ભરૂચ જિલ્લામાં રહેતાં ટ્રાન્સજેન્ડર વ્યકિતઓ પોતાની ઓળખ જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકશે
ભરૂચઃ ભરૂચ જિલ્લામાં રહેતા ધ ટ્રાન્સજેન્ડર વ્યકિતઓને જણાવવાનું કે, ભારત સરકારનાં રાજ પત્ર નંબર -૬૪ ધ ટ્રાન્સજેન્ડર વ્યકિતઓ (અધિકારોનું રક્ષણ) અધિનિયમ ૨૦૧૯ તથા નિયમો,૨૦૨૦ અમલમાં છે. જેની કલમ ૫,૬,૭, માં ટ્રાન્સજેન્ડર વ્યકિતઓ તેની ઓળખ માટે પ્રમાણપત્ર મેળવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી ભરૂચને ભારત સરકારશ્રીના નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર (NATIONAL PROTAL FOR TRANSGENDER PERSONS) પર્સન્સમાં નિયત કરેલ નમૂનામાં ટ્રાન્સજેન્ડર વ્યકિત તરીકેની જાતિ અંગેનું ઓળખનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી https://transgender.dosje.gov.in/ ની વેબસાઇટ પર કરી શકે છે. જેમાં અરજદારે પોતાની ઓળખ માટે પુરાવા તરીકે રૂપિયા ૫૦/- નોન જયુડીશીયલ સ્ટેમ્પ, આધાર કાર્ડ,ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ વગેરે પ્રમાણપત્ર રજુ કરવાનાં રહેશે. તેમજ વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી,બહુમાળી બિલ્ડીંગ ભોયતળીયે, કણબી વગા ભરૂચ ઓફિસ, ફોન નંબર ૦૨૬૪૨-૨૬૩૮૨૩ પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી - ભરૂચે એક યાદીમાં જણાવ્યું છે.
મનિષ કંસારા
📱 63529 18965
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment