તિલકવાડાના શીરા ગામે સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું મળતા હોબાળો
તિલકવાડાના શીરા ગામે સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું મળતા હોબાળો
ઉગ્ર વિરોધ દર્શાવી તિલકવાડા મામલતદારને ગ્રામજનોની રજૂઆત
તસવીર - રિપોર્ટ: દીપક જગતાપ, રાજપીપલા
રાજપીપળા: પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના શીરા ખાતે સસ્તા અનાજની દુકાન આવેલી છે. જે દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું આપવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દર વખતે અનાજ ઓછું આપતા હોવાની અને દુકાન સંચાલક દ્વારા ગ્રાહકો સાથે ખોટું વર્તન કરતા હોવાની પણ ગંભીર ફરિયાદો ઉઠવા પામી હતી. આ અંગે ગ્રાહકોએ ઉગ્ર વિરોધ નોંધાવી તિલકવાડા મામલતદાર આર. જે. ચૌહાણ ને લેખિતમાં રજૂઆત કરી દુકાન સંચાલક સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શીરા ગામેઆવેલ સસ્તા અનાજની દુકાનમાં ગોધામ અને આસ પાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અનાજ લેવા માટે જતા હોય છે. હાલ સરકાર તરફથી ગરીબ પ્રજાને બે ટાઈમ ભોજન મળી રહે તે માટે સસ્તા ભાવે ઘઉં અને ચોખાની ખાદ્ય વસ્તુઓ આપવામાંઆવે છે.
ગોધામ ગામના શનાભાઈ વિઠ્ઠલભાઈએ જણાવ્યું હતું અમે ગોધામ ગામના રહેવાસી છીએ. અમારા શીરા ગામે સસ્તા અનાજની દુકાન આવેલી છે.અહીં અમારા ગામના ગ્રાહકોને બે કિલો અનાજ ઓછું આપે છે. તેમના જણાવ્યા અનુસાર ગ્રાહકો ઓછું અનાજઆપવા બાબતે સવાલ કરે તો તેમની સાથે ઉદ્ધત વર્તન કરતા હોવાથી ગ્રાહકોમાં ભારે રોષફેલાયો છે. આ અગાઉ પણ આ દુકાનદાર સામે ગ્રાહકોએ વિરોધ નોંધાવ્યો હતો અને તિલકવાડા મામલતદાર ને રજુઆત કરી હતી.અને મામલતદારના અધિકારીઓ શીરા પહોંચી ને કાર્યવાહી કરતા અંતે સમાધાન થયું હતું. ત્યાર બાદ પણ આ દુકાનદાર દ્વારા અનેક વાર ગ્રાહકો સાથે ગેરવર્તન કરીને અનાજ ઓછું આપતા હોવાની ફરિયાદો ઉઠતી રહી હતી.
હવે જોવાનું એ રહ્યું કે આ દુકાન સંચાલક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે કે પછી ગરીબો ની અવાજ દબાઇ ને રહી જશે. ગોધામ ગામના ગ્રાહકોએ જણાવ્યું હતું કે એક વરસ પહેલા પણ આ દૂકાનદાર પર ગામડા ની પ્રજાએ હલ્લાબોલ કરીને તત્કાલ તિલકવાડા મામલદાર ને શીરા ગામ બીલાવીને રજુઆત કરી હતી. છતા સરકારી તંત્ર કોઈ નકર પગલા નહિ ભરતા આ દૂકાનદાર ફરીથી મનમાની કરી રહ્યા છે. તંત્ર આ દુકાનદારનો પરવાનો તાત્કાલિક અસરથી રદ્ કરે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ ઉઠી છે. હવે તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment