ભરૂચ ફુરજા રોડની બાદશાહી મસ્જીદ પાસેથી આંક ફરક સટ્ટાબેટિંગનો જુગાર રમતા ઈસમોને ઝડપી પાડતી ભરૂચ શહેર 'બી' ડિવિઝન પોલીસ
✍️ મનિષ કંસારા
ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ઇન્ચાર્જ ના. પો.અધિ. ચિરાગભાઈ દેસાઈ ભરૂચ વિભાગ ભરૂચ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.ઇન્સ. એ. બી. ચૌધરી નાઓને મળેલ બાતમી હકીકત આધારે ભરૂચ ફુરજા રોડની બાદશાહી મસ્જીદ પાસેથી આંક ફરક સટ્ટાબેટિંગનો જુગાર રમી રમાડતા બે આરોપીઓને રોકડા રૂપિયા તથા મોબાઇલ નંગ-૦૨ મળી કુલ કિં.રૂા.૨૬,૧૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ: (૧) મોહમદ સલીમભાઈ ઇબ્રાહીમભાઈ મલેક રહે.મ.નં.-૨૦૦૩, પારસીવાડ, વેજલપુર, ભરૂચ (૨) મોહંમદ શોયેબ મોહંમદ હનીફ કુરેશી ઉં.વ.૩૫ રહે.- મ.નં.-૨૫૮૬, ભઠીયારવાડ, ભરૂચ
કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) આરોપીઓની અંગ ઝડતી રોકડા રૂપિયા-૨૦,૧૯૦૬ (૨) મોબાઇલ નંગ-૦૨ કિંમત રૂપિયા-૬૦૦૦/- (૩) પોકેટ ડાયરી નંગ-૦૧ તથા બોલપેન નંગ-૦૧ કિં.રૂ.૦૦/-
કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા-૨૬,૧૯૦/-
કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓનાં નામ: પોલીસ ઇન્સ્પેક્ટર એ. બી. ચૌધરી, પો.સ.ઇ. જી. આઇ. રાઠોડ તથા અ.હે.કો. ધર્મેન્દ્રકુમાર બાબુલાલ, અ.હે.કો. રાયાભાઈ દેરાજભાઈ, અ.પો.કો. કુંદનભાઈ પ્રકાશભાઈ, અ.પો.કો. કમલેશભાઈ કાળુભાઈ, અ.પો.કો. જોધુભાઈ લખમણભાઈ તથા અ.પો. કો. શૈલેષભાઈ નારણભાઈ નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment