નવા વરાયેલા નર્મદાના એસપી પ્રશાંત ઝુંબેનો સપાટો IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા સટોડીયો ઝડપાયો

નવા વરાયેલા નર્મદાના એસ.પી. પ્રશાંત ઝુંબેનો સપાટો 
IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા સટોડીયો ઝડપાયો 

રૂ.૭૫,૪૮૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા 
રાજપીપલા: હાલ IPL ક્રિકેટ મેચ ચાલી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ હવે ઓનલાઇન સટ્ટો રમાતો હોવાની ચોકાવનારી વિગત બહાર આવી છે. નવા વરાયેલા નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત ઝુંબેએ IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટા રમતા ઈસમો સામે લાલ આંખ કરી છે. IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટા રમતા સટોડીયાને ઝડપ્યો છે. 
  પોલીસ સૂત્રોના અહેવાલ અનુસાર IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટા રમતા સટોડીયાને રૂ.૭૫,૪૮૦/-ના મુદ્દામાલ સાથે  એલ.સી.બી. નર્મદા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. 
  પ્રશાંત ઝુંબે, પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામી દેવા તેમજ હાલમાં ચાલતી IPL ક્રિકેટ મેચમાં ઓનલાઇન ચાલતા સટ્ટા-બેટીંગનો ધંધો કરતા ઈસમોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની સુચના આપતાં  એ. એમ. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો વોચમાં હતા. એ દરમ્યાન મળેલ  બાતમીને આધારે હજરપુરા ગામે પટેલ ફળીયામાં રહેતા રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુ પ્રવિણભાઈ પટેલ(રહે. હજરપરા તા.નાંદોદ) નો પોતાના ઘરમાં બેસી મોબાઇલ ફોન ઉપર ઓનલાઇન સટ્ટા-બેટીંગ રમે છે. અને પોતાના ઘરે ટી.વી. ઉપર હાલમાં ચાલી રહેલ લખનઉ સુપર જાયન્ટસ V/s દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ રહેલ ક્રિકેટ મેચનો ઓનલાઇન સટ્ટો રમી રહેલ છે. 
  જે બાતમી આધારે  હજરપુરા ગામે પટેલ ફળીયામાં એલ.સી.બી.ના સાથેના પોલીસ માણસો બાતમીવાળી જગ્યાએ આઇ.પી.એલ.-૨૦૨૨ના ક્રિકેટ મેચનો ઓનલાઇન સટ્ટો રમતા રાજેન્દ્રભાઈ ના ઘરે જુગારની રેઇડ કરતાં તેના પાસેનો મોબાઇલ લઇ ચેક કરતા તેમાં ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં વેબસાઇટ ઉપર યુઝરનેમ-પાસવર્ડ વડે લખનઉ સુપર જાયન્ટસ V/s દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ રહેલ ક્રિકેટ મેચનો ઓનલાઇનમાં સટ્ટા બેટીંગની લેવડ-દેવડની વિગતો મળી આવેલ. તેમજ તેના પાસેથી સટ્ટા બેટીંગ અંગેના રોકડા રૂ.૬૪,૪૮૦/- તથા મોબાઇલ-૧ કિં.રૂ.૫૦૦૦/- તથા ઓનીડા એલ.ઇ.ડી. ટી.વી.-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા સેટઅપ બોક્ષ-૧ કિં.રૂ.૧૦૦૦/-ના મળી કુલ કિં.રૂ. ૭૫,૪૮૦/-ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય જેથી તેના વિરૂદ્ધ જુગારધારા કલમ ૪,૫ મુજબ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ