ઝઘડિયા તાલુકાનાં સરસાડ ગામે કેળનો ઉભો પાક કાપી નુક્શાન કરાયું

ઝઘડિયા તાલુકાનાં સરસાડ ગામે કેળનો ઉભો પાક કાપી નુક્શાન  કરાયું
 

🔶કોઈ અજાણ્યા વિઘ્નસંતોષી ઈસમોએ ૧૨૨ જેટલી કેળાની લુમો  કાપી નાંખી


 રાજપારડી: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરસાડ ગામે રહેતા વિક્રમસિંહ પ્રતાપ સિંહ મહિડાની  સરસાડ ગામની સીમમાં ૧૫ એકર જેટલી જમીન આવેલી છે.તેમણે ચાલુ સાલે છ એકર જેટલી જમીનમાં કેળનું વાવેતર કરેલુ છે. ગતરોજ વિક્રમસિંહ મહિડા તેમના ખેતરે જતા હતા તે દરમિયાન તેમના ભત્રીજાએ તેમને  ફોન કરીને જણાવ્યું હતું કે આપણા ખેતરમાં કોઈએ કેળની લુમો કાપી નાખેલ છે.આ સાંભળીને તેઓ  ખેતરે ગયા હતા. ખેતરમાં  જઇને જોતા તેમના ખેતરમાં કેળના કાપેલા કાચા લુમ  જમીન ઉપર પડેલા હતા. ખેતરમાં  તપાસ કરતાં કુલ ૧૨૨ નંગ જેટલા કેળના લૂમ કપાયેલા હતા, જેમાં ૮૦ જેટલી કેળની લૂમો થડ સાથે કપાયેલી હતી. 

  કોઈ અજાણ્યા વિઘ્નસંતોષી ઈસમોએ ખેતરમાં ૧૨૨ જેટલી કેળની લુમો કાપી નાખીને આ  ખેડૂતને રુ. ૪૦ હજાર  જેટલું નુકસાન કર્યુ હતુ.આ ઘટના અંગે  વિક્રમસિંહ પ્રતાપસિંહ મહિડા રહેવાસી સરસાડ તા.ઝઘડિયાએ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ઝઘડીયા તાલુકામાં કેળનુ વાવેતર વિપુલ પ્રમાણમાં થાયછે.ઘણીવાર કોઇ વિઘ્નસંતોષી દ્વારા કેળનો પાક કાપી નાંખવાની ઘટનાઓ બનતી હોય છે.આને લઇને ખેડૂતોએ મોટુ નુક્શાન વેઠવાનો વારો આવતો હોય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"