ભરૂચ-નર્મદા જિલ્લાનાં ભાજપના પ્રમુખોએ 5302 કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા
ભરૂચ-નર્મદા જિલ્લાનાં ભાજપના પ્રમુખોએ 5302 કુપોષિત બાળકોને પોષિત કરવા
દત્તક લીધા
ભરૂચના 4600 અને નર્મદા જિલ્લાના 702 બાળકોને બન્ને જિલ્લા ભાજપના પ્રમુખોએ 3 મહિના માટે દત્તક લીધા
રોજનું 1060 લિટર, 90 દિમાં 95,400 લિટર દૂધ અપાશે
રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા
રાજપીપલા: ભરૂચ અને નર્મદા જિલ્લામા 5302કુપોષિત બાળકોને શોધી કાઢવામા આવ્યા છે. જેમને દત્તક લઈને કુપોષિત બાળકોને પોષિત કરવાના સંકલ્પ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાના BJP પ્રમુખોએ બીડું ઝડપી નવી પહેલ કરી છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાના BJP પ્રમુખોએ ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની
ઉપસ્થિતિમાં બન્ને જિલ્લાના 5302 કુપોષિત બાળકોને દત્તક લીધા છે. આ સૌપ્રથમ પહેલ સાથે સી. આર.પાટીલના હસ્તે કુપોષણદૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે.જેમાં ભરૂચ ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને નર્મદા bjp પ્રમુખ ઘનશ્યામ પટેલે રાજ્યમાંનવી પહેલ કરી છે.
બન્ને પ્રમુખોની આ કામગીરીથી પ્રદેશ પ્રમુખ CR પાટીલ પ્રભાવિત થયાં છે અને અભિનંદન પાઠવ્યા હતા.
ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં CR પાટીલે ભરૂચ અને
નર્મદા જિલ્લામાંથી બન્ને જિલ્લા પ્રમુખની હાજરીમાં કુપોષિત બાળકોને પોષિત કરવાના અભિયાનનો આરંભ કરાવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના 4600 અને નર્મદા જિલ્લાના 702 બાળકોને બન્ને BJP જિલ્લા પ્રમુખોએ 3 મહિના માટે દત્તક લીધા છે.
જેઓને રોજ 200 ગ્રામ દૂધ અને પૌષ્ટિક આહાર આપવામાં આવશે. રોજનું 200 ગ્રામ દૂધ એટલે 5302 બાળકોને મહિને 1060 લીટર અને 90 દિવસમાં 95,400 લીટર દૂધ અપાશે.
આ અંગે નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે નર્મદા એસપીરેશનલ જિલ્લો છે. આદિવાસી વિસ્તારમા જે કુપોષિત બાળકો છે તેમને ભાજપા પાર્ટીએ દત્તક લીધા છે હવે અમારા કાર્યકરો દરેક બાળકની કાળજી રાખી એમને પોષિત કરી રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમા લાવશે.
#gujaratnivacha
Comments
Post a Comment