પ્રભાસક્ષેત્ર ખાતેથી શ્રી કૃષ્ણભગવાને વૈકુઠગમન કર્યું, તે દિવસે પ્રભાસક્ષેત્રમાં પ્રભાસોત્સવ અને ગોલોકધામ દિનની વિશેષ ઉજવણી થશે

પ્રભાસક્ષેત્ર ખાતેથી શ્રી કૃષ્ણભગવાને વૈકુઠગમન કર્યું, તે દિવસે પ્રભાસક્ષેત્રમાં પ્રભાસોત્સવ અને ગોલોકધામ દિનની વિશેષ ઉજવણી થશે

 પ્રભાસક્ષેત્ર ખાતેથી શ્રી કૃષ્ણભગવાને વૈકુઠગમન કર્યું, તે દિવસે પ્રભાસક્ષેત્રમાં પ્રભાસોત્સવ અને ગોલોકધામ દિનની વિશેષ ઉજવણી થશે..

પ્રભાસોત્સવઃ 

        તા.01/04/2022 ના સાંજે 7-30 થી  “પ્રભાસોત્સવ” કાર્યક્રમ સંસ્કાર ભારતી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ મંદિર ઓડીટોરીયમ ખાતે  ઉજવાશે, કલાસાધકો સંગીત-નૃત્ય-ગાયન ના ત્રિવેણી સંગમ સાથે સુરઆરાધના કરશે, જેમાં વિવિધ વૃંદો દ્વારા શિવ સ્તુતી નૃત્ય વિગેરેની પ્રસ્તુતી રજુ કરશે.  આ કાર્યક્રમ તા.02/04/2022 ના પ્રતિપદાના સુર્યોદય સુધી અવિરત શરૂ રહેશે, આ પાવન દિવસે સુર્યના પ્રથમ કિરણો શ્રી સોમનાથ તીર્થધામ માં પડતાની સાથે જ કાર્યક્રમ સ્થળે સુર્યદેવના સુરોથી વધામણા કરવામાં આવશે. 

ગોલોકધામ દિન 

        ગોલોકધામ ખાતે તા.02/04/2022 ના વિશેષ પૂજામાં વિગ્રહ પૂજન, વિષ્ણુયાગ, પાદુકાપૂજન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રાતઃ  કાલે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય ગોલોકધામ તીર્થમાં ધ્વજા રોહણથી ઉત્સવની શરૂઆત કરવામાં આવશે. શ્રી વિષ્ણુયાગ યજ્ઞ શ્રી વેજાણંદભાઇ વાળા પરિવાર ના યજમાન પદે યોજાશે. બપોરે દાઉજીએ જ્યાંથી પાતાળ લોક પ્રવેશ કરેલ તે ગુફા ખાતે પૂજન, સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીજી એ પ્રભાસમાં ચાતુર્માસ દરમ્યાન કરેલ શાસ્ત્રોક્ત અભ્યાસ સાથે કરેલ કાલગણના મુજબ 18  ફેબ્રુઆરી ઇ.સ. 3102 વર્ષ પહેલા, ચૈત્ર શુક્લ પ્રતિપદા, શુક્રવારે હિરણના આ પાવન સ્થળેથી પોતાના સ્થુળ શરિરને આ ભૂમિમાં સમાવિષ્ટ કરી વિધુત સ્વરૂપે નિજધામ પ્રસ્થાન મધ્યાન્હે  કલાક ૨૭ મીનીટ અને ૩૦ સેકન્ડ સમયે કરેલ. આ સમયે પાદુકા અભિષેક, પૂજન -શંખનાદ-બાંસુરીવાદન પુષ્પાંજલી યોજાશે. સોમનાથ યુનિ. ના છાત્ર-છાત્રાઓ દ્વારા ગીતા મંદિરે સમુહ ગીતાપાઠ, સંસ્કાર ભારતી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાસ-ગરબા, શ્રી કૃષ્ણ સંકિર્તન યોજાશે. તેમજ સાંજે શ્રી કૃષ્ણ ચરણપાદુકાજીની સહસ્ત્ર દિપો દ્વારા સમુહ આરતી યોજાશે. જેમનો લ્હાવો લઇ શ્રી હરિ-હરની કૃપા પ્રાપ્ત કરવા સર્વે ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ છે.


તા.02/04/2022  ના ગોલોકધામ ઉત્સવ કાર્યક્રમની રૂપરેખા

કાર્યક્રમ

સમય

કાર્યક્રમ

સમય

મંદિર ખુલશે

પ્રાતઃ ૬-૦૦ કલાકે

બળદેવજી પૂજન-પાદુકા પૂજન

મધ્યાન્હ ૧-૪૫ કલાકે

મંગળા આરતી

“”   ૬-૩૦ “”     

શંખનાદ-જયઘોષ-બાંસુરીવાદન

  “”  ૨-૨૭ “”

દૈનિક પૂજન

“”   ૭-૦૦ “”     

ગીતાપાઠ 

  “”  ૩-૦૦ “”     

શૃંગાર આરતી

“”   ૮-૦૦ “”     

વિષ્ણુયાગ પૂર્ણાહૂતિ

 સાયં  ૫-૩૦ “”  

નુતન ધ્વજા રોહણ

“”   ૮-૩૦ “”     

સંભવત સાંસ્કૃતિક કાર્યક્રમ

 “” ૫-૩૦ થી ૭-૦૦

હોમાત્મક વિષ્ણુયાગ પ્રારંભ

“”   ૯-૦૦ “”

શ્રી કૃષ્ણ ચરણપાદુકા મહાઆરતી

 “”   ૭-૦૦  “”  



#gujaratnivacha


🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"