માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા એવી અસ્મિતા વિકાસ કેન્દ્ર-ત્રાલસા (જિ.ભરૂચ) ખાતે CSR ફંડમાંથી નવનિર્મિત વિવિધ પ્રોજેક્ટ નું જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તથા મહાનુભાવોના વરદહસ્તે થયેલું લોકાર્પણ

માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા એવી અસ્મિતા વિકાસ કેન્દ્ર-ત્રાલસા (જિ.ભરૂચ)  ખાતે 
CSR  ફંડમાંથી નવનિર્મિત વિવિધ પ્રોજેક્ટ નું જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તથા મહાનુભાવોના વરદહસ્તે થયેલું લોકાર્પણ

બાળકોમાં નાનપણથી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર, તંદુરસ્તી અને શિક્ષણ મળે તેવા સંસ્થાના પ્રયાસોને મંત્રી તથા મહાનુભાવો દ્વારા બિરદાવાયા.


સુકન્યા સમૃધ્ધ યોજના અંતર્ગત દિકરીઓના વાલીને મંત્રી, ધારાસભ્ય તથા મહાનુભાવોના હસ્તે પોસ્ટની પાસબુક અર્પણ


વિવિધ કંપનીઓના સહયોગથી તેઓના સીએસઆર ફંડમાંથી ગુરુકુલમ, બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, એજ્યુકેશન હોલ, કોમ્પ્યુટર કલાસીસ, બિલ્ડીંગ કલર, ૧૦કેડબલ્યુ સોલાર પ્લાન્ટ, રેઇન વોટર હોર્વેસ્ટીંગ, દાંતનું ફરતું દવાખાનાનું થયેલુ  લોકાર્પણ


દિવ્યાંગ બાળકો સમાજના તમામ વર્ગો સાથે મળીને સંકોચ વગર જીવી શકે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત ચિંતિત-:મંત્રી પૂર્ણેશ મોદી


✍️ મનિષ કંસારા

ભરૂચ: માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા એવી અસ્મિતા વિકાસ કેન્દ્ર -ત્રાલસા (જિ.ભરૂચ) ખાતે CSR  ફંડમાંથી નવનિર્મિત વિવિધ પ્રોજેક્ટ નું ઉદઘાટન જિલ્લા પ્રભારી મંત્રી અને માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના વરદહસ્તે સંપન્ન થયું હતું. 

  આ વેળાએ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીઆ, આગેવાન પદાધિકારીઓ, વિવિધ નામાંકિત કંપનીઓના આગેવાન પ્રતિનિધિઓ, અસ્મિતા વિકાસ કેન્દ્ર-ત્રાલસાના પ્રમુખ યશવંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.  

  આ પ્રસંગે સુકન્યા સમૃધ્ધ યોજના અંતર્ગત ૧૧૦૦ બાળાઓને લાભ આપવામાં આવ્યો તેના પ્રતિકરૂપે દિકરીના વાલીને મંત્રી પૂર્ણેશભાઈ, ધારાસભ્ય તથા મહાનુભાવોના હસ્તે પોસ્ટની પાસબુક અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ કંપનીઓના સહયોગથી તેઓના સીએસઆર ફંડમાંથી ગુરુકુલમ, બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, એજ્યુકેશન હોલ, કોમ્પ્યુટર કલાસીસ, બિલ્ડીંગ કલર, ૧૦કેડબલ્યુ સોલાર પ્લાન્ટ, રેઇન વોટર હોર્વેસ્ટીંગ, દાંતનું ફરતું દવાખાનાનું લોકાર્પણ મંત્રી પૂર્ણેશ મોદી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.  

  આ ઉપરાંત મંત્રી પૂર્ણેશ મોદીનું શાલ, સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. તથા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર સહિત મહાનુભાવો, દાતાઓ, પોસ્ટ ઓફીસના અધિકારી તથા ટ્રસ્ટીઓનું પણ સન્માન કરાયું હતું. 

  કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પ્રભારી મંત્રી અને માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા બાળકોમાં નાનપણથી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર, તંદુરસ્તી અને શિક્ષણ મળે તેવા પ્રયાસો થઇ રહ્યા છે જે સરાહનીય છે. બાળકો દ્વારા નાટયસ્વરૂપે જે કૃતિ રજૂ થઇ તે ખૂબ જ અદ્ભૂત હોવાનું જણાવી અસ્મિતા વિકાસ કેન્દ્રના તમામ સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિવિધ કંપનીઓ દ્વારા કરેલા સહયોગને પણ બિરદાવ્યા હતાં.    

  ભારતીય સંસ્કૃતિની  વિવિધ પરંપરાને વિવિધ દ્રષ્ટાંત સાથે સમજાવીને મંત્રીએ ઉમેર્યું હતું કે દિવ્યાંગ બાળકો સમાજના તમામ વર્ગો સાથે મળીને સંકોચ વગર જીવી શકે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત ચિંતિત છે તેમણે દિવ્યાંગોના કલ્યાણ માટે રાજ્ય સરકારની અનેક વિધ યોજનાઓની જાણકારી પણ આપી હતી. 

  ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની ખૂબ જ શુધ્ધ ભાવનાથી સેવા કરી રહ્યા હોવાનું જણાવી સંસ્થાના સેવાકીય કાર્યોની સરાહના કરી હતી. પૂર્વ સાંસદ ભારતસિંહ પરમારે સંસ્થા દ્વારા બાળકોને જે રીતે તૈયાર કરવામાં આવ્યા છે તેને બિરદાવ્યા હતાં. આગામી સમયમાં સુકન્યા નિધિમાં જિલ્લાની એક પણ દિકરી રહી ન જાય તે રીતે આયોજન કરાશે તેમ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીઆ, લુબ્રીઝોલ કંપની દહેજના કિશોરભાઈ ચૌહાણ, વિપુલભાઈ એ પ્રાસંગિક ઉદબોધનમાં સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.

 સંસ્થાના સ્થાપક પ્રવિણભાઈ પટેલે યુએસએથી મોકલેલ ઓડીયોમાં કાર્યક્રમની શુભેચ્છા પાઠવી માનવસેવાના ઉમદા કાર્યોમાં સહભાગી બનવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. સંસ્થાના પ્રમુખ યશવંતભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં સંસ્થાની રૂપરેખા જણાવી હતી.  

  આ વેળાએ બાળકો દ્વારા સુંદર સ્વાગત ગીત, નાટયકૃતિ તથા ડાન્સ રજૂ થયો હતો. જેમને મહાનુભાવો તથા ઉપસ્થિત સહુએ બિરદાવ્યો હતો. .   

  આ પ્રસંગે ભરૂચ પોસ્ટ વિભાગના અધિકારીગણ, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપના દિવ્યેશભાઈ પટેલ, નીરલભાઇ પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ મગનભાઈ હનીયા, મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ પટેલ, સંચાલક રાજેન્દ્રભાઈ પારેખ, ખજાનચી કિર્તીભાઈ પટેલ, ચંદ્રકાન્તભાઈ, તુષારભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, આચાર્યા મનીષાબેન ત્રિવેદી સહિત વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સર્વ રાહુલભાઈ શાહ, વિપુલભાઈ રાણા ભાવિકભાઈ હેમરાજભાઈ, રાકેશભાઈ ભટ્ટ શાંતિલાલ શાહ દાતાઓ, અસ્મિતા વિકાસ કેન્દ્ર સાથે સંકળાયેલ આગેવાનો તથા અન્ય ટ્રસ્ટીગણ, શિક્ષકો, બાળકો બાળકોના માતા-પિતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"