શિક્ષકોનાં પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતનાં શિક્ષકો બીજા તબક્કાનાં આંદોલનનાં માર્ગે

શિક્ષકોનાં પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતનાં શિક્ષકો બીજા તબક્કાનાં 
આંદોલનનાં માર્ગે

7મી ઓગષ્ટના રોજ નર્મદાનાં શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી "મૌન ધરણા" નાં કાર્યક્રમમાં જોડાશે


રાજપીપલા: ગુજરાતનાં માધ્યમિક અને ઉ.મા. શિક્ષકોનાં પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતનાં શિક્ષકો હવે બીજા તબક્કાનાં આંદોલનનાં માર્ગે વળ્યાં છે. જેમાં 7મી ઓગષ્ટના રોજ નર્મદાનાં શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી "મૌન ધરણાં" નાં કાર્યક્રમમાં જોડાશે.

  ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષક સંઘ મહામંડલના આદેશઅનુસાર આદેશ કરતાં જણાવ્યું છે કે આથી અનુદાનિત માધ્યમિક અને ઉ.મા. જિલ્લા શહેર ઘટક સંઘોના પ્રમુખ-મહામંત્રી અને હોદ્દેદારો તથા કારોબારી સભ્યો અને શિક્ષક ભાઈઓ અને બહેનોને આદેશ આપવામાં આવે છે કે, આપણા અગત્યનાં મુખ્ય ચાર પડતર પ્રશ્નો:

(૧) પાંચ વર્ષની ફિકસ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવા બાબત.

(૨) સાતમાં પગાર પંચનું એરિયર્સ પાંચ હપ્તામાં ચુકવવા સંદર્ભ–૨ થી જાહેરાત

કરેલ આમ છતાં અમોને છેલ્લાં ત્રણ વર્ષનાં હપ્તા રોકડમાં ચુકવાયેલા નથી. જે તાત્કાલિક ચુકવવા રજૂઆત કરી છે.

(૩)બિનશરતી ફાજલના કાયમી રક્ષણના પરીપત્રમાં રહેલી વિસગતતાઓ અને વાંધાજનક મુદ્દાઓ દૂર કરવા બાબત.

(૪) સી.પી.એફ. અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જી.પી.એફ. અને જૂની પેન્શન યોજનાનો અમલ કરવા બાબત રજુઆત કરવામાં આવી હતી છતાં કોઈ પ્રશ્ન ન ઉકેલાતાં હવે બીજા તબક્કા નાં આંદોલનના ભાગ રૂપે શાળા સમય પછી જિલ્લા શહેર મથકે કોવિડ–૧૯ ની ગાઈડ લાઈન નાં ચુસ્ત અમલ સાથે ધરણાં યોજવા બન્ને શિક્ષક સંઘનાં મહામંડળે આદેશ કર્યો છે તે મુજબ છે.

  મૌન ધરણાં નાં સ્થળ અને સમય માટે જિલ્લા શહેર સંયુકત ઘટક સંઘનાં સંયુકત લેટરપેડ પર જિલ્લા વહીવટી  આવેલ સૂચના અને શરતોના ચુસ્ત પાલન સાથે "મૌન ધરણાં" યોજવાનો આદેશ કર્યો છે. તે મુજબ 7મી ઓગસ્ટ નાં રોજ નર્મદાનાં શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા નો કાર્યકમ રાખેલ છે. જે મુજબ નર્મદાનાં શિક્ષકો પણ આ આંદોલન કાર્યક્રમમાં જોડાશે.

જ્યોતિ  જગતાપ, રાજપીપલા.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ