્પણ તેમજ અન્ય એક સબ સ્ટેશનના ભુમિ પુજનનો કાર્યક્રમ યોજાયો હતો.      ઝઘડિયા ખાતે આજરોજ યોજાયેલ ભવ્ય લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જીલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, ધારાસભ્યો દુષ્યંત પટેલ તથા અરુણસિંહ રાણા, જીલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા સહિત વિવિધ અધિકારીઓ, જેટકોના અધિકારી ઉપેન્દ્ર પાન્ડે ઉપરાંત તાલુકા જીલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન આયોજિત આ લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રીએ વિતેલા ૨૦ વર્ષો દરમિયાન ઉર્જા ક્ષેત્

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને તેનાં સબ સેન્ટર્સ ખાતે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ“ની ભવ્ય ઉજવણી કરાઇ

Image
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને તેનાં સબ સેન્ટર્સ ખાતે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ“ની ભવ્ય ઉજવણી કરાઇ ✍️ મનિષ કંસારા    ભરૂચ: “ ‘યોગા ફોર હ્યુમેનિટી’(માનવતા માટે યોગ)” આપણો ભારત દેશ યોગ ગુરૂ ગણાય છે. આપણી આ પ્રાચીન વિરાસતને વિશ્વ સમુદાય સમક્ષ ઉજાગર કરીને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનું ગૌરવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને અપાવ્યુ છે.      આઝાદીની લડત દરમ્યાન મહર્ષિ અરવિંદ અને સ્વામી વિવેકાનંદે લોકોને આદ્યાત્મિક અને યોગના માધ્યમ થકી વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો. જેને પ્રચાર પ્રસાર માધ્યમો થકી વેગવંત બનાવવા આજ રોજ અત્રેની જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તથા તેનાં સબ સેંન્ટર્સ સામોર, ઈલાવ, ઓચ્છણ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી ભારત સરકારની સુચના અને માર્ગદર્શન મુજબ “આઝાદીકા અમૃત મહોત્સવ” હેઠળ, યોગ નિષ્ણાંતોની હાજરીમાં આ ૮ માં યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી.     કાર્યક્રમમાં યોગાનું ડેમોસ્ટ્રેશન કરી યોગનું આપણાં સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે તેની સમજ સાથે યોગના વિવિધ આસનો દ્વારા યોગ કરાયા સાથે સ્કીલ એક્સિબિશન, સ્કીલ સંવાદ સેમિનાર, યોગા વર્કશોપ ક્વિઝનાં કાર્યક્રમો પણ કરવામાં આવ્યા. ર