નર્મદા જીલ્લામા દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ પર પોલીસની રેડથી બુટલેગરોમા દોડધામ

નર્મદા જીલ્લામા દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ પર પોલીસની રેડથી બુટલેગરોમા દોડધામ

દેશી દારૂના મુદ્દામાલ સહીત કુલ-૦૮ આરોપીઓ ઝડપાયા

તસવીર-રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા 
રાજપીપલા: નર્મદા જીલ્લામા ધમધમતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓને નેસ્તનાબુદ કરવા અલગ-અલગ જગ્યાએ રેડ કરી હતી. જેમાં પોલીસની રેડથી બુટલેગરોમાં દોડધામ મચી જવા પામી હતી. ત્રણ ઠેકાણે ચાલુ ભઠ્ઠી પકડી સ્થળ પર દેશી દારૂ ઝડપી તેનો નાશ કર્યો હતો..જેમાં દેશી દારૂના મુદ્દામાલ સહીત કુલ-૦૮ આરોપીઓ ઝડપાયા હતા. 
  નર્મદામા દારૂની બદી નેસ્તનાબુદ કરવાના ઇરાદે અલગ-અલગ જગ્યાએથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓના કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
  હિમકર સિંહ-પોલીસ અધિક્ષક, નર્મદાની સુચના હેઠળ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહિબિશન ની બદીને નેસ્તનાબુદ કરવા સારૂ  એક પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. જે સમગ્ર નર્મદા જીલ્લાની પ્રોહિબિશન ડ્રાઈવ માં પ્રોહિબિશનના-૨૪ કેસો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ-૦૮ આરોપીઓને પકડવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ ૧૩૩ લીટર, કિંમત રૂપિયા ૨,૦૦૦/- તથા વોશ ૧૫૨૪૦ લીટર, કિંમત રૂપિયા ૩૦,૪૮૦/- તેમજ વિદેશી દારૂની બોટલ નંગ ૩૪, કિંમત રૂપિયા ૫,૬૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૩૮,૬૪૦/- નો પ્રોહિ.નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"