ધુળેટીના પર્વે શહેરમાં દારૂની રેલમછેલ કરવાનો મનસૂબો ધરાવતાં બુટલેગરનો ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ‘કલર’ કરી નાંખ્યો.

ધુળેટીના પર્વે શહેરમાં દારૂની રેલમછેલ કરવાનો મનસૂબો ધરાવતાં બુટલેગરનો ભરૂચ શહેર 'સી' ડિવિઝન પોલીસે ‘કલર’ કરી નાંખ્યો.
✍️ મનિષ કંસારા

ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એચ. ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા પ્રોહિ/જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે વિસ્તારમા કોમ્બીંગ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીદાર આધારે ભરૂચ નર્મદા ચોકડી ને.હા.નંબર ૪૮ ભરૂચ થી વડોદરા જતા રોડ પર બ્રીજના ઉત્તરના છેડા પાસે સર્વિસ રોડ ઉપર પરથી એક ઈસમ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૭૨ કિ.રૂ. ૨૬,૮૮૦/- મળી કુલ્લે રૂપિયા ૨૭,૩૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


 પકડાયેલ મુદ્દામાલ:- પ્રતિબંધિત ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૭૨ કિંમત રૂપિયા ૨૬,૮૮૦


 પકડાયેલ આરોપીનું નામ: રવિશંકર રામક્રીપાલ શુકલા હાલ રહે.પાંડેસરા પોલીસ કોલોની પાસે રૂમ નં.૨૧ ગણપત નગર સુરત શહેર મુળ રહે.ઉમરી બુજુર્ગ થાના જઠવારા તા.કુંડાજી.પ્રતાપગઢ (યુ.પી) 


આરોપીનો ગુનાહિત ઇતિહાસ:- સદર આરોપી વિરૂધ્ધ અગાઉ ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે (૧) ગુ.ર.નંબર ૧૧૧૯૯૦૦૧૨૧૧૩૭૬/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ), ૬૫(ઈ), ૮૧ મુજબ તથા (૨) ગુ.ર.નંબર ૧૧૧૯૯૦૦૧૨૧૧૨૨૬/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ), ૬૫(ઈ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના ગુનાઓ દાખલ થયેલ છે. 


કામગીરી કરનાર ટીમ: ભરૂચ "સી" ડિવિ. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. પી. ઉનડકટ તથા સર્વેલન્સ સ્ટાફના ASI શૈલેષભાઈ ગોરધનભાઈ તથા અ.હે.કો. સુનિલભાઈ શાતિલાલ, અ.હે.કો. વિજયસિંહ મજુભા તથા પો.કો. હરપાલસિંહ રાજેન્દ્રસિંહ, પો.કો. રાજદિપસિંહ વિરમદેવસિંહ,  પો.કો. કીર્તીકુમાર ભાર્ગવકુમાર તથા પો.કો દિવાનસંગ બળવંતસંગ નાઓના ટીમ વર્કથી કરવામાં આવેલ છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ