ગણનાપાત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ભરૂચ શહેર 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન
✍️ મનિષ કંસારા
ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની અસામાજીક પ્રવુત્તિ ચલાવતા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગભાઈ દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ બાતમી આધારે મોજે મહાદેવનગર જ્યોતિનગર ખાતેથી પ્રતિબંધીત ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ/ટીન કુલ્લે બોટલ નંગ-૧૬૦ કિંમત રૂપિયા ૨૬,૦૦૦/- તથા એક ફોર વ્હીલ ગાડી કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂપિયા ૨,૨૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ચાલુ છે.
પકડાયેલ આરોપી: રૂષભ શ્યામુભાઈ વસાવા રહેવાસી-બી/૪૮ શ્રીનગર સોસાયટી તુલસીધામ પાસે ભોલાવ ભરૂચ
વોન્ટેડ આરોપી: ધ્રુવ ઉર્ફે જીનુ નિલેશભાઈ પટેલ રહેવાસી-મહાદેવ નગર જ્યોતિનગર ભરૂચ
કબ્જે કરેલ મુદ્દામાલ: પ્રતિબંધીત ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ/ટીન નંગ-૧૬૦ મળી કુલ્લે કિંમત રૂપિયા ૨૬,૦૦૦/- તથા હ્યુંડાઈ ફોર વ્હીલ વર્મા ગાડી નંબર MH-04-DB-4264 કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂપિયા ૨,૨૬,૦૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનાં નામ: પો.ઇન્સ. ડી. પી. ઉનડકટ, પો.સ.ઇ. એ. એ. વસાવા તથા ASI શૈલેષભાઈ ગોરધનભાઈ તથા HC સુનીલભાઈ શાંતિલાલ, HC વિજયસિંહ મજુભા, PC હરપાલસિંહ રાજેન્દ્રસિંહ, PC કિર્તીકુમાર ભાર્ગવભાઈ, PC દિવાનસંગ બળવતસંગ, PC રાજદિપસિંહ વિરમદેવસિંહ તથા PC મનોજભાઈ ભીમાભાઈ નાઓના ટીમ વર્કથી કામગીરી કરવામા આવેલ છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment