જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા કરાતી રજૂઆતોને વ્યાજબી, સમયસર અને ઝડપી ઉકેલ દ્વારા પ્રજાભિમૂખ વહિવટની પ્રતિતિ કરાવવાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાનો અનુરોધ

જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા કરાતી રજૂઆતોને વ્યાજબી, સમયસર અને ઝડપી ઉકેલ દ્વારા પ્રજાભિમૂખ વહિવટની પ્રતિતિ કરાવવાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાનો અનુરોધ

🔸ભરૂચ ખાતે જિલ્લા સંકલન-સહ ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠક
Advertisements
ભરૂચઃ ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી. મોડિયાએ જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા લોક પ્રશ્નોની કરાતી રજૂઆતોની જિલ્લા પ્રસાશન નાં વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ સુધી પહોંચતાં આવા પ્રશ્નો-રજૂઆતો સંદર્ભે સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરાયેલી જરૂરી કાર્યવાહી અને તેના ઉકેલ અંગેની સચોટ જાણકારી સંબંધિત જનપ્રતિનિધિશ્રીઓ-પદાધિકારીશ્રીઓને સાચી વિગતોથી તેઓ અવગત થાય તેવી કાર્યપ્રણાલી વિકસાવવા ખાસ અનુરોધ કર્યો છે. આમ કરવાથી સાચી સમજણ, પૂરતી જાણકારી કે કોમ્યુનીકેશન ગેપનાં અભાવે ઉભી થતી નકારાત્મક-ગેરસમજની બાબત ચોક્કસ ટાળી શકાશે, તેવો દ્રઢ વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
  જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, ધારાસભ્યોસર્વશ્રી દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણા, સંજયસિંહ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચૌધરી, જિલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચૂડાસમા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, કાર્યપાલક ઈજનેરશ્રીઓ ઉપરાંત વિવિધ વિભાગનાં અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ભરૂચ આયોજન ભવનનાં સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી. મોડિયાએ જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા કરાતી રજૂઆતોનો સમયસર, ઝડપી અને સુચારૂ રૂપે તેનો ઉકેલ લાવવા અને તેના પ્રત્યુત્તર સંબંધિત જનપ્રતિનિધિશ્રીને લેખિતમાં સમયસર મળી રહે તે જોવાં ઉપરાંત જનપ્રતિનિધિશ્રી દ્વારા કરાયેલી રજૂઆત વિના વિલંબે નિયત સમયાવધિમાં સંબંધિત જનપ્રતિનિધિશ્રીને કરવા ઉપરાંત ટેલીફોનીક રીતે અવગત કરી પ્રજાજનોને લોકાભિમૂખ વહિવટની પ્રતિતી થાય તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો. 

  બેઠકમાં કલેકટરશ્રીએ જમીન સર્વે, ગેરકાયદેસર દબાણ, આરોગ્ય વિષયક, ગૌચર જમીન, વાહનવ્યવહાર, સિંચાઈ, પાણીની વ્યવસ્થા, યુવાનોને રોજગારી બાબતે, વિધવા સહાય, સરકારી શાળામાં રમતના મેદાન બનાવવા, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે પર જમીન ગઈ હોય તેના વળતર બાબતે, ગટર વ્યવસ્થા, બસ ટ્રાન્સ્પોર્ટેશન, જીઆઈડીસીની ઔદ્યોગિક સમસ્યા, માટીનાં ખોદકામ બાબત, મહિલા રોજગાર યોજના, નાગરિક પુરવઠા વ્યવસ્થા, વીજળી, બાકી વસુલાત વિગેરે જેવી સમસ્યાઓની જિલ્લાનાં પદાધિકારીઓ દ્વારા થયેલી રજૂઆતો સાંભળીને સબંધિત અધિકારી સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું અને ઝડપથી નિકાલ કરવાની સૂચના આપવામાં આવી હતી.   

   બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી. મોડિયાએ જિલ્લામાં કોરોનાની વૈશ્વિક મહામારી સંદર્ભે જિલ્લામાં થયેલી વિશેષ નોંધનીય કામગીરીને બિરદાવી સંભવત: ત્રીજી લહેર અંગે જિલ્લામાં થયેલા આયોજનની સમીક્ષા કરી આર.ટી.પી.સી.આર. બેડ વ્યવસ્થા, હોસ્પિટલ મેડીકલ, સ્ટાફ અને કોવિડ વેક્સિનેશનની કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. 
          
  જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી. મોડિયાએ નિવૃત્ત થતાં અધિકારી-કર્મચારીઓના પેન્શન કેસ, નિવૃત્ત થતા પહેલા તૈયાર થવો જરૂરી છે. આ ઉપરાંત બાકી તુમારના નિકાલ, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, ખાનગી અહેવાલ વિગેરે જેવી બાબતોમાં પણ ખાસ લક્ષ આપવા ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો.

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ