ઈનરવ્હીલ ક્લબ ઓફ- ભરૂચ દ્વારા IIID તથા નેરોલેક પેઇન્ટના સહયોગથી મેઘધનુષી ભરૂચ કાર્યક્રમનો શુભારંભ કરાયો

ઈનરવ્હીલ ક્લબ ઓફ- ભરૂચ દ્વારા IIID તથા નેરોલેક પેઇન્ટના સહયોગથી મેઘધનુષી ભરૂચ કાર્યક્રમનો શુભારંભ કરાયો

✍️ મનિષ કંસારા

 ભરૂચ: ઈનરવ્હિલ કલબ ઓફ- ભરૂચ દ્વારા ભરૂચ ખાતે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામા આવે છે. જે અંતર્ગત ઈનરવ્હિલ કલબ ઓફ- ભરૂચના પ્રમુખ અને પ્રોજેક્ટ ચેરમેન રીઝવાના તલકીન ઝમીનદારને એક વિચાર આવ્યો કે પછાત વિસ્તારને શણગારવો કે રંગરોગાન કરવાનો વિચાર કરવો અને સ્થળ પર પહોંચી તેનો અમલ કરવો એ એક ઐતિહાસિક ઘટના છે. આ રચનાત્મક પરીવર્તનનો એટલે વિચાર આવ્યો કે ઈનરવ્હિલ ક્લબ ઓફ- ભરૂચ જ્યારે સમાજમાં તમામ વિસ્તારોનાં અને તમામ વર્ગોને વિકાસના વિવિધ આયામો સાથે જોડતા હોય તો આ ગરીબોના ઘરનું સુશોભન કેમ ન કરી શકાય. સ્લમ વિસ્તારોને સ્વચ્છ હાઈજેનીક અને ડેકોરેટીવ આપણે કેમ બનાવી ન શકીએ આ વિચાર સાથે ઈનરવ્હિલ ક્લબે નેરોલેક પેઇન્ટ ના કંસાઈ (સીએસઆર) પ્રોજેક્ટ દ્વારા અમલ કરવા માટે તેના પ્લાન્ટ હેડ રાજેશ પટેલનો સંપર્ક કરી આ દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું. આ પ્રોજેક્ટ માટે IIID ભરૂચના ચેરપર્સન મૈત્રી કલાપી બુચનો સહયોગ પ્રાપ્ત થયો અને IIID ના વિદ્યાર્થિઓની ડિઝાઈન અંગેની મહેનત અને આયોજનબદ્ધ કામગીરી સાથે આજે આ મેઘધનુષી પ્રોજેક્ટ નો શુભારંભ થઈ રહ્યો છે. 

  આ કાર્યક્રમની મુખ્ય મહેમાન પદેથી દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય, ભરૂચના ઓનાં દ્વારા શુભ શરૂઆત કરાઈ. આ અંગે શ્રી દત્ત મંદિર પાસેનો સ્લમ વિસ્તાર ફુરજા ચાર રસ્તા પાસેનો પસંદ કરાયો છે. સ્લમ વિસ્તારનાં સુશોભન માટે IIID ના વિદ્યાર્થિઓ કામગીરી કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સહુ સહયોગી સંસ્થાઓ અને સ્થાનિક નાગરીકો અને રહેવાસીઓનો વિશેષ આભાર માનવામાં આવે છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા અંગે પૂરતો સહકાર આપવામાં આવેલ હતો.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ