વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરતાં ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો પકડી પાડતી ભરૂચ એસ.ઓ.જી.
ભરૂચ: ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે.
એસ.ઓ.જી. ભરૂચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.ડી. મંડોરા નાઓની સુચના આધારે પો.સ.ઇ. શ્રી એમ.આર. શકોરીયા તથા પો.સ.ઈ. શ્રી એન.જે. ટાપરીયા તથા એસ.ઓ.જી. સ્ટાફનાં માણસો એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી કરવાં સારૂ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એ.એસ.આઈ. પ્રદિપભાઈ રમેશભાઈના ઓને બાતમીદાર થી બાતમી મળેલ કે અંદાડા ગામ નજીક નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ હોટલ શિવકૃપાની સામે ગેરકાયદેસર બાયોડિઝલ ભરેલ ટેન્કર નંબર-GJ-12-BV-9446 નું ઉભેલ છે. જેથી આ અંગે મામલતદાર શ્રી અંક્લેશ્વરના ઓને સાથે રાખી કાર્યવાહી કરતાં ટેન્કર નંબર-GJ-12-BV-9446 માં ગેરકાયદેસર બાયોડિઝલ મળી આવેલ, જે અંગે કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ એસ.ઓ.જી. ભરૂચ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપી:- (૧) GJ-12-BV-9446 ટેન્કરના ડ્રાઇવર હિતેષકુમાર રામનિવાસ શર્મા રહે.મુ.પો.મેંડ તા.વિરાટનગર જી.જયપુર (રાજસ્થાન)
કબજે કરેલ મુદ્દામાલની વિગત:- (૧) ટેન્કર નંબર GJ-12-BV-9446 કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/- (૨) ટેન્કરમાં ભરેલ ગેરકાયદેસર બાયોડિઝલ આશરે ૪૦,૦૦૦/- લીટર કિં.રૂ.૨૪,૦૦,૦૦૦/- (૩) આરોપીનો મોબાઇલ ફોન મેડ ઇન ચાઇના કિં.રૂ. ૫૦૦/-
કુલ મુદ્દામાલ રૂપિયા ૩૯,૦૦,૫૦૦/-
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ/કર્મચારીઓનાં નામ:- પો.સ.ઇ. શ્રી એમ.આર. શકોરીયા, પો.સ.ઇ. શ્રી એન.જે. ટાપરીયા, એ.એસ.આઈ. પ્રદિપભાઈ રમેશભાઈ, એ.એસ.આઈ. દર્શકભાઈ ઘનશ્યામભાઈ, હે.કો. ગોવિંદરાવ લક્ષ્મણરાવ, હે.કો શૈલેષભાઈ ઈશ્વરભાઈ, પો.કો. સુરેશભાઈ રામસીંગભાઈ, પો.કો. સાગરભાઈ મનસુખભાઈ
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment