નર્મદા જિલ્લાની દિશા મીટીંગ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષ સ્થાને મળી

નર્મદા જિલ્લાની દિશા મીટીંગ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષ સ્થાને મળી

 આજ રોજ સવારે ૧૧ કલાકે નર્મદા જિલ્લાની દિશા મીટીંગ   મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં હાજર રહી જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં જુદા જુદા વિભાગનાં પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. 

(૧) જેમાં તાપી આધારિત શુદ્ધ પીવાનું પાણીના પ્રોજેક્ટ અંતર્ગત સાગબારા તાલુકા તથા ડેડીયાપાડા તાલુકાના બધા જ ગ્રામજનોના ઘરે ઘર-ઘર નળ યોજના દ્વારા પાણી પહોંચતું નથી, તે બાબતે તેઓનું ધ્યાન દોરવામાં આવ્યું. 

(૨) તદુપરાંત નરેગા યોજના બાબતે સરપંચોશ્રીઓની  રજૂઆતો હતી કે જીલ્લાની સ્થાનિક એજન્સીઓને કામ મળે, તે માટે ચર્ચા થઈ હતી.

(૩) તેમજ મોવી ચોકડી થી ડેડીયાપાડાને જોડતો નવો રસ્તો બન્યા પછી બે મહિનાની અંદર જ તુટી જવા પામ્યો છે. તે કોન્ટ્રાક્ટરને તેના જ ખર્ચે અને તેના જ જોખમે આ રસ્તો બનાવવામાં આવે, તે અંગે ધ્યાન દોર્યું હતું. આમ જિલ્લાના ગ્રામ વિકાસને લગતા જેવા કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના,અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, વોટર શેડ, પાણી પુરવઠા, વાસ્મો,  માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ-બાગાયત, સિંચાઇ,પશુપાલન, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, રોજગાર અને તાલીમ,  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,  ખાણ-ખનીજ વગેરે વિભાગના બધા જ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.
  

  ત્યારબાદ બપોરે ૩.૩૦ કલાકે કલેકટર કચેરી, રાજપીપળા ખાતે પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડ નાં અધ્યક્ષ સ્થાને વર્ષ-૨૦૨૧-૨૨ ના ન્યુ ગુજરાત પેટર્ન નાં આયોજન બાબતની બેઠક મળી. 

આ બેઠકમાં ૨૪ કરોડ ૩૮ લાખના પાક કૃષિ વ્યવસ્થા, પશુપાલન, ગ્રામ વિકાસ, નાની સિંચાઈ, રસ્તા અને પુલો, સામાન્ય શિક્ષણ, પાણી પુરવઠા, મધ્યાહન ભોજન જેવા અલગ-અલગ ૨૨ જેટલા હેડના તાલુકા પંચાયતો માંથી આવેલા કામોની દરખાસ્ત મંજુર કરવામાં આવી.
  આ બેઠકમાં મનસુખભાઈ વસાવા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુસાબેન વસાવા, નાંદોદ વિધાનસભાનાં ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા સહિત મિટિંગમાં અપેક્ષિત સભ્યોએ નર્મદા જિલ્લામાં ખાસ કરીને ડેડીયાપાડા તાલુકા તથા સિંચાઇથી વંચિત એવા જિલ્લાનાં વિવિધ ગામોને સિંચાઇની સુવિધા માટે બોર મોટર સહિત ૩ ફેજ લાઇન નાં વીજ કનેક્શન ની સુવિધા મળે તથા નાની સિંચાઇ ના હેડને વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવે તે માટે સરકારશ્રીમાં રજુઆત કરવા માટે માનનીય પ્રભારી મંત્રીશ્રીનું ધ્યાન દોર્યું હતું.

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ