“કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ અંતર્ગત પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે:ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

 “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ અંતર્ગત પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

✍️ મનિષ કંસારા

ભરૂચ: સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જેના ભાગરૂપે “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પી.એમ.કિસાન યોજનાના વંચિત લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે. જે સંદર્ભે કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં કલેક્ટર તુષારભાઈ સુમેરાના અધ્યક્ષસ્થાને બેન્કોના, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.           

  આ બેઠકમાં લીડ બેંકના મેનેજર જીગ્નેશ પરમારે યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના પી.એમ.કિસાનના જે લાભાર્થીઓએ લોન માટેની કેસીસી (કિસાન ક્રેડીટ કાર્ડ)ની યોજનાનો લાભ લીધેલ ના હોય તેના માટે છે. કેસીસીની લોનનો લાભ ખાતાદીઠ મળવાપાત્ર છે તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે. પાક ધિરાણરૂા.૧.૬૦ લાખ સુધીની લોન માટે જમીન ઉપર બોજો કરવામાં આવશે નહીં પણ રૂા.૧.૬૦ થી વધુ ધિરાણ માટે જમીન ઉપર બોજો આવશ્યક છે. પાક ધિરાણ રૂા.૩ લાખ સુધીની લોન માટે વ્યાજદર ૭ ટકા રહેશે. જો આ લોનની ભરપાઇ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને ૪ ટકા વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ભરપાઇ કરવામાં આવશે તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના રૂા.૨ લાખ સુધીનું ધિરાણ મળવા પાત્ર થાય છે (સરકારના આદેશ પ્રમાણે સબસિડી નો લાભ કુલ ધિરાણ રકમ  રૂા.૩ લાખ સુધી જ મળવા પાત્ર છે) જો આ લોનની ભરપાઇ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તોજ અને જો ૩૬૫ દિવસની અંદર લોન ભરપાઇ કરવામાં નહી આવે તો બેન્કના નિયમ મુજબ વ્યાજદર રહેશે.

   કેસીસીનો લાભ લેવા લાભાર્થીઓએ ખેતીની જમીનની ૭-૧૨  ૮અ, ૬ હકક પત્રકની કોપી, પાકની વિગત, પોતાનું ઓળખપત્ર, અને એક ફોટો સાથે પોતાના ગામના પંચાયત સેક્રેટરી, સરપંચ તલાટી મંત્રી, દૂધ મંડળીના સેક્રેટરી, બેન્કમિત્ર, બેન્ક સખી મંડળ,નજીકના સીએસસી સેન્ટરને મળવાનું રહેશે. જેથી લાભાર્થીઓને આ યોજનાનું સરળ ફોર્મ ભરવા માટે મદદરૂપ થશે તથા વધુ માર્ગદર્શન મેળવી શકાશે જેમના મારફતે લોન અરજી ભરી ચકાસણી કરીને બેન્કમાં સુપ્રત કરવામાં આવશે. બેન્ક તેના ધારાધોરણ પરિપત્ર પ્રમાણે  લોન અરજી મંજૂર કરી કૃષિ લોન આપવામાં આવશે તેમ તેઓએ વધુમાં ઉમેર્યુ હતું.  

   બેઠકમાં કલેક્ટર તુષારભાઈ સુમેરાએ “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી”કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત અધિકારીગણને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડી ભરૂચ જિલ્લામાં દરેક ખેડુતને આ યોજના અંતર્ગત આવરી લઇ લાભ આપવા માટે આહવાન કર્યું હતું.   

   આ બેઠકમાં બેન્કોના વિવિધ અધિકારીઓ, સબંધિત વિભાગના અમલિકરણ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ