Posts

Showing posts from October, 2022

ભરૂચ શહેરમાંથી સૌપ્રથમ વખત અંગદાન

Image
ભરૂચ શહેરમાંથી સૌપ્રથમ વખત અંગદાન  🔸 એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલીટી અને ટ્રોમા સેન્ટરથી ડોનેટ લાઈફ દ્વારા કરાવવામાં આવ્યું. ✍️ મનિષ કંસારા  ભરૂચ: લેઉવા પટેલ સમાજનાં પિયુષભાઈ જશુભાઈ પટેલનાં પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.     લિવરને સમયસર ભરૂચની એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલિટી અને ટ્રોમા સેન્ટર થી સુરતની કિરણ હોસ્પિટલ પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ અને સુરત શહેર પોલીસનાં સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.  નામ: પિયુષભાઈ જશુભાઈ પટેલ ઉં.વ.૩૮ બ્લડગ્રુપ: O+ve ફૂલોનાં વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. રહેવાસી: ૨, શ્રીજી પ્રવેશ, નર્મદા કોલેજની સામે, ઝાડેશ્વર, ભરૂચ. કૌટુંબિક વિગત: પિતા: જશુભાઈ છોટાભાઈ પટેલ ઉં.વ. ૭૩ માતા: બકુલાબેન જશુભાઈ પટેલ ઉં.વ.૭૦ પત્ની: અંકિતાબેન પિયુષભાઈ પટેલ ઉં.વ.૩૬ પુત્ર: જેનીશ પિયુષભાઈ પટેલ ઉં.વ.૧૬ અમદાવાદમાં આવેલ મુક્તિજીવન ઇંગ્લિશ હાઈસ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. પુત્રી : પ્રિન્સી પિયુષભાઈ પટેલ ઉં.વ.૮ ભરૂચમાં આવેલ સંસ્કાર

ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

Image
ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા  🔸 શ્રી સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને ભારત સરકારનાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા... ✍️ મનિષ કંસારા   શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતાં, મહાનુભાવોનું વીઆઇપી ગેસ્ટ હાઉસ ખાતે સ્વાગત ટ્રસ્ટ ના સેક્રેટરી યોગન્દ્રભાઈ દેસાઇ તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ કરેલુ હતું. મહાનુભાવોએ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતાં, મંદિરમાં આવેલ યાત્રીઓને દિપાવલી પર્વની શુભેચ્છાઓ આપી હતી. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

ફોર વ્હીલર ગાડીમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ

Image
ફોર વ્હીલર ગાડીમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડી  ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી  કાઢતી ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ ✍️ મનિષ કંસારા  ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ ડો. લીલાબેન પાટીલ નાઓ દ્વારા જીલ્લામાં પ્રોહિ/જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને દિવાળીનાં તહેવારો દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહિ/જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.     પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવભાઈ બારોટ એલ.સી.બી. ભરૂચના ઓનાં માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહિ/ જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન પી. એમ. વાળા પો.સ.ઇ. એલ.સી.બી. ભરૂચની ટીમ દિવાળી તહેવાર અનુસંધાને ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે “ને.હા.નંબર-૪૮ ઉપર માંડવા ગામ નજીક આવેલ ટોલ ટેક્ષ પરથી વોચ દરમ્યાન સફેદ કલરની ટવેરા ફોર વ્હીલર ગાડી નંબર-GJ-01-RJ-5871 માંથી" પ્રતિબંધિત ભારતીય બનાવટનાં વિદેશી દ

ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું ઉદ્દઘાટન અને લોકાર્પણ સમારોહ યોજાયો

Image
ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું ઉદ્દઘાટન અને લોકાર્પણ સમારોહ યોજાયો 🔸 ભરૂચની જનતા એ અદમ્ય સાહસ અને સંઘર્ષમાં સાથ આપી ગુજરાતના વિકાસમાં ભાગીદારી નોંધાવી છે.-ગૃહમંત્રી હર્ષ સંઘવી ✍️ મનિષ કંસારા  ભરૂચ: પોલીસ અધિક્ષકની કચેરી, કાળી તલાવડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિક્ષકની કચેરી ભરૂચ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે નવા મકાનનું ઉદ્દઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રિબન કાપીને બિલ્ડિંગને ખુલ્લું મુક્યું હતું.    સમારોહ પ્રસંગે પોલીસ અધિક્ષકની કચેરી, અંક્લેશ્વર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન, પાનોલી પોલીસ સ્ટેશન, ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું ઉદ્દઘાટન અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્ટેજ પરનાં મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. વડોદરા રેન્જ આઇજી એમ. એસ. ભરાડાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું.      તે સાથે નોટીફાઇડ એરિયાની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની સિસ્ટમ વિકસાવવામાં આવ્યુ છે તેનું પણ લોન્ચિંગ કર્યું હતું.      હર્ષ સંઘવીએ સંબોધન કરતા કહ્યું હતું કે, ભરૂચ એસ.પી. કચેરીની સુવિધા  કોર્પોરેટ કંપનીન

“કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત રાત્રીસભાનું આયોજન આમોદ ખાતે કરાયું

Image
 “કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત રાત્રી સભાનું આયોજન આમોદ ખાતે કરાયું 🔶 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ 🔶જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભાનું આયોજન થયું ✍️ મનિષ કંસારા, ભરૂચ  ભરૂચ: ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને જિલ્લાનાં ખેડુતો રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવા વગરની પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા હેતુસર જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, ભરૂચ, આત્મા પ્રોજેક્ટ સંયુક્ત પ્રયાસથી “કૃષિ ઉત્કર્ષ પહેલ” ની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને “કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત રાત્રી સભાનું આયોજન આમોદ તાલુકા ખાતે કરાયું હતું.       પ્રાકૃતિક ખેતીની અનિવાર્યતા     આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભરૂચ જિલ્લામાં ૧૦,૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનેક જાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવશે. તદ્ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી પેઢીને સાચવવા માટે પણ આ પ્રાકૃતિક ખેતીની અનિવા