જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચર ફેકલ્ટીના ૧૯૮૪ ની બેચના વિદ્યાર્થીઓનું ૩૭ વર્ષે રીયુનિયન
✍️ નરેન્દ્રભાઈ દવે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે એગ્રીકલ્ચર ફેકલ્ટીના ૧૯૮૪ ની બેચના વિદ્યાર્થીઓનું ૩૭ વર્ષ પછી રીયુનિયન તા. ૨૬ તથા ૨૭ માર્ચ, ૨૦૨૨ દરમ્યાન યોજાયું હતું. આ રીયુનિયનમાં અંદાજે ૬૦ મિત્રોએ કપલમાં આવીને કોલેજના સંસ્મરણો વાગોળ્યા હતાં.
આ કાર્યક્રમ દરમ્યાન ૧૯૮૪ ની બેચના વિદ્યાર્થીઓ પૈકી કેટલાક સચિવ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ, પ્રોફેસર, એસીએફ, બેન્ક મેનેજર, જી. એસ. એફ. સી- જી. એન. એફ. સી. માં ડેપો મેનેજર, ફૂડ ઇન્સ્પક્ટર, સમાજ કલ્યાણ અધિકારી, કૃષિ તેમજ તેને સંલગ્ન કચેરીઓમે સારા હોદ્દાઑ પર બિઝનેસમેન સાથે, મલ્ટિનેશનલ કંપનીઓમાં સારા હોદ્દા પર કાર્ય કરી રહ્યા છે તેમજ વિદેશમાં પણ સ્થાઈ થયેલ છે. જેઓ તેમનો કીંમતી સામય કાઢી જૂની યાદો તાજી કરવા તેમના પરિવાર સાથે તેમની માતૃ સંસ્થા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ૧૯૮૪ બેચના વિદ્યાર્થી અને યુ.એસ.એ. માં સ્થાઈ થઈ બિઝનેસ કરતાં મહેશભાઈ ત્રિવેદીએ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ એનાયત કરવા યુનિવર્સિટીને અનુદાન આપવાની જાહેરાત કરી હતી તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અન્ય કઈ પ્રકારની જરૂરિયાત પડશે ત્યારે મદદ કરવા કટિબદ્ધ થયાં હતાં.
આ રીયુનિયન કાર્યક્રમનું આયોજન કરવા માટે ૧૯૮૪ બેચના વિદ્યાર્થી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઑ ડો. વી. આર. મલમ, નિવૃત્ત એસીએફ સી. પી. રાણપરિયાએ જહેમત ઉઠાવી હતી.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment