અંક્લેશ્વર તાલુકાના અંદાડા ગામે તાલુકા કક્ષાનો બ્લોક આરોગ્ય મેળો ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો

અંક્લેશ્વર તાલુકાના અંદાડા ગામે તાલુકા કક્ષાનો બ્લોક આરોગ્ય મેળો ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો

 આરોગ્ય મેળાઓ થકી ઘરઆંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ આપીને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ મેળાઓ  ખૂબ જ આર્શિવાદરૂપ-: ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ 


આરોગ્ય મેળામાં નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ અને  સારવાર અપાઈ  તેમજ લાભાર્થીઓએ જુદી જુદી યોજનાના લાભ અપાયા


✍️ મનિષ કંસારા

ભરૂચઃ અંક્લેશ્વર તાલુકાના અંદાડા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલના પટાંગણ ખાતે તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળાનું ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય મેળામાં નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ અને  સારવાર અપાઈ હતી, તેમજ લાભાર્થીઓએ જુદી જુદી યોજનાના લાભ લીધા હતા.

  ગુજરાતભરમાં તા.૧૮મી થી ૨૨ એપ્રિલ દરમિયાન દરેક તાલુકા સ્થળે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવાનાં  ભાગરૂપે અંક્લેશ્વર ના અંદાડા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલના પટાંગણ ખાતે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ અંક્લેશ્વર તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળો  યોજાયો હતો. આ આરોગ્ય મેળાનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

  ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે  જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકા મથકો પર બ્લોક હેલ્થ આરોગ્ય મેળાઓનું આયોજન કરીને ઘરઆંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ આપીને એક આગવી પહેલ કરવાની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ મેળાઓ  ખૂબ જ આર્શિવાદરૂપ બની રહ્યા છે.  તેમણે ઉમેર્યું હતું કે ભરૂચ જિલ્લા આરોગ્યતંત્રની પ્રસંશનીય કામગીરીને લીધે આજે જિલ્લાના ગામડાના છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓનું ફલક પહોંચી ચૂક્યું છે તેમ જણાવ્યું હતું. અન્ય મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. આ બ્લોક હેલ્થ મેળામાં કુલ ૧૨ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ ઉપરાંત આયુષ્યમાન ભારત નેશનલ હેલ્થ આઈડી પણ જનરેટ કરવામાં આવ્યો હતો. આ વેળાએ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તેમજ  મહાનુભાવોના હસ્તે  બાળકોને ન્યુટ્રીશીયન કીટ પણ આપવામાં  આવી હતી તથા આયુષ્યમાન ભારત કાર્ડ તથા હેલ્થ કાર્ડ ના લાભાર્થીઓને કાર્ડ વિતરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.   

  આ આરોગ્ય મેળા અંતર્ગત  વિવિધ આરોગ્યલક્ષી સ્ટોલ જેમ કે, બાળરોગ, સ્ત્રી રોગ, આંખ રોગ, કાન રોગ, દંત રોગ, ડાયાબીટીસ, બ્લડપ્રેસર, કેન્સર, જનરલ ઓ.પી.ડી., કોવિડ તથા રસીકરણ તેમજ આયુર્વેદિક/હોમિયોપેથીક સારવાર વગેરેનું નિષ્ણાંત ડૉક્ટર દ્વારા વિનામૂલ્યે તપાસ અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આયુષ્યમાન ભારત કાર્ડ તથા હેલ્થ કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ, નવા કાર્ડ બનાવવા, રીન્યુ કરવા તેમજ લોકોના આરોગ્યની સુખાકારી માટે બિનચેપી રોગો અને સંક્રામક રોગોની પ્રાથમિક તપાસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી જીવવા માટે રોજીંદા જીવનની જીવનશૈલી કેવી હોવી જોઈએ તે અંગેની જાણકારી પુરી પાડવામાં આવી હતી. આ આરોગ્ય મેળામાં તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદભાઈ પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એસ. દુલેરા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા આરતીબેન પટેલ, અંદાડા ગામના સરપંચ નીરુબેન પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુશાંત કઠોરવાલા, તાલુકા  પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, જિલ્લા પંચાયતના સભ્યો, આગેવાન પદાધિકારીઓ, ગ્રામજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ