આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લામાં શેરી નાટકોના માધ્યમથી ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અંગેની માહિતી અપાઈ
✍️ મનિષ કંસારા
ભરૂચ: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-ભરૂચ દ્વારા સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં શેરી નાટકોના માધ્યમથી સ્વચ્છતા અંગેની માહિતી અપાઈ રહી છે. આ તબક્કે ગ્રામવાસીઓ દ્વારા સ્વચ્છતા અંગે સામૂહિક શપથ પણ લેવામાં આવી રહ્યા છે.
એસ.બી.એમ. ગ્રામીણના જિલ્લા કો-ઓર્ડીનેટર દિપક જે. પટેલ તથા સ્વચ્છ ભારત મિશનના આઈ.સી. કન્સલ્ટન્ટ જયેશ આર. પટેલ તથા તેમની ટીમ દ્વારા સ્વચ્છ ભારત મિશન(ગ્રા) અંતર્ગત તમામ ગામોમાં ખુલ્લામાં શૌચક્રિયા મુક્તના દરજ્જાને કાયમી ધોરણે ટકાવી રાખવી અને લોકોના માનસિક વર્તણુંકો પર ધ્યાન કેન્દ્રિત કરવા તથા ઘનને પ્રવાહી કચરા વ્યવસ્થાપન, વ્યક્તિગત અને સામૂહિક શોકપીટ, પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ તથા સ્વચ્છતા લક્ષી પ્રવૃત્તિઓ સુનિશ્ચિત કરવા શેરી નાટકોનું આયોજન કરી ગ્રામીણ લોકોમાં જાગૃત્તિ લાવવાનો સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment