સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા ધાર્મિક ફાર્મ હાઉસ ખાતે પરશુરામ જન્મમહોત્સવ અને જોલી યાત્રા નિમિત્તે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
જુનાગઢ: આજરોજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા ધાર્મિક ફાર્મ હાઉસ ખાતે પરશુરામ જન્મ મહોત્સવ અને જોલી યાત્રા નિમિત્તે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૩-૫-૨૦૨૨ ના રોજ પરશુરામ જન્મોત્સવની ઉજવણી જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.
તા.૨-૫-૨૦૨૨ નાં રોજ બાઈક રેલી યોજાશે , આ મહા રેલી દરમ્યાન ગિરનાર રોડ પર સોનાપુરી સામે, પરશુરામ ચોકમાં, પરશુરામ દાદાની મહા આરતી કરવામાં આવશે. ત્યારબાદ દામોદરકુંડ ખાતે બાઈક રેલી નું સમાપન થશે.
ભગવાન શ્રી પરશુરામના જન્મ મહોત્સવ દિવસે જૂનાગઢમાં મોટી શોભાયાત્રા નીકળશે જે જાગનાથ મહાદેવ મંદિર, તળાવ દરવાજા પાસેથી નીકળી આઝાદ ચોક, એમ.જી.રોડ, સરદાર ચોક થી કોલેજ રોડ પરથી પસાર થઈ ભુતનાથ મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રા પુણૅ થશે. આ શોભાયાત્રામાં સૌ પ્રથમ પરશુરામ દાદા નો રથ, શોભાયાત્રા નાં અધ્યક્ષ મુક્તાનંદ બાપુ નો રથ અને ત્યારબાદ અન્ય રથ, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓ, બ્રહ્મ સમાજના આગેવાનો, મહિલા અગ્રણીઓ, બ્રહ્મ બંધુઓ, મહેમાનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાશે.
તા.૧-૪-૨૦૨૨થી જૂનાગઢમાં વોડૅ લાઈન પરશુરામ દાદાની જોલીયાત્રા યોજાશે અને એક મહિના સુધી જોલીયાત્રા ચાલુ રહેશે.
આ શોભાયાત્રા નાં રૂટ પર 4 LED સ્ક્રીન લગાડવામાં આવશે અને અલગ-અલગ ચોક પર ચા, પાણી, શરબત અને છાશનાં સ્ટોલ રાખવામાં આવશે અને સમગ્ર શોભાયાત્રાનું લાઇવ કવરેજ ટીવી ચેનલ અને યુ ટ્યુબમાં કરવામાં આવશે.
આ મિટિંગ માં સંસ્થાપક જયદેવભાઈ જોશી, કાર્તિકભાઈ ઠાકર, પ્રમુખ વિશાલભાઈ જોશી, મનોજભાઈ જોશી, કે. ડી પંડ્યા, હરસુખભાઈ જોશી, મહેશભાઈ જોશી, મુકેશભાઈ મહેતા, ભરતભાઈ લખલાણી, માર્કંડભાઈ જોશી, અશોકભાઈ ભટ્ટ, જાનીભાઈ, વિનુભાઈ જોશી, આરતીબેન જોશી, આધશક્તિ મજમુદાર, નિરવભાઈ પુરોહિત, પુનીતભાઈ શમૉ અને સંગઠન નાં ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી, મીડિયા સેલ, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ મહિલા પાંખ અને તમામ સભ્યો તથા બ્રહ્મ સમાજની જુદી જુદી જ્ઞાતિના હોદ્દેદારો ભગવાનશ્રી પરશુરામ દાદા ના જન્મ મહોત્સવ ની મીટીંગ માં ઉપસ્થિત રહ્યાં હતાં.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment