જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા આત્મનિર્ભર ભારત ઓપોરચયુનીટીસ ઈન સ્ટાર્ટ અપ એન્ડ એમ.એસ.એમ.ઈ. નો કાર્યક્રમ યોજાયો

જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા આત્મનિર્ભર ભારત ઓપોરચયુનીટીસ ઈન સ્ટાર્ટ અપ એન્ડ એમ.એસ.એમ.ઈ. નો કાર્યક્રમ યોજાયો


✍️ નરેન્દ્રભાઈ દવે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ના ફાર્મ મશીનરી અને પાવર ઈજનેરી વિભાગ હસ્તકનાં  ઈનકયુબેશન સેન્ટર ઓન પ્રીસીઝન ફાર્મ મિકેનાઈઝેશન તથા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ  એન્ડ ઇનોવેશન પોલીસી સેલ (એસ. એસ. આઈ. પી. એસ.) ના સંયુક્ત ઉપક્રમે નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ (આઈસીએઆર) અંતર્ગત આત્મનિર્ભર ભારત ઓપોરચયુનીટીઝ ઈન સ્ટાર્ટ અપ એન્ડ એમ.એસ.એમ.ઈ વિષય ઉપર એક દિવસીય કાર્યક્રમનું તારીખ ૨૮-૩-૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૯.૦૦ કલાકે ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના યુજી / પીજી વિદ્યાર્થીઓમાં ફાર્મ મીકેનાઈઝેશન ક્ષેત્રે એન્ટરપ્રીન્યુરશીપની સ્કીલ કેળવી અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા આત્મનિર્ભર બનાવવાનો હતો. જેને અનુરૂપ આ વિદ્યાશાખાના ૩૨૧ વિધાર્થીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપેલ તેમજ ૫૨૬ વિધાર્થીઓએ ઓનલાઇન વર્ચ્યુઅલ માધ્યમથી ઉત્સાહપૂર્વક હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવેલ.

  આ કાર્યક્રમના ઉદઘાટન સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવ દ્વારા કરવામાં આવેલ જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના કુલપતિ અને ચીફ પેટ્રોન પ્રો. (ડો.) એન.કે. ગોંટીયા, મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી ડાયરેકટર જનરલ (એજયુકેશન) અને એન.એ.એચ.ઈ.પી.ના રાષ્ટ્રીય નિયામકશ્રી ડો. આર.સી. અગ્રવાલ, સંશોધન નિયામકશ્રી અને પેટ્રોન ડો. ડી.આર. મહેતા,  માનવંતા મહેમાનો એમ.એસ.એમ.ઈ. ના આસીસ્ટન્ટ ડાયરેક્ટર ડો. કે. કે. ગોયલ,  યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના એકઝીકયુટીવ ડો. ગણેશ બોરા (ઓનલાઈન મોડથી), ફલોરા કન્સલટના ફાઉન્ડર મેનેજીંગ ડારેકટર ડો. પ્રવિણ શર્મા (ઓનલાઈન મોડથી) તેમજ ખાસ આમંત્રિતો તરીકે કૃષિ મહાવિદ્યાલય ના પ્રિન્સિપાલ અને ડીન ડો. એસ. જી. સાવલીયા, રિન્યુએબલ એનર્જી વિભાગના પ્રાધ્યાપક અને વડા તેમજ આઈ.ડી.પી. ના કો.પી.આઈ. ડો. પી. એમ. ચૌહાણ, સહસંશોધન નિયામક અને નોડલ ઓફિસર ડો. મોહનોત તેમજ આયોજકો માં પ્રાધ્યાપક અને વડા તેમજ ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો. કે. બી. ઝાલા, કો-ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી અને સહ પ્રાધ્યાપક ડૉ ટી.ડી.મહેતા અને કન્વીનર (આઈ.ડી.પી.) પ્રો. જી. ડી. ગોહીલ તેમજ બાગાયત કોલેજના પ્રિન્સિપાલ ડો. ડી. કે વરૂ, વેટરનરી કોલેજ ના પ્રીન્સીપાલ ડૉ. પી. એચ. ટાંક, ડૉ. એસ. જી સાવલિયા, કૃષિ કોલેજ તેમજ એગ્રી બિઝનેસ કોલેજ નાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. શિલ્પા ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહેલ.   

  આ કાર્યક્રમના ઓરગેનાઈઝીંગ સેક્રેટરી ડો. કે.બી.ઝાલા દ્વારા ઉપસ્થિત સર્વેનું શબ્દોથી તયારબાદ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ તેમજ સહસંશોધન નિયામકશ્રી અને નોડલ ઓફિસર ડો. પી. મોહનોત દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં જેમાં તેઓએ ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનવા અનુરોધ કરેલ. એમ.એસ.એમ.ઈ. ના આસીસ્ટન્ટ ડાયરેક્ટર ડો. કે. કે. ગોયલે તેમના વક્તવ્યમાં પરંપરાગત ખેતી માંથી આધુનિક ખેતી માં બદલાવ લાવી એમ.એસ.એમ.ઈ. અંતર્ગત વિવિધ પ્રકારના સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રીન્યુરશીપ ડેવેલોપમેન્ટ અંગેની કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ યોજનાઓ વિષે સવિસ્તાર માહિતગાર કર્યા. 

  આ ઉદઘાટન કાર્યક્ર્મના અધ્યક્ષ અને જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી પ્રો. (ડો.) એન. કે. ગોંટીયાએ તેમના ઉદબોધનમાં ખેતીમાં ભારતમાં વિકસાવાયેલ વિવિધ આધુનિક ટેકનોલોજીઓ અપનાવી કૃષિક્ષેત્રે આત્મનિર્ભર ભારતનું નવનિર્માણ કરવા હાંકલ કરેલ. તદુપરાંત, ડીજીટલ  મીકેનાઈઝડ માસ સ્કેલ પ્રોડક્શન સીસ્ટમ અપનાવવા ઉપસ્થિત સર્વેને અનુરોધ કરેલ. ઉદઘાટન સમારોહના અંતે કો-ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી અને સહ પ્રાધ્યાપક ડૉ ટી.ડી.મહેતા દ્વારા આભાર દર્શન કરવામાં આવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન પ્રો. બંસીબેન દેવાણી દ્વારા કરવામાં આવેલ. 

  આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ વિવિધ ટેકનીકલ સેશનોમાં વિવિધ ક્ષેત્રોમાંથી પધારેલા તજજ્ઞો ડો. કે. કે. ગોયલ, ડો. ગણેશ બોરા, શ્રી પ્રવીણ શર્મા, ડો. આશિષ પાટીલ, ડો. અજય જોશી, ડો. કાર્તિક અય્યર તથા શ્રી એ. આર. પાટીલ વિગેરેએ કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના યુજી / પીજી વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરએક્શન કરી સર્વેને રોમાંચિત કરેલ. 

  આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ફાર્મ મશીનરી અને પાવર વિભાગના તમામ સ્ટાફ તેમજ વિવિધ કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. 

 #gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"