ઝઘડીયા નાં નવી તરસાલી ગામે જુગાર રમતાં પાંચ ઈસમો ઝડપાયાં
રાજપારડી: ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં નવીતરસાલી ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં હતાં. મળતી વિગતો મુજબ રાજપારડી પીએસઆઇ જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે નવી તરસાલી ગામની પ્રાથમિક શાળાની પાછળની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે મળેલ બાતમીનાં આધારે છાપો મારતાં કેટલાક ઈસમો કુંડાળું કરી જાહેરમાં જુગાર રમતાં જણાયાં હતાં. પોલીસે જુગારીયાઓને કોર્ડન કરીને પાંચ ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. જુગારીઓ પાસેથી કુલ રૂપિયા ૫૧૩૦ રોકડા પોલીસે કબજે કર્યાં હતાં.
રાજપારડી પોલીસે મુસ્તાક ગુલામભાઈ શેખ, મોહંમદભાઇ હુસેનભાઈ મલેક, ગુલામ મહંમદ જમીરમીયા ગરાસીયા, મકદુમ હુશેનભાઈ શેખ તમામ રહેવાસી તરસાલી તા. ઝઘડિયા અને શનુ મગનભાઈ માછી રહે. ટોથીદરા તા. ઝઘડિયા વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી, રાજપારડી, જિ.ભરૂચ.
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment