જેતપુરપાવી તાલુકાનાં સાલોજ ગામે ઉચ્છ નદી પરના નીચા છલીયાથી ગ્રામજનો તકલીફમાં
ચોમાસા દરમિયાન છલીયા પરથી પાણી જતું હોઈ ગ્રામજનો તકલીફમાં
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાનાં જેતપુરપાવી તાલુકાનાં સાલોજ ગામ નજીક ઉચ્છ નદી પર વર્ષોથી છલીયુ બનાવવામાં આવેલ છે. આ છલીયા(નાળા) પરથી ગ્રામજનો આવ-જા કરે છે. છલીયુ નીચું હોવાથી ચોમાસામાં ઘણીવાર તેની ઉપરથી પાણી જાય છે. છલીયા પરથી પાણી જતું હોય ત્યારે ગ્રામજનોને ધરોલીયા ભીંડોલ થઈને કલારાણી તરફ જવામાં હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોએ પાણી ઓસરવા સુધી રાહ જોવી પડે છે.
સાલોજ ગામે ઉચ્છ નદી પર આ છલીયા નજીક નવો પુલ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ પુલ પરથી સાલોજ ગામમાં આવવાનાં રસ્તા અંગે કોઈ આયોજન થયેલું નથી. તેથી ગ્રામજનો માટે નદી ઓળંગવા છલીયુ જ ઉપયોગી છે. ચોમાસા દરમિયાન છલીયા પરથી પાણી વહેતું હોય ત્યારે એમ્બ્યુલન્સને પણ ગામમાં આવવામાં મુશ્કેલી પડે તેમ હોવાથી આ બાબતે કોઈ યોગ્ય આયોજન કરીને ગ્રામજનોને પડતી હાલાકી નિવારાય તે જરુરી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને આજે ઉચ્છ નદીમાં પાણી આવતાં છલીયા પરથી પાણી વહેતું જોવાં મળ્યું હતું.
ફૈજાન ખત્રી, કલારાણી, જિ.છોટાઉદેપુર.
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment