શ્રી સોમનાથ ટ્રસ્ટના ગીર સોમનાથ જીલ્લામાં 11 લાખ વૃક્ષારોપણ મહાસંકલ્પ અભિયાન અંતર્ગત પૂ.ગીરીબાપુ એ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કર્યું.

 શ્રી સોમનાથ ટ્રસ્ટના ગીર સોમનાથ જીલ્લામાં 11 લાખ વૃક્ષારોપણ મહાસંકલ્પ અભિયાન અંતર્ગત 

 પૂ.ગીરીબાપુ એ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કર્યું.

✍️મનિષ કંસારા

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જીલ્લાની 11 લાખની વસ્તીના પ્રમાણમાં 11 લાખ વૃક્ષો વાવવાનું અને તેનું જતન કરવાનું મહાઅભિયાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સંકલ્પ પ્રત્યક્ષ લોકભાગીદારીથી પૂર્ણ કરવા અભિયાનનો આરંભ કરેલ છે. ઓક્સિજનની કિંમત અને મહત્ત્વ આપણને કોરોના મહામારી દરમ્યાન સમજાયું છે. ગીર-સોમનાથ જીલ્લાના ખેડુતો, યુવાન ભાઈઓ અને બહેનો શ્રમદાન દ્વારા આ કાર્યમાં સહયોગ આપી રહ્યાં છે.  

  સોમનાથ તીર્થ એ હરિ-હર ની ભૂમિ છે, શ્રી સોમનાથ ટ્રસ્ટ ગૌ-શાળા ગોલોક ધામ- દેહોત્સર્ગ પુણ્યભૂમિમાં આવેલ છે. છોડ માં પણ રણછોડ નો વાસ છે, ત્યારે કથાકાર ગીરીબાપુએ આજરોજ 11 વૃક્ષ વાવી લોકોને શ્રી સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ ના મહાઅભિયાનમાં સહભાગી થઇ ઉચીત યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. 

  ગીર સોમનાથ જીલ્લામાંથી ખેડુતો દ્વારા 60,000 જેવા ફોર્મ વૃક્ષો મેળવવા માટેના મળ્યા છે. જે પણ ખેડુતો આ મહા સંકલ્પમાં જોડાઇ વૃક્ષો મેળવવાનો લાભ લેવા માંગતા હોય તેઓએ જરૂરી ફોર્મ મેળવવા પોતાના ગામમાં ગ્રામ સમિતિ અથવા તો તાલુકા સંયોજકો પાસેથી સંપર્ક કરી ફોર્મ મેળવી વહેલી તકે ફોર્મ ભરીને પરત કરવાના રહેશે.

#gujaratnivacha


🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩


Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ