નર્મદા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના ૧૯,૯૦૪ બાળકોને કાર્બેવેક્સ વેક્સીનની રસી અપાઇ : ૯૫ ટકાથી પણ વધુ વેક્સીનેશનની કામગીરી પૂર્ણ

નર્મદા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના ૧૯,૯૦૪  બાળકોને  કાર્બેવેક્સ વેક્સીનની રસી અપાઇ
૯૫ ટકાથી પણ વધુ વેક્સીનેશનની કામગીરી પૂર્ણ

તસવીર - રિપોર્ટ :  દીપક જગતાપ, રાજપીપલા 
             રાજપીપલા: ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકોને કોરોના વેકસીનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાના અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર ડી. એ. શાહ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના વિવિધ સેન્ટરો મારફતે તા.૧૬ મી માર્ચ થી તા.૨૫ મી માર્ચ,૨૦૨૨ સુધી બપોરે ૩:૩૦ કલાક સુધીમાં ૧૯,૯૦૪ જેટલા બાળકો કાર્બેવેક્સ વેક્સિન રસી લઇને સુરક્ષિત બન્યાં છે.  
  અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે,  ૧૨ થી ૧૪ વર્ષની વયના મોટાભાગના બાળકોએ કાર્બેવેક્સ વેકસીની રસી લીધી છે તેમજ વિદ્યાર્થીઓના વાલીઓનો પણ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હોવાથી  જિલ્લામાં અંદાજે ૯૫ ટકાથી પણ વધુ વેક્સીનેશનની કામગીરી પૂર્ણ થઇ હોવાનું  જાણાવ્યું હતું. 
  રાજપીપલાની કલરવ પ્રાથમિક શાળાના ધો-૭ ના વિદ્યાર્થી માહીરભાઈ રાકેશભાઈ પટેલે  પ્રતિભાવ આપતાં કહ્યું કે, મે મારી શાળામાં જ કોરોનાની વેક્સિન લીધી છે. મને કોઇપણ પ્રકારની તકલીફ થઇ નથી. અગાઉ મારા પરિવારના સભ્યોએ પણ કોરોનાની વેક્સિન લીધી છે. અમારી શાળામાં જ વેક્સિન આપવામાં આવી હોવાથી તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તમામ લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાની વિનંતિ કરી હતી.

#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ