પાણીની આવક/ સિઝનમાં પહેલી વખત ઓરસંગનો જોજવા આડબંધ ઓવરફ્લો થયો.

પાણીની આવક/ સિઝનમાં પહેલી વખત ઓરસંગનો જોજવા આડબંધ ઓવરફ્લો થયો

 છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા ગણાતી ઓરસંગ નદીમાં પાણીની સારી આવક થતાં જોજવા ગામ પાસે આવેલો આડબંધ આ સિઝનમાં પહેલી વખત જ ઓવરફ્લો થયો હતો. ઓરસંગ છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા ગણાય છે. જોજવા પાસે ઓરસંગ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી અને સંખેડા વચ્ચે જોજવા ગામ આવેલું છે. જોજવા ગામ પાસે ગાયકવાડી સ્ટેટ વખતનો આ બંધ ઓરસંગ નદી ઉપર બનેલો છે. આ આડબંધ થકી પાણી કેનાલ મારફતે વઢવાણા તળાવ સુધી પહોંચે છે. 

 વઢવાણા ફિડર કેનાલ દ્વારા વઢવાણા તળાવ સુધી પહોંચતાં પાણીથી વઢવાણા તળાવ ભરાય છે. આ તળાવનાં પાણી ડભોઇ અને સંખેડા તાલુકાનાં ગામોને મળે છે. વિતેલા 24 કલાક દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ ઓરસંગ નદીનાં કેચમેંટ વિસ્તારમાં પડવાનાં કારણે મંગળવારથી જ પાણીની સારી આવક શરૂ થઇ હતી.

  પાણીની આવક થવાનાં કારણે જોજવા ગામ પાસે બંધાવેલ આડબંધ સિઝનમાં પહેલી વખત જ ઓવરફ્લો થયો છે. અહિંયા જોજવા પાસે ઓરસંગ નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળે છે. ઓરસંગ નદીની રેતી બાંધકામ માટે પ્રખ્યાત છે. ઓરસંગ નદીમાં પાણીની આવક થતાં કિનારાનાં બોરકૂવા પણ રિચાર્જ થાય છે.

ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુરપાવી જિ.છોટાઉદેપુર 

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ