નબીપુર પો.સ્ટે.ના પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચ

નબીપુર પો.સ્ટે.ના પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચ 

✍️ મનિષ કંસારા

ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત ગાંધીનગરનાઓ તરફથી નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય તેમજ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીનાબેન પાટીલ નાઓ ની સુચના અનુસંધાને જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ.  ડી. આર. વસાવા નાં માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ ની ટીમ નાં માણસો જીલ્લાનાં બનેલ ગુનાઓમાં નાસતા-ફરતા તથા વૉન્ટેડ આરોપીઓ પકડવા સારૂ ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન બાતમી આધારે નબીપુર પો.સ્ટે. પાર્ટ સી-11199038220329 પ્રોહિ કલમ 65 એઈ 81 મુજબનાં ગુનાનો નાસતો-ફરતો એક આરોપી રોહીતભાઈ રણજીતભાઈ વસાવા ઉં.વ.21 ધંધો મજુરી રહે.લીમોદરા ગામ સુકવણા ફળીયા તા.ઝઘડીયા જી.ભરૂચનાને આજરોજ તા.15/04/2022 ના રોજ હસ્તગત કરવામાં આવેલ છે અને હાલની કોરોના વાઈરસ (covid-19) મહામારીની પરિસ્થિતિના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપીનો covid-19 ટેસ્ટ કરવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા નબીપુર પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે. 

  ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ નાં અ.હે.કો. મગનભાઈ, અ.હે.કો. નિલેશભાઈ, અ.હે.કો. ઈન્દ્રવદનભાઈ તથા પો.કો. અશોકભાઈ તથા વુ.પો.કો. નીતાબેનનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ