વાલીયા ટાઉનમા આવેલ શાંતિનગર ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર ના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

વાલીયા ટાઉનમા આવેલ શાંતિનગર ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર ના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી
 ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

✍️મનિષ કંસારા

 ભરૂચ: ભરૂચ જીલ્લામાંથી દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ નાબુદ કરવા સારૂ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારૂ તથા જીલ્લામા થતી દારૂની ગેરકાયદેસર રીતે હેર-ફેર અટકાવવા સારૂ વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય.

   જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી. ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ છે. દરમ્યાન આજરોજ તા.૨૬/૦૩/૨૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી. ની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, વાલીયા ટાઉનમા આવેલ શાંતિનગર ખાતે રહેતા બુટલેગરે પોતાના ઘરે ગેરકાયદેસરનો દારૂનો જથ્થો લાવેલ છે અને ચોરી છુપીથી વેચાણ કરી રહેલ છે જે મળેલ હકીકત આધારે એલ.સી.બી. ટીમે વાલીયા શાંતિનગર ખાતે આવેલ બુટલેગર ના ઘરે દરોડા પાડી ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલોના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી પકડાયેલ બુટલેગર તથા દારૂનો જથ્થો મોકલનાર બુટલેગર વિરૂધ્ધમા વાલીયા પો.સ્ટે . મા ગુનો રજીસ્ટર કરાવવામા આવેલ છે. 


આગામી દિવસોમા પણ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂ/જુગાર અંગેની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. 


પકડાયેલ બુટલેગર: (૧) ભીમાભાઈ ચંદુભાઈ વસાવા રહે.-વાલીયા, શાંતિનગર, સીતારામ હોસ્પીટલની બાજુમા તા.-વાલીયા જી.-ભરૂચ 


વોન્ટેડ બુટલેગર: (૧) રમેશભાઈ માધુભાઈ વસાવા રહે.-મેરા ગામ તા.-વાલીયા જી.-ભરૂચ 


કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ: ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૧૫૪ જેની કિંમત રૂ.૧૯,૬૦૦/- નો મુદ્દામાલ 


કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ: પો.સ.ઇ. વાય. જી. ગઢવી તથા ASI કનકસિંહ તથા હે.કો. જયેન્દ્રભાઈ એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"