પ્રભાસક્ષેત્ર ખાતેથી શ્રી કૃષ્ણભગવાને વૈકુઠગમન કર્યું, તે દિવસે પ્રભાસક્ષેત્રમાં પ્રભાસોત્સવ અને ગોલોકધામ દિનની વિશેષ ઉજવણી થશે
પ્રભાસક્ષેત્ર ખાતેથી શ્રી કૃષ્ણભગવાને વૈકુઠગમન કર્યું, તે દિવસે પ્રભાસક્ષેત્રમાં પ્રભાસોત્સવ અને ગોલોકધામ દિનની વિશેષ ઉજવણી થશે પ્રભાસક્ષેત્ર ખાતેથી શ્રી કૃષ્ણભગવાને વૈકુઠગમન કર્યું, તે દિવસે પ્રભાસક્ષેત્રમાં પ્રભાસોત્સવ અને ગોલોકધામ દિનની વિશેષ ઉજવણી થશે.. પ્રભાસોત્સવઃ તા. 01/04/2022 ના સાંજે 7-30 થી “પ્રભાસોત્સવ” કાર્યક્રમ સંસ્કાર ભારતી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ મંદિર ઓડીટોરીયમ ખાતે ઉજવાશે, કલાસાધકો સંગીત-નૃત્ય-ગાયન ના ત્રિવેણી સંગમ સાથે સુરઆરાધના કરશે, જેમાં વિવિધ વૃંદો દ્વારા શિવ સ્તુતી નૃત્ય વિગેરેની પ્રસ્તુતી રજુ કરશે. આ કાર્યક્રમ તા.02/04/2022 ના પ્રતિપદાના સુર્યોદય સુધી અવિરત શરૂ રહેશે, આ પાવન દિવસે સુર્યના પ્રથમ કિરણો શ્રી સોમનાથ તીર્થધામ માં પડતાની સાથે જ કાર્યક્રમ સ્થળે સુર્યદેવના સુરોથી વધામણા કરવામાં આવશે. ગોલોકધામ દિન ગોલોકધામ ખાતે તા.02/04/2022 ના વિશેષ પૂજામાં વિગ્રહ પૂજન, વિષ્ણુયાગ, પાદુકાપૂજન સહિત ધ...