કોરોનાકાળમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય અપાશે

કોરોનાકાળમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય અપાશે
પ્રતિકાત્મક તસવીર


 🔸મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેવા અનુરોધ

  

 ભરૂચઃ કોરોના કાળ માર્ચ-૨૦૨૦ થી આજ દિન સુધીમાં માતા અને પિતા બંને ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય આપતી “મુખ્યમંત્રીશ્રી બાળ સેવા યોજના” અમલમાં છે. કોરોના કાળ માર્ચ-૨૦૨૦ થી આજ દિન સુધીમાં એક વાલી(માતા કે પિતા) ગુમાવનાર બાળકોને પણ સરકારશ્રી દ્વારા સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ યોજનાઓ માટે કોઈ પણ આવક મર્યાદા નથી. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જુની કલેક્ટર કચેરી, કણબીવગા ભરૂચનો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

મનિષ કંસારા, ભરૂચ.

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

ભરૂચમાં વહેલી સવારે અણધાર્યા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

સોમનાથનાં સાનિધ્યમાં દિવાળીનાં તેહવારો પર અનેક વિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો...