Posts

Showing posts from September, 2022

“My Livable Bharuch” અંતર્ગત તા.રપ સપ્ટેમ્બર - ર૦રર ના રોજ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાશે

Image
 “My Livable Bharuch” અંતર્ગત   તા.રપ સપ્ટેમ્બર - ર૦રર ના રોજ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાશે ✍️ મનિષ કંસારા  ભરૂચ : "My Livable Bharuch"  તાજેતરમાં જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્વારા શરૂ કરાયેલ CSR પહેલ છે. જેનો ધ્યેય શહેરના નાગરિકો માટે Citizen Friendly બનાવવાનો અને શહેરનાં હેપ્પીનેસ ઇન્ડેક્ષને સુધારવાનો છે. આ પહેલ સંપૂર્ણ રીતે CSR અને સ્વયં પ્રેરિત લોક ભાગીદારી પર આધારિત છે.      આ પહેલ અંતર્ગત નીચેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. 🔸 મુખ્ય માર્ગો પર રાત્રીનાં સમય સાથે બે/ત્રણ વખત સફાઇ વ્યવસ્થા કરવામાં આવશે. દરરોજ અસરકારક રીતે ડોર ટુ ડોર ૪ સ્તરો પર કચરાનું પૃથ્થકરણ કરીને કચરાને ગાડીમાં આપવો  અને 100% કચરાનું યોગ્ય રીતે પ્રોસેસિંગ 🔸નાગરિકોની સંલગ્નતા વધારવા માટે જનજાગૃતિ અભિયાન શરુ કરવામાં આવશે.  🔸દિવાલ ચિત્રો (ભીંતચિત્રો), વૃક્ષારોપણ, શિલ્પો વગેરે દ્વારા શહેરને સુંદર બનાવવામાં આવશે 🔸ઘાટ, બગીચા, વર્ટિકલ ગાર્ડન, હેરિટેજ પ્લેસ રિસ્ટોરેશન, હોકર્સ ઝોન, પાર્કિંગનો વિકાસ. 🔸રાત્રી બજાર, હેપ્પી સ્ટ્રીટ, 4R(Reduce, Reuse, Recycle, Re-gift to the nature) પાર્ક વિકસાવવામાં આવશે. 🔸પરિવહન

કુખ્યાત પ્રોહિ બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થને નવસારી જિલ્લાનાં ગણદેવી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

Image
ભરૂચ જિલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં તથા હાલોલ રૂરલ પો.સ્ટે.ના મારામારીના ગુનામાં  વોન્ટેડ   કુખ્યાત પ્રોહિ બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થને નવસારી જિલ્લાનાં ગણદેવી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ   ભરૂચ જિલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં તથા હાલોલ રૂરલ પો.સ્ટે.ના મારામારીના ગુનામાં વોન્ટેડ કુખ્યાત પ્રોહિ બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થને નવસારી જિલ્લાનાં ગણદેવી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ✍️ મનિષ કંસારા  ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ નાઓએ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વોન્ટેડ કુખ્યાત આરોપીઓને પકડવા અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ આધારે.     પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવભાઈ બારોટ એલ.સી.બી. ભરૂચના ઓનાં માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સુચનાઓ અન્વયે ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા જિલ્લાની અન્ય બ્રાન્ચ/પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધ

ભરૂચ જિલ્લામાં “સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ” અભિયાન અંતર્ગત ૨,૨૫,૬૦૩ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લઇ ૯૮.૬૪ % જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી

Image
ભરૂચ જિલ્લામાં “સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ” અભિયાન અંતર્ગત ૨,૨૫,૬૦૩ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લઇ ૯૮.૬૪ % જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી ✍️ મનિષ કંસારા  ભરૂચ: જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.18 સપ્ટેમ્બર 2022 થી 20 સપ્ટેમ્બર-2022 સુધી ત્રિ-દિવસીય સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિ- દિવસીય સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ૨,૨૮,૭૨૧ બાળકોને પોલિયો રસીકરણમાં આવરી લેવાનાં લક્ષ્યાંક સામે ત્રણ  દિવસમાં ૨,૨૫,૬૦૩  એટલે કે  ૯૮.૬૪ % જેટલા બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગનાં અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા પોલિયો બુથની મુલાકાત લઇ સ્વયં કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.     અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૨થી શરૂ થયેલ સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાનાં ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલિયોના રસીના બે ટીપા પીવડાવવા કૂલ-૯૮૯ બુથ, ૫૭ ટ્રાન્ઝીટ ટીમ, ૩૧૨ મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં ઘરે ઘરે જઈને આ અભિયાનમાં તાલીમબદ્ધ ૪૨૧૬ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો આંગણવ