“કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ અંતર્ગત પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે:ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
“કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ અંતર્ગત પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ ✍️ મનિષ કંસારા ભરૂચ: સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જેના ભાગરૂપે “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પી.એમ.કિસાન યોજનાના વંચિત લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે. જે સંદર્ભે કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં કલેક્ટર તુષારભાઈ સુમેરાના અધ્યક્ષસ્થાને બેન્કોના, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લીડ બેંકના મેનેજર જીગ્નેશ પરમારે યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના પી.એમ.કિસાનના જે લાભાર્થીઓએ લોન માટેની કેસીસી (કિસાન ક્રેડીટ કાર્ડ)ની યોજનાનો લાભ લીધેલ ના હોય તેના માટે છે. કેસીસીની લોનનો લાભ ખાતાદીઠ મળવાપાત્ર છે તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે. પાક ધિરાણરૂા...