ભરૂચ જિલ્લામાં ફળ, શાકભાજી, ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતાં વેચાણકારો/ખેડૂતો માટે સંદેશો
ભરૂચ જિલ્લામાં ફળ, શાકભાજી, ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતાં વેચાણકારો/ખેડૂતો માટે સંદેશો
ભરૂચઃ ભરૂચ જિલ્લામાં ફળ અને શાકભાજીના નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રીના વિતરણ માટે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન બાગાયત માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૧૫/૦૮/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકાયેલ છે. જે વેચાણકર્તા મિત્રો ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન બાગાયત ખાતાની યોજના મારફત આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય, તેઓએ https://ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર પોતાનાં ગામનાં ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઈન્ટરનેટ ઉપરથી અથવા અંત્રેની કચેરીમાં સવારનાં ૧૧:૦૦ કલાકથી સાંજનાં ૦૫:૦૦ કલાક દરમ્યાન કરી શકશો. જે માટે આધારકાર્ડ, રેશનકાર્ડ તથા ગ્રામસેવજ/તલાટીશ્રીનો વેચાણ કરતાં હોવાં
અંગેનો દાખલો (ગ્રામ્ય વિસ્તાર માટે) તેમજ ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન દ્વારા ઈશ્યુ કરેલ ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનું ઓળખપત્ર (શહેરી વિસ્તારો માટે) અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ ઉપર જણાવેલ સાધનિક કાગળો સાથે દિન-૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, ગુજરાત ગેસ કંપનીની સામે, સોન તલાવડી – ભોલાવ ભરૂચ ફોન નં.૦૨૬૪૨-૨૬૩૮૫૦ ખાતે અચૂક જમા કરાવવા એક યાદીમાં જણાવ્યું છે.મનિષ કંસારા
📱 63529 18965
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment